________________
૮૭
પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર એ પાંચ વર્ણવાળા તૃણો અને મણિયોમાં જે કૃષ્ણ વર્ણવાળા તૃણ અને મણિયો છે, તેનો વણવાસ-વર્ણન્યાસ જલથી ભરેલા વાદળા જેવા કાળા હોય છે, જેવું કાળું સૌવીરાંજન અથવા એ નામનું રત્ન વિશેષ હોય છે, ખંજન દીવાનો મેલ-મશ જેવો કાળો હોય છે. કાજળ જેવું કાળું હોય છે, મસીની ગુટિકા- જેવી કાળી હોય છે. ભેંસનું સીંગ જેવું કાળું હોય છે જેવી કાળી ગવલગુટિકા હોય છે. જેવો કાળો ભમરો હોય છે, કાગડાનું બચ્યું જેવું કાળું હોય છે. જેવી રીતે મેઘ વિગેરેને કાળા વર્ણવાળા વાતાવ્યા છે. તેવા પ્રકારની કાળાશવાળા એ તૃણ અને મણિયો કરતાં પણ ઘણીજ વધારે કાળાશ છે. અને એ કાળાશવાળી જેવાવાળાને અરૂચિકર હોતી નથી. પરંતુ અત્યંત સોહામણીજ લાગે છે. મનોજ્ઞતરજ છે ત્યાં જે નીલ વર્ણવાળા તૃણો અને મણિયો કહેલા છે તે ભૃગ જેવો નીલ વર્ણનો હોય છે, કે ભંગપત્ર જેવુંનીલ, ચાલપક્ષી જેવું નીલ હોય, પોપટ જેવા નીલા રંગનો, કબૂતરોની ગ્રીવા જેવી લીલી હોય છે, નીલકમળ જેવું લીલું હોય છે. એ તૃણો અને મણિયોનો જે લીલો વર્ણ છે તે ભૂંગ-ભરમ વિગેરેના કરતાં ઘણો વધારે ઈષ્ટતર, કાંત તરક, અને મનોજ્ઞતરક તથા મનામતરક હોય છે, ત્યાં જે લાલ વર્ણવાળા તૂણો અને મણિયો કહ્યા છે. મનુષ્યનું લોહી જેવું ઘેટાનું લોહી જેવું, વરાહ ભુંડનું લોહી, વષકાલની સંધ્યા સમયનો રંગ જેવો લાલ હોય છે. લોહિતાક્ષમણિ જેવું લાલ હોય છે, કમિરગ જેવો લાલ હોય છે, લાલ કમળનો રંગ જેવો હોય છે, એ લાલ તૃણો અને મણિયોનો લાલ રંગ તેથી પણ વધારે ઈષ્ટતર અને કાંતતર છે. એ તૃણો અને મણિયોમાં ત્યાં જે પીળા વર્ણના તૃણો અને મણિયો છે, તેનો વર્ણવાસા સુવર્ણ ચંપક વૃક્ષ જેવું પીળું હોય છે, સવર્ણ ચંપક વૃક્ષની છાલ જેવી પીળી હોય છે, હળદરની ગોળી જેવી પીળી હોય છે. હરિતાલનો ખંડ જેવો, શ્રેષ્ઠ સોનું જેવું પીળું હોય છે.-વાસુદેવ કૃષ્ણનું વસ્ત્ર જેવું પીળું, કોરંટક પુષ્પોની માળા જેવી પીળી હોય છે, આ ત્યાંના તૃણો અને મણિયોનો વર્ણ એવી ચમ્પકાદિના પીળા વર્ષ કરતાં એ તૃણો અને મણિયોનો પીળો વર્ણ ઈષ્ટતર છે. કાન્તતર છે. પ્રિયતર છે. મનોજ્ઞતર છે. અને મનોડમતર છે, ત્યાંના એ તૃણો અને મણિયોમાં જે વેત વર્ણના તૃણો ને મણિયો છે, એની ધોળાશ આ પ્રમાણેની છેઅંક રત્ન જેવું સફેદ હોય છે, શંખ જેવો ધોળો હોય છે, ચંદ્રમાનાં વર્ણ જેવો સફેદ હોય છે, દહીં જેવું સફેદ હોય છે, ક્ષીરપુર દૂધનો સમૂહ જેવો સફેદ હોય છે, ચાંદીના બનાવેલ કંકણ- જેવી સફેદ હોય છે, ચોખાનો લોટ જેવો સફેદ હોય છે, મૃણાલિકા બિસતનુ જેવા સફેદ હોય છે, સિંદુવાર પુષ્પોની માળા જેવી સફેદ હોય છે, ધોળી કરેણનું પુષ્પ જેવું સફેદ હોય છે, એ તૃણો અને મણિયોનો એ સફેદ વર્ણ આ ઉપર કહેવામાં આવેલ અંક વિગેરેની શ્વેતાથી પણ વધારે ઈષ્ટ વધારે પ્રિય વધારે કાંત વધારે મનોજ્ઞ અને વધારે મનોડમ કહેવામાં આવેલ છે.
હે ભગવનું ત્યાંના તૃણો અને મણિયોનો ગંધ કેવો હોય છે ? જેવી ગંધ-વાસ કોષ્ટપુટ નામના ગંધ દ્રવ્યની હોય છે. જેવી ગંધ પત્ર પુટોના મર્દન કરવાથી ઉત્પન્ન થયેલ પરિમલના પુત્રોની હોય છે. તગર પુટોની જેવી ગંધ હોય છે, ચંદનના રૂટોની જેવી ગંધ હોય છે, જેવી ગંધ દમનકના પુટોની હોય છે. મલ્લિકા મોગરાના પુષ્પ પંટોની જેવી ગંધ હોય છે, કેવડાના પુત્રોના જેલી ગંધ હોય છે આ બધાજ પુરોની ગંધ જ્યારે અનુકૂળ વાયુ વાતો હોય અને આ સઘળા ગંધ પુટો એ સમયે ઉઘાડવામાં આવેલ હોય તેગંઘપુટોને અતિશય પણાથી તોડવામાં આવતા હોય. ખાંડણિયા વિગેરેમાં ખાંડવામાં આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org