________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉસો-૩ પ૯ [૩પ૨] ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યા પછી સાધુ અથવા સાધ્વીને શંકા થાય કે આ અશનાદિક નિર્દોષ છે કે સદોષ? આ શંકાથી ચિત્ત અસ્થિર થઈ જાય અને સમાધાન ન થાય તો તે પ્રકારનો શંકિત અશનાદિ મળવા પર પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જ્યારે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે તો પોતાના સમસ્ત ધમપકરણો સાથે લઈને ગૃહસ્થના ઘરમાં આહાર પાણીની અભિલાષાથી પ્રવેશ કરે અને બહાર નીકળે. [૩પ૩] સાધુ કે સાધ્વી જ્યારે બહાર સ્વાધ્યાયભૂમિ અથવા સ્પંડિલભૂમિમાં ગમનાગમન કરે તો તે સમયે પોતાના ધમપકરણો સાથે લઈને સ્થઠિલભૂમિ સ્વાધ્યાયભૂમિ નિષ્ક્રમણ અને પ્રવેશ કરે. સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજા ગામે જાય તો પોતાના બધા ધમપકરણો સાથે લઈને એક ગામથી બીજે ગામ જાય. 3i54] સાધુ અથવા સાધ્વીને જો એમ જણાય કે ઘણો ઘણો અને ઘણી દૂર સુધી વરસાદ થઈ રહ્યો છે. દૂર સુધી મિહિકા-દવ પડી રહી છે. અથવા મોટા વંટોળથી રજ ઊછળી રહી છે. અથવા ત્રસ જીવો ઉડે છે અને પડે છે. એમ જોઇને તથા આ પ્રમાણે જાણીને તે સર્વ પાત્રાદિ ઉપકરણો ગ્રહણ કરીને પણ મધુકરી માટે ગૃહસ્થના ગૃહમાં પ્રવેશ ન કરે, ન નીકળે, ન સ્વાધ્યાયભૂમિ કે શૌચભૂમિમાં જાય છે ત્યાંથી પાછી આવે એક ગામથી બીજે ગામ પણ ન જાય.. ૩િપપ ચક્રવતી, વાસુદેવ, બલદેવ આદિ ક્ષત્રિયો સામાન્ય રાજાઓ, ઠાકોર, સામંત આદિ, દંડપાશિક તથા રાજવંશીયે-ઉપાશ્રયની અંદર અથવા બહાર રહેલા હોય અને ભિક્ષા માટે આમંત્રિત કરે અથવા ન કરે તો તેના ઘેરથી સાધુ અથવા સાધ્વીને અશનાદિકમળવા પર પણ લેવાં ન જોઈએ. એમ હું કહું છું. અધ્યયન ૧-ઉદેસી ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( અધ્યયનઃ૧ ઉદેસઃ૪ ૩િપs] સાધુ અથવા સાધ્વી ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને એમ જાણે કે અહીંયા માંસપ્રધાન, મત્સ્યપ્રધાન ભોજન છે, માંસ અથવા મત્સ્યોના ઢગલા રાખેલ છે, વિવાહ સંબંધી ભોજન, કન્યાની વિદાય વેળાનું ભોજન, મૃતકભોજન, અથવા યક્ષ આદિની યાત્રાનું ભોજન, સ્વજનો સંબંધી માટે કરેલું પ્રીતિભોજન છે અને તેના નિમિત્તે કોઈ પદાર્થ લઇ જવાઈ રહ્યાં છે તેમજ માર્ગમાં ઘણા બીજ, ઘણી લીલોતરી, ઘણી ઓસ, ઘણું જલ, ઘણાં કીડીઓનાં દર, ઘણું કીચડ, કરોળિયાના ઝાળા ઇત્યાદિ પડેલ છે અને ત્યાં ઘણા શાક્યાદિ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, ધન અને ભિખારી આદિ આવેલા છે. આવવાના છે આવી રહ્યો છે. અને ભીડ એટલી બધી જામી છે કે આવવા જવાનો માર્ગ કઠિનતાથી મળે તેમ છે કે આવવા જવાનો માર્ગ કઠિનતાથી મળે તેમ છે. વાચના, પૃચ્છના, પરિવર્તના અનુપ્રેક્ષા અને ધમનુયોગ વિચારણાનો અવકાશ ન હોય તો એવી જાતની પૂર્વ જમણવારી અથવા પશ્ચાતું જમણવારીમાં જવાનો સાધુઓએ વિચાર પણ કિરવો ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જો જાણે કે અહિંયા માંસ પ્રધાન અથવા મત્સ્ય પ્રધાન ભોજન છે. યાવત તેને માટે કોઈ પદાર્થ લઈ જવા છે, અથવા માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય, આદિ નથી, તથા વાચના, પૃચ્છના પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધમનુJain Education International For Private & Personal Use Only www.jainelibrary.org