SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૦, પાહુપાહુડ-૧૦ ૫૧ પોષમાસમાં ચોવીસ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દ૨૨ોજ પરાવર્તિત થાય છે, પોષમાસના અન્તના દિવસમાં રેખાસ્થ પદના અંદરની સીમા ત્યાંથી આરંભ કરીને ચાર પગ તુલ્ય પૌરૂષી થાય છે. પુષ્ય અશ્લેષા અને મઘા એ ત્રણ નક્ષત્ર ત્રીજા માઘમાસમાંસ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરે છે પુષ્ય નક્ષત્ર માઘમાસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને આશ્લેષા નક્ષત્ર પંદર અહોરાત્રને છેલ્લા એક દિવસને ત્રીજુ મઘા નક્ષત્ર પોતે પૂરિત કરે છે. માઘમાસમાં વીસ આંગળથી કંઈ વધારે પૌરૂષી છાયાથી સૂર્ય પ્રતિદિન પરાવર્તિત થાય છે, માઘમાસના છેલ્લા દિવસમાં આઠ આંગળ અધિક ત્રિપદા પૌરૂષી હોય છે, મઘા પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની એ ત્રણ નક્ષત્રો હેમંત કાળના અન્તિમ ફાગણમાસને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને સમાપ્ત કરીને પૂર્ણ કરે છે, મઘા નક્ષત્ર ફાગણમાસના પ્રથમ વિભાગના ચૌદ અહોરાત્રને પૂર્વાફાલ્ગુની નક્ષત્ર પંદર અહોરાત્રને છેલ્લી એક અહોરાત્રીને ઉત્તરફાલ્ગુની નક્ષત્ર સમાપ્ત કરે છે. ફાગણ માસમાં સોળ આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરિવર્તિત થાય છે. ફાગણમાસના અન્તિમ દિવસમાં ચાર આંગળ અધિક ત્રણપાદની પૌરૂષી હોય છે, ઉત્તરાફાલ્ગુની હસ્ત અને ચિત્રા એ ત્રણ નક્ષત્રો ચૈત્રમાસને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપ્ત કરીને એ ચૈત્ર માસને સમાપ્તિ તરફ લઈ જાય છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ગ્રીષ્મકાળના પહેલા ચૌદ અહોરાત્રને હસ્ત નક્ષત્ર બીજા પંદર અહોરાત્રને સ્વયં બાકીના છેલ્લા એક અહોરાત્રને ચિત્રા નક્ષત્ર સમાપ્તિ તરફ લઈ જાય છે. ચૈત્ર માસમાં બાર બાર આંગળથી કંઈક વધારે પૌરૂષી છાયાથી સૂર્ય દરરોજ પરા વર્તિત થાય છે. ચૈત્રમાસના છેલ્લા દિવસમાં ત્રણ પાદ પ્રમાણ પૌરૂષી થાય છે. પહેલું ચિત્રા વૈશાખ માસના પહેલા વિભાગના ચૌદ અહોરાત્રને સ્વાતી નક્ષત્ર બીજા પંદર અહોરાત્રને બાકીના છેલ્લા એક અહોરાત્રને વિશાખા નક્ષત્ર સમાપ્ત કરે છે. એમાસની આઠ આંગળની પૌરૂષી છાયા હોય છે, અંતના દિવસમાં બેપાદ અને આઠ આંગળ પૌરૂષી થાય છે. વિશાખા અનુરાધા અને જ્યેષ્ઠા આ ત્રણ નક્ષત્રો એ જેઠ માસને પૂરિત કરે છે. વિશાખા નક્ષત્ર જેઠ માસના પહેલા ચૌદ અહોરાત્રને પંદર અહોરાત્રને અનુ રાધા નક્ષત્ર છેલ્લા એક અહોરાત્રને જ્યેષ્ઠા નક્ષત્ર સમાપ્ત કરે છે. જેઠ માસમાં ચાર આંગળ અધિક પૌરૂષી છાયાથી સૂર્ય દ૨૨ોજ પરાવર્તિત થાય છે. અંતમાં ચાર આંગળ અધિક દ્વિપદા પૌરૂષી હોય છે. મૂળ, પૂર્વાિષાઢા અને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રો ગ્રીષ્મકાળના છેલ્લા અષાઢા માસને સમાપ્ત કરે છે, મૂલનક્ષત્ર અષાઢમાસના પહેલા ચૌદ દિવસોને બીજા પંદર અહોરાત્રીને પૂર્વાષાઢા નક્ષત્ર અને એક દિવસને ત્રીજું ઉત્તરાષાઢા નક્ષત્ર પૂરિત કરે છે. અષાઢ માસમાં વૃત્તાકાર સમતતુરસ ન્યગ્રોધ પરિ મંડળ સરખી મંડલાકાર રહેલ વસ્તુ પ્રકાશિકા છાયાથી સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત થાય છે. અષાઢમાસના અસ્મિત દિવસમાં દ્વિપાદથી અધિક પૌરૂષી હોય છે. પાહુડ-૧૦/૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જછાયાપૂર્ણ પાહુડપાહુડ - ૧૧ [૫૪-૫૫] કયા પ્રકા૨થી ચંદ્રનો ગમનમાર્ગ કહેલ છે ? હે ગૌતમ ! અભિજીત્ વિગેરે અઠ્યાવીસ નક્ષત્રોમાં એવા નક્ષત્રો છે કે જે સર્વદા ચંદ્રની દક્ષિણ દિશામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy