SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પુફિયાણ. ૧/૩ આપ્યો કે - કૂટાગારશાળાની જેમ તે દેવના શરીરમાં સમાઈ ગઈ. ગૌતમ સ્વામીએ ચંદ્રદેવનો પૂર્વભવ પૂછ્યો. હે ગૌતમ તે કાળે અને તે સમયે શ્રાવતિ નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું. અંગતિ ગાથાપતિ હતો યાવતુ આનંદ શ્રાવક જેવો હતો. તે કાળે તે સમયે શ્રી પાર્શ્વનાથ અરિહંત,પુરુષોને વિષે આદાન નામકર્મવાળા, તીર્થની આદિને કરનારા, નવહાથ ઉંચાઈવાળા, ૧૬૦૦૦ સાધુઓ અને ૩૮૦૦૦ સાધ્વીઓથી પરિવરેલા યાવતું કોષ્ઠક નામના ચૈત્યમાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષદા નીકળી. ત્યારપછી તે અંગતી ગાથાપતિએ આ વાત જાણી ત્યારે તે હર્ષ પામ્યો, તુષ્ટ થયો, હૃદયમાં આનંદ પામ્યો. યાવતું ભગવાનની પર્યાપાસના કરવા લાગ્યો. ભગવાનની પાસે ધર્મ સાંભળી હૃદયમાં ધારી હર્ષ પામી તે બોલ્યો કે - ' હે દેવાનુપ્રિય હું ધરે જઈ મારા મોટા પુત્રને કુટુંબના સ્વામી તરીકે સ્થાપના કરું, પછી હું દેવાનુપ્રિય એવા આપની પાસે આવી યાવતુ પ્રવજ્યા ગ્રહણ કરું એમ કહી ગંગ દપત્તીની જેમ તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયા. ત્યાર પછી તે અંગતી અનગારે શ્રી પાર્શ્વનાથ અરિહંતના વિરસાધુઓની પાસે સામાયિક વિગેરે અગ્યાર અંગનો અભ્યાસ કર્યો, ઘણા ચોથ ભક્ત વિગેરે વડે યાવતુ પોતાના આત્માને ભાવતા તેણે ઘણા વર્ષ સુધી ચારિત્રપયય પાળ્યો. પાળીને અર્ધ માસની સંલેખનાવડે ત્રીસ ભક્તને અનશનવડે છેદીને ચારિત્રની વિરાધના કરેલી હોવાથી મૃત્યુ સમયે મૃત્ય પામીને ચંદ્રાવતંસક વિમાનમાં ઉપાપત સભામાં દેવનીશયામાં દેવદૂષ્યની મધ્યે ચંદ્ર નામના જ્યોતિષેદ્રપણે ઉત્પન્ન થયો. પાંચ પયાપ્તિ વડે પર્યાપ્ત થયો. આહાર યાવતું મનઃ પયાપ્તિ હે ભગવન્! જ્યોતિષનો ઈદ્ર જ્યોતિષનો રાજા ચંદ્ર તે દેવલોકથી આયુષ્યના ક્ષયે ચવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! એક લાખ વર્ષ અધિક પલ્યોપમની સ્થિતિ ભોગવીને દીવ્ય દેવધિને પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, દીક્ષા ગ્રહણ કરી સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવન મહાવીરે પુષ્પિકા ઉપાંગના પહેલાં અધ્યયનો આ નિક્ષેપ કહ્યો છે. | અધ્યયન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૨-સૂર્ય) [૪] હે ભગવન! જો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવત્ પુષ્પિકા ઉપાંગ ના પહેલા અધ્યનનો યાવતુ આ અર્થ કહ્યો, તો હે ભગવન્! પુષ્પિકા ઉપાંગના બીજા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિક્ષે હે જંબૂ ! કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. એકદા તે ચૈત્યમાં મહાવીરસ્વામી સમવસર્યા. ત્યાં ચંદ્રની જેમ સૂર્યદવ પણ આવ્યો, યાવતુ નૃત્યવિધિને દેખાડીને તે પાછો પોતાને સ્થાને ગયો. પછી ગૌતમસ્વામીએ તેના પૂર્વભવનો પ્રશ્ન કર્યો. ત્યારે ભગવાન બોલ્યા કે-શ્રાવતિ નામની નગરી હતી. તેમાં સુપ્રતિષ્ઠ નામનો ગાથાપતિ હતો. તે ઋદ્ધિવાળો હતો અને અંગતિની જેમ વિચરતો. હતો. એકદા શ્રી પાર્શ્વનાથસ્વામી ત્યાં સમવસર્યા. તેમની પાસે તે સુપ્રતિષ્ઠિત ગાથા પતિએ અંગતિની જેમ પ્રવજ્યા ગ્રહણ કરી. તે જ પ્રમાણે ચારિત્રની વિરાધના કરી સૂર્યપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવી યાવતું મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી ચારિત્ર ગ્રહણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy