SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - 22 આયારો-૧ર૩૮૭ [8] આ ભોગોને મહાભયરૂપ સમજ! કોઈ પણ પ્રાણની હિંસા ન કરો ! જે સંયમમાં ખેદ રાખતા નથી તે વીર, પ્રશંસાને પામે છે. આ ગૃહસ્થ મને આપતો નથી એવો વિચાર કરી તેના પર ક્રોધ ન કરે. અલ્પ પ્રાપ્ત થાય તો પણ તેની નિંદા ન કરે. ગૃહસ્થ ના પાડે તો ત્યાંથી પાછા ફરી જવું જોઇએ. આ રીતે સંયમનું સમ્યમ્ આરાધન કરવું જોઈએ. એમ હું કહું છું. ! અધ્યયન ૨-ઉદેસઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૨-ઉદ્દેસ 5) [88] ગૃહસ્થ જન પોતા માટે તથા પોતાના પુત્ર, પુત્રી, પુત્રવધુ, કુટુંબી, જ્ઞાતિજન, ધાઈ, રાજા, દાસ, દાસી, નોકર-ચાકર, મહેમાનાદિને માટે તથા કુટુંબીઓમાં વિભાગ કરવા માટે, સવારના ભોજન માટે, સાંજના ભોજન માટે વિવિધ પ્રકારના શસ્ત્રો દ્વારા આરંભ કરી આહારાદિ બનાવે છે, તેનો સંગ્રહ કરી રાખે છે. 89] સંયમમાં ઉધત, આર્ય-પવિત્ર બુદ્ધિસમ્પન્ન ન્યાયદર્શી, અવસરનો જ્ઞાતા, તત્ત્વજ્ઞ, અણગાર, અકલ્પનીય આહારને ગ્રહણ કરે નહીં. બીજા પાસે ગ્રહણ કરાવે નહીં. ગ્રહણ કરનારને અનુમોદન આપે નહીં. સર્વ પ્રકારના દૂષણોથી રહિત થઈ નિર્દોષપણે સંયમનું પાલન કરે. [90-91 મુનિ ક્રિયા વિક્રયની ક્રિયાથી દૂર રહે, બીજા પાસે જયવિક્રય કરાવે નહિ. કોઈ કરતો હોય તેમાં અનુમોદન આપે નહિ. પૂર્વોકત ગુણોથી સમ્પન્ન, કાળ, બળ, માત્રા, ક્ષેત્ર, અવસર, જ્ઞાનાદિ વિનય, સ્વસમય, પરસમય, ભાવને જાણનાર, પરિગ્રહની મમતાને દૂર કરનાર, યથાકાળ અનુષ્ઠાન કરનાર મુનિ અનાસક્ત થઈ, રાગદ્વેષને છેદી મોક્ષમાર્ગમાં આગળ વધે છે. વસ્ત્ર, પાત્ર, કમ્બલ, સ્થાન, શય્યા અને આસનની વિવેકપૂર્વક ગૃહસ્થોની પાસેથી જ યાચના કરે. 2-93] આહારપ્રાપ્તિના સમયે સાધુને પ્રમાણ-માત્રાનું જ્ઞાન હોવું જોઈએ એમ ભગવાને ફરમાવ્યું છે. આહારાદિ પ્રાપ્તિ થવા પર અભિમાન ન કરે, ન મળે તો શોક ન કરે, પોતાના આત્માને પરિગ્રહથી બચાવે તથા ધમપકરણને પણ પરિગ્રહ રૂપે નહીં તો કેવળ સાધન સમજી તેના પર પણ મમત્વ ન રાખે. પોતાને ગૃહસ્થથી ભિન્ન માને. આ માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. માર્ગમાં પ્રવૃત્તિ કરનાર કુશળ વ્યક્તિ કર્મ બંધનોથી બંધાતી નથી, એમ હું કહું છું. [4] કામભોગોને ત્યાગ કરવો એ ઘણું કઠિન છે. જીવનની એક ક્ષણ પણ વધારી શકાતી નથી. વિષયાભિલાષી પુરુષ વિષયો જવાપર અત્યંત શોક કરે છે, વિલાપ કરે છે, લજ્જા અને મર્યાદાને છોડી દે છે. અત્યંત પીડાને અનુભવે છે.' [5] દીર્ઘદર્શ અને સંસારની વિચિત્રતાને જાણનાર પુરુષ લોકના નીચા, ઊંચાઇ અને તિર્યગ્ર ભાગને જાણે છે. વિષયમાં આસક્ત લોકો સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. જે મનુષ્ય જીવનમાં ઉત્તમ અવસરને જાણીને વિષયોથી દૂર રહે છે તે શૂરવીર પ્રશંસનીય છે. તે જ વ્યક્તિ સંસારના બંધનોમાં બંધાયેલ પ્રાણીઓને મુક્ત કરે છે. શરીર જેમ અંદરથી અસાર છે. તેવી જ રીતે બહારથી પણ અસાર છે. અને જેવું બહારથી અસાર છે તેવું અંદરથી પણ અસાર છે. બુદ્ધિમાનું પુરુષ આ શરીરમાં રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy