SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩. પ્રતિપત્તિ-૩, નૈરયિક ઉદ્દેસી-૨ હોય છે નીલલેશ્યા અને કાપોતલેયા, કાપોત લેશ્યા વાળા વધારે છે, નીલ ગ્લેશ્યાવાળા થોડા છે. પંકપ્રભા પૃથ્વીના નારકોને કેવળ એક નીલ લેશ્યાજ હોય છે. તે ત્રીજી પૃથ્વીની નીલ ગ્લેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધ હોય છે. ધૂમ પ્રભા પૃથ્વીના નૈરયિકોને બે વેશ્યાઓ કહી છે. કૃષ્ણલેશ્યા અને બીજી નીલલેશ્યા નીલ લેશ્યાવાળા વધારે હોય છે. કૃષ્ણલેશ્યા વાળા ઓછા હોય છે. તમપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં એક કૃષ્ણ લેશ્યા જ હોય છે આ કૃષ્ણ લેશ્યા ધૂમપ્રભા પૃથ્વીમાં કહેલી કૃષ્ણ વેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધતર હોય છે. અધસપ્તમી પૃથ્વીના નારકોને કેવળ એક પરમ કૃષ્ણ લેશ્યાજ હોય રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા નૈરયિકો કેવી દષ્ટિવાળા હોય છે ? પહેલી પૃથ્વીમાં રહેલા નૈરયિકો સમ્યગુ દષ્ટિવાળા પણ હોય છે, મિથ્યા દષ્ટિવાળાપણ હોય છે, અને મિશ્ર દષ્ટિવાળા પણ હોય આજ પ્રમાણેનું અધઃસપ્તમી પૃથ્વી સુધીના સમજવું હે ભગવનુ આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે? જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે જે જ્ઞાની હોય છે, તેઓ નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાની જેઓ અજ્ઞાની હોય છે, તેઓ નિયમથી કેટલાક બે અને કેટલાંક ત્રણ ત્રણ અજ્ઞાનવાળા હોય છે, જે નારકો બે અજ્ઞાન વાળા છે, તે નિયમથી જ મતિઅજ્ઞાનવાળા અને શ્રુત અજ્ઞાનવાળા છે. ત્રણ અજ્ઞાન વાળા છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાન શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન વાળા હોય છે. આજ પ્રમાણે તમસ્તમપ્રભા પૃથ્વીના નારક માટે સમજવું હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કયા યોગવાળા હોય છે ? ત્રણે યોગવાળા હોય છે. આજ પ્રમાણે સાતમી પૃથ્વી સુધીના સમજવું હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો અવધિ જ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે, અને કેટલા ક્ષેત્રને દેખે છે ગૌતમ ! ઓછામાં ઓછા સાડાત્રણ ગાઉ સુધીના પદાર્થોને અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉ સુધીના પદાર્થોને જાણે છે. શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકો અવધિજ્ઞ નથી ઓછામાં ઓછા ત્રણ ગાઉ સુધીના પદાર્થોને જાણે છે. એ આ પ્રમાણે અધ સપ્તમી પૃથ્વી સુધી અધ અધ ગાઉ ઓછા કરતા જવું જોઈએ. એ રીતે સાતમી પૃથ્વીના નૈરયિકો જધન્યથી અગાઉ સુધી અને ઉત્કૃષ્ટ થી એક ગાઉ સુધીના પદાર્થોને પોતાના અવધિજ્ઞાન થી જાણે છે. હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોને કેટલા સમુદ્દઘાતો કહેવામાં આવ્યા ચાર સમુદ્યાતો કહેવામાં આવ્યા, વેદનાસમઘાત, કષાયસમુદ્યાત. માર ણાન્તિક સમુઘાત અને વૈક્રિય સમુદ્યાત. આ પ્રમાણે યાવતુ તમ રસ્તનાપ્રભાના નારક જીવો સધી જાણવું. [૧૦] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો કેવા પ્રકારની ભૂખ અને તરસનો અનુભવ કરે છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની અસતુ કલ્પના કરીને સઘળા પુદ્ગલીને અને સઘળા સમુદ્રોને મુખમાં જો નાખવામાં આવે તો પણ તૃપ્ત થતા નથી તરસ-રહિત પણ થતા નથી. આજ પ્રમાણે ભૂખ અને તરસ કથન સાતમી પૃથ્વી સુધીના નૈરયિકોના સંબંધમાં સમજી લેવું હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કેટલા રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે? ગૌતમ ! રત્નપ્રભા ના દરેક નૈરયિક એક રૂપની વિક વણા કરવામાં સમર્થ છે. અને અનેક રૂપોની વિકર્વણા કરવામાં સમર્થ છે.જ્યારે તે નારકો એક રૂપની વિદુર્વણા તેઓ એક વિશાળ મુદુગરની પણ વિદુર્વણા કરી શકવામાં સમર્થ હોય એ જ પ્રમાણે મુસુંઢિ કરવતની શક્તિરૂપ શસ્ત્ર ની, ચક્રની, નારાચ બાણની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy