SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વારો-૧ ૧૦૭ ભૂમિભાગ છે તે સમરમણીય છે. મંદગ મુખ પટ જેવું બહુસમ રમણીય હોય છે ઈત્યાદિ રૂપથી તથા યાવત્ નાના પ્રકારના પંચવર્ણોપેત મણિઓથી તે શોભિત છે. હે ભદંત ! જંબુદ્રીપ નામદ્વીપમાં સ્થિત ભરતક્ષેત્રના મધ્યમાં પડતા વૈતાઢ્ય પર્વતના કેટલા શિખરો છે ! નવ કૂટ-શિખરો છે. સિદ્ધાયતનકૂટ દક્ષિણાદ્ધ ભરતકૂટ. ખંડપ્રપાતગુફાકૂટ, માણિભદ્રકૂટ, વૈતાઢ્યકૂટ, પૂર્ણભદ્રકૂટ, મિસ્રગુહાકૂટ, ઉત્તરાર્ધભરતકૂટ, વૈશ્રવણકૂટ. [૧૪] જે સિદ્ધાયતન નામક ફૂટ છે તે કયા ભાગમાં આવેલ છે ? હે ગૌતમ ! પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રની પશ્ચિમદિશામાં તેમજ દક્ષિણાર્દ્ર ભરતકૂટની પૂર્વ દિશામાં જંબુદ્રીપ સ્થિત ભરતક્ષેત્રના મધ્યમાં આવેલ વૈતાઢ્ય પર્વતની ઉપર સિદ્ધાયતન ફૂટ છે. આ સિદ્ધાયતન ફૂટ એક ગાઉ ૬ યોજન જેટલો ઊંચો છે. મૂલમાં આનો વિસ્તાર એક ગાઉ સહિત ૬ યોજન જેટલો છે. મધ્યમાં આનો વિસ્તાર કંઈક ન્યુન પાંચયોજન જેટલો છે. ઉર્ધ્વભાગમાં આનો વિસ્તાર ત્રણ યોજન તેમજ કંઇક વધારે અધગાઉ જેટલો છે. મૂલમાં આની પિરિધ કંઈક કમ ૨૨ યોજન જેટલી છે. મધ્યભાગમાં આની પરિધિ કંઈક કમ ૧૫ યોજન જેટલી છે. ઉપરની એની રિધિ કંઈક વધારે નવ યોજન જેટલી છે. તે સિદ્ધાયતન ફૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. તે મૃદંગ મુખવત્ બહુસમ છે. યાવત્ અહીં અનેક વ્યંતર દેવ આદિ પોતાના સમયને આનંદ પૂર્વક પસાર કરે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બરાબર મધ્યમાં એક વિશાળ સિદ્વાયતન આવેલ છે. સિદ્ધાયતન લંબાઈમાં એક ગાઉ જેટલું છે અને વિસ્તાર માં અતિ ગાઉ જેટલું છે, કંઈક કમ એક ગાઉ જેટલું ઉંચું છે. આ અનેકસો થાંભલાઓની ઉપર સ્થિત છે. દરેક સ્તંભની ઉપર નિપુણ શિલ્પકારો વડે નિર્મિત વજ્ર વેદિકાઓ અને તોરણો છે તથા શ્રેષ્ઠ અને નેત્ર મનને હર્ષિત કરનારી શાલભંજિકાઓ બનેલી છે. સિદ્ધાયતનના વૈસૂર્ય રત્નનિર્મિત સ્તંભો છે. તે સુશ્લિષ્ટ છે. લષ્ટ-સંસ્થિત સુંદર આકાર વાળા છે, તેમજ પ્રશસ્ત છે અને વિમલ નિર્મલ છે. ભૂમિભાગ છે તે અનેક મણિયોથી સ્વર્ણોથી અને રત્નોથી ખચિત છે. એથી તે ઉજ્જવલ છે અને અત્યંત સમ છે. તેમજ અહીં ઈહામૃગ વૃક, વૃષભ, બળદ તુરંગ અશ્વ, નર મનુષ્ય, મગર,-પક્ષી,-સર્પ, કિન્નર યાવત્ પદ્માલતા કુલિની આ સર્વના ચિત્રો બનેલા છે. એથી આ સિદ્ધાયતન અદ્ભુત જેવું લાગે છે. કંચન સુવર્ણ મરકત વગેરે મણિ આદિ વૈસૂર્ય આદિ રત્નોથી તેનું શિખર બનેલું છે. દિવાલો -ચૂના વગેરેથી ધોળેલી રહે છે યાવત્ ધ્વજાઓ એની ઉપર લહેરાતી રહે છે. તે સિદ્ધાયતનના ત્રણ દ્વારો ત્રણ દિશાઓમાં આવેલાં છે. એ દ્વારો ૫૦૦ પાંચસો ધનુષ જેટલાં ઉંચાં છે. ૨૫૦ અઢીસો ધનુષ જેટલા વિસ્તાર વાળા છે. તેમજ એટલો એમનો પ્રવેશ છે. એ દ્વા૨ો શ્વેત છે અને એમનાં શિખરો શ્રેષ્ઠ સુવર્ણ નિર્મિત છે. તે સિદ્ધાયતનનો અંદરનો ભૂમિભાગ બહુસમરમણીય છે, તે ભૂમિ ભાગમૃદંગ મુખપુટવત્ બહુસમ છે. તે સિદ્ધાયતન ના બહુમધ્ય દેશભાગમાં એક વિશાળ દેવચ્છેદક છે. આ દેવચ્છેદક ઊંચાઈમાં પાંચસો ધનુષ પ્રમાણ છે તેમજ સર્વાત્મના રત્નમય છે. દેવચ્છંદકમાં જિનોત્સેધ પ્રમાણ પ્રમિત ૧૦૮ જિન-અરિહંતની પ્રતિમાઓ વિરાજમાન છે, આ ૧૦૮ જિન પ્રતિમાઓ નું વર્ણન વગેરે જીવાજીવા ભિગમ સૂત્રાનુ સાર જાણવું. [૧૫-૧૮] હે ભદંત વૈતાઢ્ય પર્વત પર દક્ષિણાર્દ્ર ભરત નામે કૂટ કયાસ્થળે આવેલ છે. હે ગૌતમ ! ખંડપ્રપાત ફૂટની પૂર્વદિશામાં વૈતાઢ્ય પર્વત સંબંધી દક્ષિણાર્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy