SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 26 આયારો- ૧૩૨૧ર૧ છે. તે ચાળણીની અંદર સમુદ્રને ભરવાનો પ્રયત્ન કરે છે તથા બીજાને મારવા, સતાવવા માટે, બીજા પર અધિકાર ચલાવવા માટે તૈયાર થાય છે. દેશને નષ્ટ કરવા, દેશને પરેશાન કરવા, દેશને પોતાના અધિકારમાં રાખવા તૈયાર થાય છે. [122] લોભને વશ થઈ પરિતાપના-વધાદિનું સેવન કરીને કેટલાય પ્રાણી સંયમના માર્ગમાં ઉદ્યમવંત થયા છે. તેથી જ્ઞાની સાધકે જે પ્રાપ્ત કામભોગોને સારહિત સમજી દોડ્યા છે તેને ફરી ગ્રહણ કરવાની ઈચ્છા કરીને મૃષાવાદનું સેવન ન કરે. જન્મ મરણને જીણી મુનિ સંયમ માર્ગમાં વિચરે. હે મુનિ, જન્મ અને મરણ સર્વને છે, એમ જાણી સંયમમાં વર્ત. મુનિ કોઈ પણ જીવની હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે નહિં, અનુમોદન આપે નહિ. સ્ત્રીઓમાં આસક્તિ ન રાખો, સાંસારિક આનંદપ્રમોદનો તિરસ્કાર કરો. જ્ઞાનાદિ ઉત્તમગુણોને પ્રાપ્ત કરી પાપકર્મોથી દૂર રહો. [123 પરિગ્રહને અહિતકત જાણી તેનો આજે જ ત્યાગ કરો. વિષયવાંછનારૂપ સંસારના પ્રવાહને અહિત રૂપ જાણી ઇન્દ્રિયોનું દમન કરતાં વિચરો આ મનુષ્ય ભવમાં સંયમની ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી પ્રાણની વિરાધના ન કરો, એમ હું કહું છું. અધ્યયન 3. ઉદેસો ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયન ૩-ઉદેસોઃ 3) [125] સાધક સુઅવસર જાણીને પ્રાણીઓને દુઃખ ઉત્પન્ન કરનારા કાર્ય ન કરે. પોતાના સમાન જ અન્ય જીવોને જુએ. તેથી ન તો સ્વયે જીવોની હિંસા કરે ન અન્ય પાસે કરાવે. જે એક બીજાની શરમ અથવા ભયનો વિચાર કરી પાપકર્મ કરતો નથી તે શું મુનિ કહેવાય? (ન કહેવાય). 126] સમતાનો વિચાર કરી પોતાના આત્માને પ્રસન્ન રાખે. જ્ઞાનવાન સાધક સમભાવરૂપ સંયમમાં ક્યારે ય પણ પ્રમાદ ન કરે. આત્માનું ગોપન કરીને સદેવ ધીર બનીને દેહને સંયમયાત્રાનું સાધન માની તેનો નિવાહ કરે. [127 સાધક અતિ મોહક દિવ્ય અથવા સામાન્ય કોઈ પણ પ્રકારના રૂપમાં આસક્તિ ન કરે અને વિરક્ત રહે ! ગતિ. આગતિને જાણી જે રાગ દ્વેષથી દૂર રહે છે તે આખા લોકમાં કોઈના દ્વારા છેદાતા નથી, ભેદાતા નથી, બળાતા નથી, મરાતા નથી. [128-129 કેટલાંક જીવો એવા છે કે જે ભૂત ભવિષ્યના બનાવોને યાદ કરતા નથી એટલે કે આ જીવ પહેલાં કેવો હતો? અને ભવિષ્યમાં શું થનારો છે? કેટલાંક એવું માને છે કે આ જીવને પહેલા જે સુખ અથવા દુખ મળ્યું હતું તે જ ભવિષ્યમાં મળશે. પરંતુ યથાર્થ તત્ત્વવેત્તા અતીત અર્થને ભવિષ્યકાળના, અને ભવિષ્યકાળના અર્થને ભૂતકાળના રૂપમાં સ્વીકારતા નથી. પરંતુ તેઓનું કથન છે કે જેના જેવાં કમ હોય છે. તેવા જ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. તેથી જ નિરવદ્ય પ્રવૃત્તિ કરવાવાળા મહર્ષિ આ સત્યને જાણી કર્મોનો ક્ષય કરે છે. [13] યોગીઓને માટે શું દુઃખ ! અને શું સુખ! હર્ષ-શોકના પ્રસંગમાં તેઓ અનાસક્ત રહી સર્વ પ્રકારના હાસ્ય, કુતૂહલ ઇત્યાદિને છોડી, મન, વચન, કાયાને કાચબાની જેમ ગુપ્ત કરી સદા સંયમનું પાલન કરતા વિચરે. હે જીવ! તું સ્વયં જ તારો મિત્ર છે. બહારના મિત્રની ઈચ્છા શા માટે કરે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy