________________
પ્રતિપત્તિ-૩, નૈરયિક ઉકેસો-ર
૫૫ આવનાર સ્વરૂપ વાળા પાંચ મહાપુરૂષ અનુત્તર એટલે કે જેનાથી વધારે બીજો કોઈ દડ ન હોય એવા તે દંડ સમદાનોના પ્રભાવથી અથતુ કમની સર્વોત્કૃષ્ટ સ્થિતિ અને સર્વોત્કૃષ્ટ અનુભાગબંધ કરાવવાવાળા પ્રાણિહિંસા વિગેરેના અધ્યાવસાય રૂપ કારણોના પ્રભાવથી મૃત્યુ ના અવસરે મરણ પામીને તે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસ માં ઉત્પન્ન થયા છે. જે પાંચ મહા પુરૂષો ઉત્પન્ન થાય છે. તેઓ ના નામો આ પ્રમાણે છે. જમદગ્નિના પુત્ર રામ-પર શુરામ. લચ્છાતિનો પુત્ર દઢાયુ. ઉપરિચર વસુરાજ, કૌરવ્ય સુભૂમ અને ચુલનીનો પુત્ર બ્રહ્મદત્ત. આ બધા નારક જીવો ત્યાં કાળા વર્ણવાળા ઉત્પન્ન થયા. યાવતું અત્યંત કઠણ આવા પ્રકારની વેદનાનો અપ્રતિષ્ઠાન નામના નરકમાં અનુભવ કરે છે.
" હે ભગવનું જે નરકોમાં ઉણવેદનાનો અનુભવ થાય છે, તે નરકોમાં નૈરયિક જીવો કેવી ઉષ્ણ વેદનાનો અનુભવ કરે છે ગૌતમ ! જેમ કોઈ લુહારનો પુત્ર હોય અને તે યુવાન હોય શારીરિક સામર્થ્યથી યુક્ત હોય, સુષમ સુષમ વિગેરે કાળમાં ઉત્પન્ન થયેલ હોય, અલ્પ આતંક વાળો હોય જેના બન્ને હાથો સ્થિર હોય જેના પગ બને પડખાં અને પૃષ્ઠ ભાગ તથા બને જાંઘો ખૂબ જ મજબૂત હોય, જે બે તાડના ઝાડ જેવા સરળ અને લાંબા તથા પુષ્ટ હાથોવાળા હોય જેના બન્ને ખભાઓ પુષ્ટ અને ગોળ હોય જેનું શરીર ચામડાના ચાબુકના પ્રહારોથી, મુગરોના પ્રહારોથી અને મુષ્ટિકાઓના પ્રહારોથી ખૂબજ પરિપષ્ટ થયેલ હોય એવા આન્તરિક ઉત્સાહ અને વીર્યથી યુક્ત હોય, નિપુણ હોય દક્ષ હોય, મિત ભાષી હોય, દરેક કાર્યોમાં પૂર્ણપણાથી કુશળતા પ્રાપ્ત થઈ ચૂકી હોય, એવો તે લુહારપુત્ર ઘણા જ ભારે લોખંડના ગોળાને પાણીથી ભરેલા એક નાના ઘડાની માફક લઈને વારંવાર અગ્નિમાં તપાવે વારંવાર હથોડાથી કૂટે તેને કાપે તેનું ચૂર્ણ બનાવે ઓછામાં ઓછા એક દિવસ બે દિવસ, અને ત્રણ દિવસ સુધી અને ઉત્કૃષ્ટથી પંદર દિવસ સુધી તેને ઠંડો પાડવા રાખી મૂકવામાં આવે. પછી તે ગોળાને લોખંડની સાણ સીથી પકડીને અસત્કલ્પનાથી ઉષ્ણ વેદનાવાળા નારકોમાં રાખવામાં આવે અને વિચાર કરે કે હું આને હમણાં જ મટકું મારે તેટલામાં જ ઉઠાવી લઈશ તેટલામાંજ તે ગોળો
ત્યાં ટુકડે ટુકડાના રૂપમાં થયેલો તેને નજરમાં આવે છે. અથવા સર્વથા ગળતો પીગળતો દેખાય અથવા તો ભસ્મ રૂપ અવસ્થાને પ્રાપ્ત થયેલ છે તેની નજરમાં આવે છે. એવી અધિક ઉષ્ણતા તે ઉષ્ણવેદનાવાળા નારકોમાં છે. મદોન્મત્ત હાથી હોય તે સાઈઠ વર્ષનો હોય અને જ્યારે પહેલા શરદુ કાળ સમયમાં નિદાઘ ગ્રીષ્મ ઋતુના ચરમ કહેતાં અન્તિમ સમયે તાપથી તપીને સૂર્યના તીક્ષ્ણ તડકાથી પરાભવ પામીને તરશથી વ્યાકુળ થઈ જાય છે. જેના ગળું અને તાળવું બને સૂકાઈ ગયા હોય, અને અસાધારણ તરસની વેદનાથી જે વારંવાર તડફડતો રહે છે, શારીરિક સ્થિરતા વિનાનો બની ગયો હોય, શરીર પોતાના ભારને વહન કરવામાં ગ્લાનીનો અનુભવ કરવા લાગ્યું હોય, તે અવસ્થામાં જ્યારે એક મોટી પુષ્કરિણીને દેખે છે, કે જેના ચાર ખૂણાઓ છે. કે જે પુષ્કરિણી અંદર પ્રવેશ કરવા. સુખ પૂર્વક જઈ શકાય તેવા હોય તેમજ ક્રમશઃ જે ઉંડી થતી ગઈ હોય અને જલસ્થાન જેનું ઘણું જ ગંભીર છે, અને તેથી જ જેનું પાણી ઘણું જ ઠંડુ રહેતું હોય, જેની અંદરનું પાણી કમલ પત્ર અને મૃણાલથી ઢંકાઈ રહ્યું હોય, વાવડીના રમણીય કમળોની ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હોય, સ્વચ્છ અને નિર્મળ પાણી જેમાં ભરેલું પક્ષિયોના અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org