SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પર સૂરપન્નતિ- ૧૦/૧૧/૫૪-૫૫ વ્યવસ્થિત થઈને યોગ કરે છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જેઓ સદા ચંદ્રની ઉત્તર દિશામાં વર્તમાન છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જે ચંદ્રની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં વ્યવસ્થિત થઈને યોગ કરે છે, એવા પણ નક્ષત્રો હોય છે કે જે સા ચંદ્રની દક્ષિણમાં પણ વ્યવસ્થિત થઇને યોગ કરે છે. જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણ દિશામાં વ્યવસ્થિત થઈને યોગ કરે છે તે નક્ષત્રો મૃગશિરા આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત અને મૂળ છે, જે નક્ષત્રો સદા ચંદ્રની ઉત્તર દિશામાં યોગ કરે છે તેવા નક્ષત્રો અભિજીતુ શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂવભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા રેવતી અશ્વિની, ભરણી પૂર્વ ફાલ્ગની ઉત્તરાફાલ્ગની અને સ્વાતી આ પ્રમાણે હોય છે. જે ચંદ્રની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં પ્રમર્દ રૂપ યોગ પણ કરે છે. એવા નક્ષત્રો સાત છે, કૃત્તિકા, રોહિણી પુન વસુ, મઘા, ચિત્રા, વિશાખા અને અનુરાધા પૂવષાઢા અને ઉત્તરાષાઢા આ બે નક્ષત્રો ચંદ્રની દક્ષિણ દિશામાં પણ યોગ કરે છે. અને પ્રમર્દરૂપ પણ યોગ કરે મૃગશિરા, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત, અને મૂળ આ બાહ્ય મંડળના છ નક્ષત્રો છે. જે બાર નક્ષત્રો ઉત્તર દિશામાં યોગ કરે છે, તે સભ્યન્તર મંડળમાં ગતિ કરે છે. આ મંડળ ગતિથી પરિભ્રમણ રૂપ ચંદ્રમાર્ગનું પ્રતિપાદન કરેલ છે. હે ભગવનું ચંદ્રમંડળ કેટલા કહેલ છે? હે ચંદ્રમંડળો પંદર પ્રતિપાદિત કરેલ છે. તેમાં પાંચ ચંદ્રમંડળો જંબૂદ્વીપમાં કહેલા છે. બાકીના દસ ચંદ્રમંડળો લવણસમુદ્રમાં હોય છે. જંબૂઢીપમાં આઠ હજાર યોજન ગયા પછી ત્યાં પાંચ ચંદ્રમંડળો કહેલા છે લવણ સમુદ્રમાં ૩૦૩૩ યોજના ગયા પછી દસ ચંદ્રમંડળો કહેલા છે. આ પૂર્વોક્ત પંદર ચંદ્ર મંડળોમાં એવા મંડળો હોય છે, કે જે મંડળ સદા નક્ષત્રો વિનાના હોય, પૂર્વપ્રતિપાદિત. પંદર ચંદ્રમંડળોમાં એવા પ્રકારના મંડળો હોય છે, કે જે સૂર્ય ચંદ્રના નક્ષત્રોમાં સાધારણ પ્રકારના હોય તથા પંદર મંડળોમાં એવા પણ મંડળો હોય છે, કે જે બે સૂર્યોથી રહિત હોય છે. પંદર ચંદ્રમંડળોમાં એવા પણ મંડળો હોય છે કે જે સદા અભિજીતાદિ નક્ષત્રોથી અવિરહિત રહે છે, એવા નક્ષત્રો આઠ કહ્યા છે, પહેલા ચંદ્રમંડળમાં અભિજીત વિગેરે બાર નક્ષત્રો હોય છે. પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે, કે જે મંડળો સદા નક્ષત્ર યોગથી રહિત હોય છે. એવા મંડળો સાત છે. જેમકે બીજું, ચંદ્રમંડળ, ચોથું ચંદ્રમંડળ, પાંચમુંચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, બારમું ચંદ્રમંડળ, તેરમું ચંદ્રમંડળ, અને ચૌદમું ચંદ્રમંડળ, પંદર ચંદ્રમંડળોમાં કેટલાક ચંદ્રમંડળો એવા હોય છે કે જે ચંદ્ર સર્ય નક્ષત્રોમાં સાધારણ હોય છે. પહેલું ચંદ્રમંડળ, બીજું ચંદ્રમંડળ, અગીયારમું ચંદ્રમંડળ, અને પંદરમું ચંદ્રમંડળ, પંદર મંડળોમાં કેટલાક મંડળો એવા હોય છે કે જે સદા બેઉ સૂર્યોથી રહિત હોય આવા પાંચ મંડળો કહેલા છે. જેમકે છä ચંદ્રમંડળ સાતમું ચંદ્રમંડળ, આઠમું ચંદ્રમંડળ, નવમું ચંદ્રમંડળ, અને દસમું ચંદ્રમંડળ એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંડળનું અંતર અબાધથી બે યોજનનું પ્રતિપાદિત કરેલ છે. પાંત્રીસ યોજન તથા એક યોજના એકઠિયા ત્રીસભાગ એકસઠના એક ભાગના સાતભાગ કરીને ચાર ચૂર્ણિકાભાગ શેષ રહે એટલું અંતર એક ચંદ્રમંડળથી બીજા ચંદ્રમંડળનું અબાધાથી પ્રતિપાદિત કરેલ છે, પાહડ-૧૦/૧૧ ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy