________________ 48 આયા-૧૮૮૨૫૧ ગીતાર્થ સંયમી સાધકને વિશેષરૂપે ગ્રહણ કરવા યોગ્ય છે. રિપ૧-૨પ૩ જ્ઞાતપુત્ર મહાવીર હગિત મરણમાં વિશિષ્ટતા બતાવી છેઆત્મવ્યાપાર સિવાય બીજા પાસે ત્રણ કરણ ત્રણ યોગથી વૈયાવૃત્ય ન કરાવે. દર્ભ. અંકુરાદિ લીલોતરી ઉપર ન સૂવે શુદ્ધ ભૂમિને જાણી સૂવે. સર્વ ઉપધિને છોડી આહારનો સર્વથા ત્યાગ કરી, સંસ્મારક પર રહી પરીષહોને સમભાવપૂર્વક સહન કરે. નિરાહાર રહેવાથી ઈન્દ્રિયોને શિથિલ જોઈ મુનિ સમભાવમાં રહે. આર્તધ્યાન ન કરે. હલન, ચલનાદિ ક્રિયાઓ કરે છે તે નિન્દનીય નથી. હલન ચલનાદિ કરતાં કરતાં જે ભાવથી વિચલિત થતા નથી અને સમાધિવંત છે તે અભિનન્દનીય છે. રિપ૪-૨૫) ઈગિતમારણની આરાધના કરનાર મુનિ શરીરની સુવિધા માટે નિયત ભૂમિમાં જઈ અને પાછો ફરી શકે છે. પોતાના અંગોપાંગને સંકોચી શકે છે, પસારી શકે છે. જો વિશેષ શક્તિ અને સાહિષ્ણુતા હોય તો અચેતન પદાર્થની જેમ નિશ્ચેષ્ટ થઈ સ્થિત રહી શકે છે. જો બેઠા બેઠા અથવા સૂતા સૂતા થાકી જાય તો થોડા આંટા મારે અથવા ઉભા રહે યા ઈચ્છાનુસાર આસન બદલે. ઉભા ઉભા થાકી જાય તો અંતે બેસી જાય ત્યા સૂઈ જાય. આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં રાખે. ટેકો લેવા માટે પાછળ પાટિયું રાખ્યું હોય અને તેમાં જીવ-જતું હોય તો તેને બદલી બીજા નિર્દોષ પાટિયાની ગવેષણા કરે. જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય તેનું અવલંબન ન લેવું જોઈએ. પોતાના આત્માને પાપમય વ્યાપારથી દૂર કરે અને આવતા પરીષહોને સમભાવપૂર્વક સહન કરે. [258-263] આ પાદપોપગમન પૂર્વોક્ત ભક્તપરિજ્ઞા અને ઈગિતમરણની અપેક્ષાએ વિશેષ છે. જે પૂર્વોક્ત વિધિથી તેનું પાલન કરે છે તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ તે તે સ્થાનથી દૂર જતા નથી. પાદપોપગમન સંથારો ઉત્કૃષ્ટ ધર્મ છે. કારણ કે પૂર્વોક્ત બંને મરણ કરતાં અધિક પ્રયત્નથી ગ્રાહ્ય છે. મુનિ નિર્દોષ ભૂમિને જોઇને પાદપોપગમનની વિધિનું પાલન કરે અને કોઇ પણ અવસ્થામાં સ્થાનાન્તર ન કરે. નિર્જીવ સ્થાન અને પાટિયાદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીરની મમતાનો સર્વથા ત્યાગ કરી દે અને વિચાર કરે કે મારા શરીરમાં કોઈ પરિષહ નથી. જ્યાં સુધી. જીવન છે ત્યાં સુધી પરિષહ અને ઉપસર્ગ તો આવવાના છે. તે જાણી કાયાનો નિરોધ કરનાર દેહભેદના માટે ઉદ્યત થયેલ બુદ્ધિમાનું સમભાવથી પરીષહોને સહન કરે. મુનિ વિપુલ કામભોગોને નશ્વર જાણી તેમાં રાગ ન કરે. અચલ કીતિ રૂપ મોક્ષને વિચાર કરી, કોઈ પણ પ્રકારની ઈચ્છાનિધન ન કરે. આવા મુનિને કોઈ અક્ષય વૈભવ ગ્રહણ કરવા માટે નિમંત્રણ આપે અથવા દેવાંગના આવી લલચાવે તો મુનિ તેમાં શ્રદ્ધા ન કરે. મુનિ સર્વ માયાને દૂર કરી સત્ય સ્વરૂપને સમજે. 2i64 સર્વ પદાર્થોમાં આસક્તિ નહિ રાખતાં, તે મુનિ જીવનની પાર પહોંચી જાય છે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી આ હિતકારી ત્રણે પંડિતમરણોમાંથી પોતાની યોગ્યતાનુસાર કોઈ પણ એક મરણને સ્વીકારે છે. એમ હું કહું છું. | અધ્યયનઃ ૮-ઉદેસોઃ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | અધ્યયનઃ૮-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org