________________ - - - 24 આયારો-૧ર/૧૦૬ દુઃખ ઉત્પન્ન થવાના કારણો કહ્યા છે. તે દુખના કારણોથી છૂટવા માટે કુશળ સાધક પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા તેને છોડે છે. આ પ્રકારે દુખના કારણે તમને જાણી આમ્રવ દ્વારોમાં પ્રવૃત્તી ન કરે. જે પરમાર્થવૃં છે તે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરે નહિ. જે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરતાં નથી. તે પરમાર્થદ્રષ્ટા છે. સાચા ઉપદેશક જેવી રાજાદિ શ્રીમંતોને ઉપદેશ આપે છે તેવો જ ઉપદેશ સામાન્ય રકાદિને આપે છે. સામાન્ય રંકાદિને જેવો ઉપદેશ આપે છે તેવો જ રાજા શ્રીમંતાદિને આપે છે. અન્યથા તેઓ ઉપદેશને સાંભળી, ક્રોધી બની ઉપદેશકને મારવા લાગે. ઉપદેશ દેવાની વિધિને જાણ્યા વિના ઉપદેશ આપવામાં કલ્યાણ નથી. આ પુરુષ કોણ છે? કયા દેવને નમસ્કાર કરે છે? તેનો ક્યો ધર્મ અથવા કયો પંથ છે? ઈત્યાદિ વાતોનો વિચાર કરી ઉપદેશ આપવો જોઈએ, એવા ઉપદેશથી સંસારના ઊર્ધ્વ, નીચા અને તિર્યભાગમાં રહેલા અને કર્મબંધનોથી બંધાયેલા જીવોને જે મુક્ત કરે છે તે જ પ્રશંસાને પાત્ર છે. તે વીર પુરુષ પોતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાને એવો સદ્વ્યવહાર કરે છે કે જેનાથી હિંસાજન્ય પાપથી લિપ્ત થતો નથી. જે કમને દૂર કરવામાં નિપુણ છે, કમોંના બંધનથી મુક્ત થવાના ઉપાયને શોધનાર છે તે પંડિત છે. કુશળ પરષો મુક્ત પણ નથી અને બંધનમાં પણ નથી. [107 કુશળ સાધક જે માર્ગ પર ચાલ્યા છે તે પર દરેકે ચાલવું જોઈએ અને જે માર્ગ પર તેઓ નથી ચાલ્યા તે પર ન ચાલવું જોઈએ. હિંસા અને હિંસાના કારણોને તથા લોકસંજ્ઞાને જાણીને સર્વથા ત્યાગ કરવો જોઇએ. 108 પરમાર્થદર્શને ઉપદેશ આવશ્યક નથી. પરંતુ જે અજ્ઞાની છે. કામ ભોગોમાં આસક્ત છે. ભોગેચ્છા શાંત નહિ થવાના કારણે જે દુઃખી થઈ દુઃખોના ચક્રમાં ભમણ કરે છે, તેના માટે ઉપદેશ છે. એમ હું કહું છું. અધ્યયન 2 ઉદેસી ઇની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન ગર્જરછાયાપૂર્ણ અધ્યયન ૩-શીતોષ્ણીય -:ઉકેસઃ 5:[19] અજ્ઞાની જન સદા સૂતેલા છે. જ્ઞાનીજન સદા જાગૃત રહે છે. [110-112] લોકમાં દુઃખનું કારણ અજ્ઞાન છે અને તે અહિતકર્તા છે. સંસારના હિંસામય આચારને જાણી સંયમના બાધક હિંસાદિ શસ્ત્રોથી દૂર રહેવું જોઈએ. જે પુરુષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શીને યથાર્થ રૂપે જાણી લીધા છે. તે જ આત્મસ્વરૂપનો જ્ઞાત, જ્ઞાની, શસ્ત્રવેત્તા, ધર્મવેત્તા, અને બ્રહ્મજ્ઞાની છે. તે પોતાના જ્ઞાનબળથી સમગ્રલોકને જાણી લે છે. તે જ સાધુ છે. ધર્મને જાણનાર સરળદય મુનિ જન્મ-મરણના ચક્રનો અને વિષયાભિલાષાનો સંબંધ જાણે છે, સુખ, દુઃખની આશા નહિ રાખતા તે અપરિગ્રહી મુનિ સંયમમાં કઠિનતાનો અનુભવ કરતા નથી. તેવા મુનિ સદા જાગૃત રહે છે અને વેર-વિરોધથી દૂર રહે છે. હે વીર! આ પ્રકારે તું પણ દુઃખોથી મુક્ત બની શકીશ. જે પ્રાણી જરા અને મૃત્યુના સપાટામાં સપડાયેલ છે અને તેનાથી સદા મૂઢ બનેલ છે તે પ્રાણી ધર્મને જાણતો નથી. [113-114] પ્રાણીઓને મોહથી વિહ્વળ જોઈ સાવધાન થઈ સંયમમાં પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org