SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વફખારો-૧ ૧૦૫ દિશામાં જંબૂદ્વીપસ્થ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય નામે પર્વત છે. આ વૈતાઢ્ય પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોડો છે. બે બાજુથી આ લવણ સમુદ્રને સ્પર્શી રહ્યો છે. ઊંચાઈ ૨પ યોજન જેટલી છે. આનો ઉધ એક ગાઉ અધિક ૬ યોજન જેટલો છે. તેમજ વિસ્તાર ૫૦ યોજન જેટલો છે. આ વૈતાઢ્ય પર્વતની વાહા-દક્ષિ ણથી ઉત્તર સુધીની આડી અકાશ પ્રદેશ પંક્તિપૂર્વ અને પશ્ચિમ દિશામાં ૮૪ યોજના જેટલી છે અને એક યોજનના ૧૯ભાગોમાંથી ૧ ભાગ પ્રમાણે છે તે વૈતાદ્યની જીવા ઉત્તરદિશામાં પૂર્વથી પશ્ચિમદિશા સુધી લાંબી છે તેમજ બે રીતે લવણ સમુદ્રને સ્પર્શ કરે છે. આની લંબાઈ ૧૦૭૨૦ યોજન જેટલી છે અને ૧ યોજનના ૧૯ ભાગોમાંથી ૧૨ ભાગ, પ્રમાણ જેટલી છે. તે જીવાના દક્ષિણ દિભાગમાં વૈતાઢ્ય પર્વતનું ધનુષ્પષ્ઠ ૧૦૭૪૩ યોજન જેટલું અને ૧ યોજન ના ૧૯ ભાગોમાંથી ૧પ ભાગ પ્રમાણ જેટલું છે. તે વૈતાઢ્યનો. આકાર રુચક-જેવો છે. આ વૈતાઢ્યપર્વત સવત્મિના રજતમય છે અને અચ્છ વિગેરે વિશેષણથી માંડીને પ્રતિરૂપક સુધીના વિશેષણોથી યુક્ત છે. વૈતાઢ્ય પર્વત બને બાજુએથી બે પદ્મવર વેદિકાઓને સ્પર્શી રહેલ છે. બન્ને તરફ બે વનખંડો છે. પદ્મવર વેદિકાઓ મણિમય પદ્મની બનેલી છે તેમજ વનણંડ અનેક જાતીય ઉત્તમ વૃક્ષ સમૂહથી યુક્ત એ પદ્મવર વેદિકાઓ બબ્બે ગાઉ જેટલી ઊંચી છે અને પ00, ૫૦૦ ધનુષ જેટલી પહોડી છે વૈતાઢ્ય પર્વતની પશ્ચિમ અને પૂર્વ દિશામાં બે ગુફાઓ કહેવાય છે. એ ઉત્તર અને દક્ષિણ સુધી લાંબી છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી પહોડી છે. એમાંથી દરેકની લંબાઈ પ0 યોજન જેટલી છે. અને વિસ્તાર ૧૨ યોજન જેટલો છે. એમાંથી દરેકે દરેકની ઊંચાઈ ૯ યોજન જેટલી છે એ ઓ બન્ને વજય કપાટોથી આચ્છાદિત રહે છે. ત્યાં પ્રવિષ્ટ થવું બહુજ દુષ્કર કાર્ય છે. એમાં ગાઢ અંધકાર વ્યાપ્ત છે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, તેમજ નક્ષત્રોનો ત્યાં પ્રકાશ પહોંચતો નથી. અને ગુફાઓ અચ્છથી માંડીને પ્રતિ રૂપ સુધીના વિશેષણોથી યુક્ત છે. એ ગુફાઓના નામ તમિસ્ત્ર ગુફા અને ખંડ પ્રપાત ગુફા છે. એમાંથી દરેક ગુફામાં બે દેવો રહે છે. એઓ વિમાન પરિવાર આદિ રૂપથી મહા ઋદ્ધિના સ્વામી છે. મહાદ્યુતિવાળા છે, મહાબળવાન છે. મહાયશવાળા છે. મહાસુખ શાલી છે, મહા પ્રભાવ સંપન્ન છે. આ દેવોનાનામો કતમાલક અને નૃત્યમાલક છે. આમાંથી જે કૃતમાલક દેવ છે તે તમિસ્ત્રગુફાનો અધિ પતિ છે. અને નૃત્યમાલક છે. તે ખંડપ્રપાત ગુફાનો અધિપતિ છે. એ વનખંડોનો ભૂમિ ભાગ બહુસમ છે અને ખૂબજ રમણીય છે. વૈતાઢ્ય પર્વતના બન્ને પાર્શ્વભાગોમાં દશ યોજન ઉપર જઈને વિદ્યાધરોની બે શ્રેણી પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એમાંથી દરેકનો વિસ્તાર દશ દશ યોજન જેટલો છે અને દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. એઓ બન્ને વિદ્યાધર શ્રેણીઓ પોતાના બન્ને પાર્થભાગમાં દક્ષિણથી અને ઉત્તરથી બબ્બે પાવરવેદિકાઓથી અને વનખંડોથી પરિવેષ્ઠિત છે, એ જ પદ્મવર વેદિકાઓ અદ્ધ અદ્ધ યોજન જેટલી ઊંચાઈ વાળી છે. અને પાંચસો પાંચસો ધનુષની જેટલી વિસ્તાર વાળી છે. તથા આમાંથી દરેકની લંબાઈ પર્વતની લંબાઈ જેટલી છે. વિદ્યાધર શ્રેણીઓનો આકારભાવ પ્રત્યવતાર-સ્વરૂપ વિષે શું કહ્યું છે ? હે ગૌતમ ! વિદ્યાધર શ્રેણીઓનો ભૂમિભાગ બહુસમ-છે-એથી રમણીય છે. તે મૃદંગના મુખવત બહુસમ છે. યાવતું તે અનેક જાતના પંચવણોથી યુક્ત મણિઓ તેમજ તૃણોથી ઉપશોભિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy