________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૨, ઉદેસી-૧ શવ્યા, સ્વાધ્યાય ન કરે. જો એમ જણાય કે આ રીતે તૈયાર કરેલ મકાનાદિને તેનો સ્વામી કામમાં લઈ ચૂક્યો છે તો પ્રતિલેખન-પ્રમાર્જન કરી તેના સ્થાનમાં વાસ કરે. ૩િ૯૯]સાધુ કે સાધ્વી એમ જાણે કે કોઈ ગૃહસ્થ સાધુના નિમિત્તે આ ઉપાશ્રયના નાના દરવાજા ને મોટા કર્યા છે. વગેરે વર્ણન પિપૈષણા અધ્યયનનાં સૂત્રની જેમ જાણવું સાધુ અહીં સસ્તાક બિછાવશે, એમ વિચારી ગૃહસ્થ વિષમ ભૂમિને સમ કરે, અથવા વનસ્પતિ વગેરેને બહાર કાઢે તો જ્યાં સુધી આવો ઉપાશ્રય બીજા પુરુષે કામમાં લીધો ન હોય, ત્યાં સુધી મુનિ માટે સેવન કરવા યોગ્ય નથી.માટે તેવા ઉપાશ્રયમાં રહે નહિ, શધ્યા કરે નહિ, સ્વાધ્યાય. કરે નહિ. હા, જો એમ સમજે કે ઉપાશ્રય બીજાને આપણે દીધેલ છે, અને તેને ઉપયોગમાં લઈ લીધેલ છે, તો પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને યતનાપૂર્વક નિવાસ શયન, સ્વાધ્યાય કરે. સાધુ અથવા સાધ્વી એમ જાણે કે ગૃહસ્થ. મુનિના ઉદ્દેશથી જલમાં ઉત્પન્ન થવાવાળા કંદ, મૂળ, પાન, પુષ્પ, ફળ, બીજ, અથવા બીજી કોઈપણ વનસ્પતિને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે, બહાર કાઢે છે અને એ ઉપાશ્રય હજુ બીજાએ કામમાં લીધેલ ન હોય તો તે સેવન કરવા યોગ્ય નથી. તેથી ત્યાં રહેવું ન જોઈએ. અગર કોઈએ કામમાં લીધી હોય તો સેવન કરી શકાય. માટે પ્રતિલેખન પ્રમાર્જન કરી યતનાપૂર્વક તેમાં રહે અને શયનાદિ કરે. સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે ગૃહસ્થ સાધુ માટે બાજોઠ, પાટિયું, નિસરણી અથવા ખાંડણિયો વગેરે પદાર્થો એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જાય છે. અથવા બહાર કાઢે છે તો તેવા પ્રકારનો ઉપાશ્રય જે અપુરુષાન્તરસ્કૃત અને અનીસેવિત છે-તેમાં સાધુ કાયોત્સગદિ ક્રિયા ન કરે. પરન્તુ તે એમ જાણે કે બીજાએ ઉપયોગમાં લીધેલ છે, તો પ્રતિલેખન -પ્રમાર્જન કરી યતનાપૂર્વક ઉપરોક્ત બધા કાર્યો કરે. ૪િ૦૦]સાધુ કે સાધ્વી જાણે આ કે ઉપાશ્રય સ્થંભાર, માંચડા પર, માળપર, પ્રાસાદપર, મંજીલપર, અથવા ભોંયરામાં કે કોઈ ઊંચા સ્થાનપર બનાવેલ છે. તો વિશેષ કારણ વિના તેમાં વાસ ન કરે. તથા ઉપર્યુક્ત કાય પણ ન કરે. કારણવશાતુ કદાચિતુ એવા સ્થાનમાં વસવું પડે તો ત્યાં ઠંડા પાણી આદિથી હાથ, પગ, આંખ, દાંત, મુખ વિગેરે સાફ ન કરે. વારંવાર ધોઈ સાફ કરે. તથા. મળ-મૂત્ર, કફ, લીટ, ઉલટી, પીત, પરૂ, રૂધિર વગેરે શરીરના અવયવોમાંથી નીકળતી કોઈપણ પ્રકારની અશુચિનો ત્યાગ ત્યાં ન કરે. કારણકે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે આ બધું કરવું તે કર્મમબંધનનું કારણ છે અને સંભવ છે કે ઉપરથી ફેંકવા જતા સાધુ પડી જાય, લપસી જાય અને લપસવાથી કે પડવાથી હાથ-પગ-મસ્તક અગર શરીરનો કોઈ પણ ભાગ તૂટી જાય-નષ્ટ થાય. ઉપરાંતમાં ત્યાં રહેલાં પ્રાણી, ભૂત જીવ, સત્વ વગેરેની ઘાત થાય અને તેઓ પ્રાણરહિત થઈ જાય. તેથી આ સાધુ-સાધ્વીનો ઉપદિષ્ટ આચાર છે કે આવા ઉંચા ઉપાશ્રયમાં રહેવું નહિ, શયન સ્વાધ્યાયાદિ કરવા નહીં. ૪૦૧]સાધુ-સાધ્વીને એમ જણાય કે આ ઉપાશ્રય સ્ત્રીઓથી યુક્ત છે, (સાધ્વીઓને જણાય કે પુરૂષથી યુક્ત છે.) તેમજ તેમાં બાળક, બિલાડી, કૂતરા આદિ યુદ્ધ જીવો રહે છે, પશુઓથી યુક્ત ભોજનપાણીથી યુક્ત, અથવા પશુઓના ભજન પાણીથી યુક્ત છે, તો આવા ગૃહસ્થના સંસર્ગવાળો મકાનમાં વાસ-શયન-સ્વાધ્યાદિ ન કરે. એમ કરવાથી કર્મ બંધન થાય છે. ગૃહસ્થ કુલ સાથે નિવાસ કરનાર સાધુને જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org