________________
પદ-૨૮, ઉદ્દેસા-૧
૩૮૯ હોય. એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ અસુરકુમારોને પણ કહેવું. તેમાં જે આભોગનિવર્તિત-છે તે સંબંધે તેઓને જઘન્યથી ચતુર્થ ભક્ત-ઉત્કૃષ્ટ કંઇક અધિક એક હજાર વરસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. સામાન્ય કારણને આશ્રયી વર્ણથી હારિદ્ર અને શુક્લ, ગંધથી સુગંધી, રસથી ખાટા અને મધુર રસવાળા અને સ્પર્શથી મૃદુ લઘુસ્નિગ્ધ અને ઉષ્ણ પુદ્ગલો તથા તેઓના પૂર્વના વર્ણગુણનો વિપરિણામ કરી, વિધ્વંસ કરી યાવતુ સ્પર્શેન્દ્રિયપણે યાવતુ મનોહરપણે ઇચ્છનીયપણે અભિલષિતપણે ઊર્ધ્વપણેલઘુપણે પણ ભારેપણે નહિ, સુખરૂપે પણ દુખરૂપે નહિ એવો તેઓને વારંવાર પરિણામ થાય છે. બાકી બધું નૈરયિકોની પેઠે સમજવું. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારોને જાણવું. પરન્તુ ઈચ્છાપૂર્વક આહાર સંબંધે ઉત્કૃષ્ટ દિવસપૃથક્વે-આહારની ઈચ્છા ઉત્પન્ન થાય.
પિપ૪] હે ભગવન્! પૃથિવીકાયિકો આહારની ઈચ્છાવાળા હોય? હા, આહાર ની ઇચ્છાવાળા હોય. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા કાળે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેને પ્રતિસમય નિરંતર આહારની ઇચ્છા હોય છે. હે ભગવનું ! પૃથિવીકાયિકો શેનો આહાર કરે છે ? એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ કહેવું. યાવતુ કેટલી દિશાથી આવેલાં પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે ? હે ગૌતમ ! વ્યાઘાત-છ દિશાથી આવેલાં અને વ્યાઘાતને આશ્રયી કદાચ ત્રણ દિશાથી આવેલાં, કદાચ ચાર દિશાથી આવેલાં અને કદાચ પાંચ દિશાથી આવેલાં પુદ્ગલો દ્રવ્યોનો આહાર કરે છે. પરંતુ અહીં સામાન્ય કારણ કહેવાનું નથી. વર્ણની અપેક્ષાએ કાળાં, લીલાં, લાલ, પીળાં અને શુક્લ વર્ણવાળાં, ગન્ધની અપેક્ષાએ સુગન્ધી અને દુર્ગન્ધી, રસની અપેક્ષા- એ તાનાં, કડવા, તૂરા, ખાટા અને મધુર રસવાળાં અને સ્પર્શની અપેક્ષાએ કર્કશ, વૃદુ, ગુર, લઘુ, શીત,ઉષ્ણ,
નિગ્ધ અને રુક્ષ સ્પર્શવાળાં પુદ્ગલો તેઓના પૂર્વના વર્ણગુણોને વિપરિણ માવી-ઇત્યાદિ બધું નૈરયિકોને કહ્યું તેમ કહેવું. યાવતુ કદાચિતું નિઃશ્વાસ લે છે. હે ભગવન્! પૃથિવીકાયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલોનો કેટલામો ભાગ ભવિષ્ય કાળે આહાર કરે છે-આહારના પરિણામને યોગ્ય કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ લે છે ? હે ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનન્તમાં ભાગનો આસ્વાદ લે છે. હે ભગવન્! પૃથિવીકાયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે શું તે બધાનો આહાર કરે છે-આહારના પરિણામને યોગ્ય કરે છે કે બધાનો આહાર કરતો નથી ? જેમ નરયિકો સંબધે કહ્યું તેમ કહેવું. હે ભગવન્! જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ સ્પર્શેન્દ્રિયના વિવિધ પ્રકારે વારંવાર પરિણમે છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું.
[પપપ) હે ભગવનબેઈન્દ્રિયો આહારની ઇચ્છાવાળા હોય ? હા. હોય. હે ભગવન્! બેઈન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય ? હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. પરન્તુ તેમાં જે આભોગનિવર્તિત-કરે છે તે સંબંધે અસંખ્યાત સંમય પ્રમાણ અન્તર્મુહૂર્ત ગયે વિવિધ રૂપે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. બાકી બધું પૃથિવીકાયિકોને કહ્યું તેમ યાવતુ કદાચિત્ નિઃશ્વાસ લે છે ત્યાં સુધી કહેવું. પરન્તુ એટલી વિશેષતા છે કે તેઓ અવશ્ય છ દિશાથી આવેલા પુદ્ગલોનો આહાર કરે છે. હે ભગવન્! બેઇન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોના કેટલા ભાગનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org