________________ થતષ્ઠ-૨, અધ્યયન-૧, ઉદેસો 10 અધ્યયનઃ૧-ઉસઃ૧૦) [૩૦]કોઈ સાધુ બધાં સાધુઓને માટે સાધારણ આહાર લાવ્યો હોય પરંતુ તે સઘળા સાધર્મીઓને પૂછયા વિના પોતાની ઈચ્છાનુસાર જેને ઈચ્છે તેને ઉત્તમ-ઉત્તમ અથવા ઘણું-ઘણું આપે તો તે દોષપાત્ર થાય છે, એમ કરવું ન જોઈએ. એ આહાર લઈને સાધુએ જ્યાં આચાર્ય આદિ બિરાજમાન હોય ત્યાં જવું જોઈએ. ત્યાં જઈને અને આહાર દેખાડીને કહેવું જોઈએ- મારા પૂર્વ સંબંધી છે અને મારા પશ્ચાતું સંબંધી છે તે આ પ્રમાણે-આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા ગણી અથવા ગણધર કે ગણાવદગ્ધક, એઓને હું ઉત્તમ-ઉત્તમ અથવા પર્યાપ્ત-પર્યાપ્ત આહાર આપું ? એ પ્રમાણે આજ્ઞા માંગનાર તે સાધુને આચાર્ય આદિ એમ કહે-હે આયુષ્મન ! ભલે-જેટલો તેઓને આવશ્યક હોય તેટલો આપો. એ પ્રમાણે તે જેટલો દેવાની આજ્ઞા આપે તેટલો આપવો જોઈએ. સઘળો દેવાનો કહે તો સઘળો આપી દેવો જોઈએ. 3i91 એકલો ભિક્ષા માટે ગયેલો સાધુ મનોદ ભોજન ગ્રહણ કરીને તે આહાર ને લૂખો-સૂકા ભોજનથી ઢાંકી દે અને એમ વિચારે કે આ મનોજ્ઞ આહારને દેખાડીશ તો આચાર્ય યાવતુ ગણાવચ્છેદક રખેને પોતેજ લઈ લે ! આ ઉત્તમ ભોજન કોઈને દેવું ન પડે. એમ વિચારનાર અને કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. તેથી સાધુએ તેવું કરવું ન જોઈએ. મુનિ તે ભોદનને લઈને આચાર્ય આદિની સમીપે જાય. ત્યાં જઈને પાત્ર ખુલ્લા રાખીને હાથથી આહારને ઉંચા કરે, “આ છે, આ છે” એમ કહી કહીને સઘળું દેખાડે, જરા પણ ન છૂપાવે. કોઈ મુનિ એકલો આહાર લાવીને માર્ગમાં અથવા કોઈ બીજા સ્થાને જઈને) સારું સારું ખાઈ લે અને વિવર્ણ જોવામાં ખરાબ) તથા વિરસ (રસરહિત) આહાર લાવીને ગુરુ આદિને દેખાડે તો તે પોતાના સંયમને દૂષિત કરે છે. સાધુએ એમ કરવું ન જોઈએ. - ૩૯૨સાધુ અને સાધ્વી જાણે કે - શેરડીની ગાંઠનો મધ્યભાગ, શેરડીની કાંતળી, ગાઠવાળી ગંડેરી, પીળી પડેલ શેરડીના કકડા. શેરડીનું પૂંછડું અથવા આખી શેરડી અથવા તેનો કકડો અથવા મગાદિની ભૂજેલ ફળી અથવા ઓળા, એ સઘળા તથા એવા પ્રકારના કોઈ પદાર્થ જેમાં ખાવા યોગ્ય થોડું હોય અને ફેંકી દેવા જેવું ઘણું હોય તે અમાસુક છે યાવત્ત તેને ગ્રહણ કરવું ન જોઈએ. સાધુ અને સાધ્વી જાણે કે ઘણા બીજવાળા ફળોનો ગિર-દળ અને ઘણા કાંટાવાળી મત્સ્ય નામની વનસ્પતિ, જેમાં ખાવું થોડુ અને નાંખી દેવું વધુ હોય, એવા ઘણા બીજવાળા ગિરને અને ઘણાં કાંટાવાળી મત્સ્ય વનસ્પતિને દાતા આપે તો પણ લેવી ન જોઈએ. સાધુ અથવા સાધ્વીને કોઈ ગૃહસ્થ ઘણી ગોઠલીવાળા દળ અથવા મલ્ય વનસ્પતિને માટે આમંત્રણ કરે કેહે આયુષ્મન ! શ્રમણ ! આ ઘણા ગોઠલા છોતરાયુક્ત ભોજન અથવા ઘણા કાંટાવાળી મત્સ્ય વનસ્પતિ લેવા આપ ઈચ્છો છો ? તો એવા શબ્દ સાંભળી અને સમજીને મુનિ પહેલાજ કહી દે કે-હે આયુષ્યનું વાસ્તવમાં ઘણા ઠળિયાવાળો અને ઘણા કાંટાવાળી વનસ્પતિ લેવી મને કહ્યું નહીં. દેવા ઈચ્છતા હો તો આ જેટલો ગર્ભ છે, તેટલો મને આપો. ઠળીયા ન આપો. એમ કહેવા પર પણ ગૃહસ્થ પોતાના પાત્રમાં ઘણાં ઠળિયાવાળા ગર્ભને લાવીને દેવા લાગે તો આ પ્રકારની વસ્તુ ગૃહસ્થના હાથમાં અથવા પાત્રમાં જોઈને કહી દેવું જોઈએ કે આ અપ્રાસુક છે. યાવતુ તેને ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org