SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ , પ્રતિપત્તિ-૩, તિર્યંચ ઉદેસો-૧ ભુજપરિ સપના પર્યાયથી ચ્યવીને તેઓ સીધા નીચેની બીજી શર્કરપ્રભા પૃથ્વી સુધી જાય છે. અને ઉપરમાં સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે. આ ભુજ પરિસપોની કુલ કોટિ નવ ૯ લાખ હોય છે. બાકીના લેશ્યા દ્વાર વિગેરે ભુજ પરિસર્પોના સંબંધના કથન પ્રમાણે જ છે. ઉરસ્પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોનો યોનિસંગ્રહ કેટલા પ્રકારનો છે ? ભુજપરિસપોનો યોનિસંગ્રહ પ્રમાણે સમજવો. અહિંયા ઉર પરિસર્પોની સ્થિતિ જધન્ય થી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પ્રમાણની છે. તે મરીને પાંચમી નરક પૃથ્વી સુધી જાય છે. તેઓની કુલ કોટી દસ લાખની છે. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિયંગ્યો નિકોનો યોનિ સંગ્રહ બે પ્રકારનો છે. જરાયુજ અને સંમૂચ્છિમ. જરાયુજ ત્રણ પ્રકારના હોય છે. સ્ત્રી, પુરૂષ, અને નપુસંક તેમાં જેઓ સંમૂર્છાિમ જીવો હોય છે, તેઓ નિયમથી નપુસંકજ હોય છે. ચતુષ્પદ સ્થલચર જીવોને કૃષ્ણલેશ્યા હોય છે અહિંસા દષ્ટિદ્વાર વિગેરે દ્વારોનું કથન પક્ષિઓના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું. સ્થિતિદ્વાર અને ઉદ્વર્તના દ્વારના કથનમાં જુદાપણું કહેલ છે. તેઓની સ્થિતિ જધન્યથી એક અંતમુહૂતની કહી છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. તેઓ મરીને સીધા નીચે ચોથી ધૂમપ્રભા પૃથ્વી સુધી જાય છે. તેઓની કુલકોટી દસ લાખ છે, જલચર પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવોને યોનિસંગ્રહ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યાનિકો મુજબ જાણવો જલચરોમાંથી નીકળેલા જીવો સાતમી તમતમાં પૃથ્વી સુધી જાય છે, જલચ રોની કુલ કોટી સાડા બાર લાખની છે. ચાર ઈદ્રિયોવાળા જીવોની નવ લાખ કુલ કોટી હોય છે. ત્રણ ઈદ્રિયોવાળા જીવોની આઠ લાખ કુલ કોટી છે. બે ઈદ્રિયોવાળા જીવોની સાત લાખ કુલકોટી છે. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. [૧૩૨]હે ભગવનું ગંધ કેટલા કહેવામાં આવેલ છે હે ભગવન્! ગંધશત કેટલા છે ? હે ગૌતમ ગંધાંગ સાત પ્રકારનાં કહેવામાં આવેલ છે. અને ગંધાંગશત સાતસો કહેલા છે. હે ભગવનું પુષ્પોની કુલ કોટિયો કેટલા લાખની કહેવામાં આવેલ છે? પુષ્પોની સોળ લાખ કુલ કોટીયો છે. જલમાં ઉત્પન્ન થવાવાળા કમળોની ચાર લાખ, સ્થળમાં ઉત્પન્ન થવાવાળા કોરંટ વિગેરે પુષ્પોની ચાર લાખ કુલકોટિયો. તથા ચાર લાખ મહા ગુલ્મિક વિગેરેના પુષ્પોની કુલ કોટી જાતિના ભેદથી હોય છે. વેલો પુષ્પ વિગેરેના મૂળ ભેદોથી ચાર પ્રકારની કહેવામાં આવી છે. મૂળ લતાના આઠ ભેદ કહ્યા છે. અને એક એક લતાના સો સો ભેદો અવાન્તરજાતીના ભેદથી કહેવામાં આવ્યા છે. હરિતકાય ત્રણ કહ્યા છે. જેમકે જલજ, સ્થલજ, અને ઉભયજ એક એક હરિતકાયના સો સો અવાન્તર ભેદો કહેવામાં આવ્યા છે. વંતાક વિગેરે જે ફળો છે, તે એક હજાપ્રકારના છે. નાલબદ્ધ ફળ પણ એક હજારપ્રકારના છે. આ બધા ભેદો અનેઆના જેવાજે હરિતકાયના બીજા ભેદો છે, તે બધાજ હરિતકામાં ગણવામાં આવેલા છે. વારંવાર અર્થના બોધ સાથે વિચાર કરતાં કરતાં તથા બીજાઓ દ્વારા સૂત્ર પ્રમાણે સમજીને વારંવાર અથલોચન રૂપ અનુપ્રેક્ષા દ્વારા વિચાર કરતાં કરતાં યુક્તિ પ્રયુક્તિયો દ્વારા સારી રીતે ભવિત કરવામાં આવ્યેથી તેઓના સંબંધમાં એમજ જણાય છે, કે આ હરિતકાય વિગેરે જીવો સ્થાવર કાય, અને ત્રસકાય આ બે જ કાયોમાં અંતર્ભત થઈ જાય છે. એક વાત સૂત્રપાઠથી પ્રગટ કરવા માં આવેલ છે. આ પ્રકારના કથનથી ત્રસ અને સ્થાવરોની યોનિયોની પૂવપર ગણના કરવાથી સઘળા જીવોની ચોર્યાશીલાખ યોનિયો થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy