________________
૩૭૦
૫નવરા - ૨૨/-/૫૩૨ હોય. ૪ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) આઠ પ્રકૃતિ બાંધનારા (ઘણા) છ પ્રકૃતિઓ બાંધનારા અને ઘણા અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને એક અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને (ઘણા) અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને (એક) અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. એ પ્રમાણે એ આઠ ભાંગા થયા. બધા મળીને સત્યાવીશ ભાંગા થાય છે. એમ મનુષ્યોને પણ એજ સત્યાવીશ ભાંગા કહેવા. એ રીતે મૃષાવાદની વિરતિવાળા, યાવતુ માયામૃષાવાદની વિરતીવાળા જીવને અને મનુષ્યને જાણવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળો જીવ કેટલી કમ પ્રકૃતિ ઓ બાંધે ? હે ગૌતમ! સાત પ્રકૃતિઓ બાંધે, આઠ પ્રકૃતિઓ બાંધે, છ પ્રકૃતિઓ બાંધે, એક પ્રકૃતિ બાંધે અને અબંધક હોય. હે ભગવન્! મિથ્યાદર્શન શલ્પની વિરતિવાળો નૈરયિક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત પ્રકૃતિઓ અને આઠ પ્રકૃતિઓ યાવતું પંચેન્દ્રિય તિર્યંચ સુધી બાંધે. મનુષ્યને જીવને પેઠે બંધ જાણવો. લત્તર, જ્યોતિષિક અને વૈમા નિકને નૈરયિકની પેઠે સમજવું, મિથ્યાદર્શનશલ્પની વિરતિવાળા જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! તે (પૂર્વોક્ત) સત્યાવીશ ભાંગા કહેવા. મિથ્યા દર્શન શલ્પની વિરતિવાળા નૈરયિકો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધા ય જીવો સાત પ્રકૃતિઓ બાંધે. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધે અને (એક) આઠ પ્રકૃતિ બાંધે. ૨ અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધે અને આઠ પ્રકૃતિઓ બાંધનારા હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ મનુષ્યોને જીવોની પેઠે સમજવું.
પિ૩૩] હે ભગવન્! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને શું આરંભિકી ક્રિયા હોય? યાવતું મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ ! પ્રાણાતિપાતની વિરતિ વાળા જીવને કદાચ આરંભિકી ક્રિયા હોય અને કદાચ ન હોય. હે ભગવન્! પ્રાણાતિ પાતની વિરતિવાળા જીવને પારિગ્રહિક ક્રિયા હોય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! પ્રાણાતિપાપતની વિરતિવાળા જીવને માયાપ્રત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ ! કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવનું ! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને અપ્રત્યાખ્યાનપ્રત્યયિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવનું પ્રાણાતિપાતવની વિરતીવાળા જીવને મિથ્યાદર્શનપ્રયિકી હોય એમ પૃચ્છા કરવી. હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિપાતની વિરતિવાળા મનુષ્યને પણ જાણવું. એ પ્રમાણે યાવતું માયામૃષાવાદની વિરતિવાળા જીવને અને મનુષ્યને સમજવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા જીવને શું આરંભિકી ક્રિયા હોય ? યાવતું મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા હોય? હે ગૌતમ ! મિથ્યાદર્શનશલ્પની વિરતિવાળા જીવને આરંભિક ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે યાવતુ અપ્રત્યાખ્યાન ક્રિયા જાણવી. મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા ન હોય. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્પની વિરતિ વાળા નૈરયિકને શું આરંભિકી ક્રિયા હોય? યાવતુમિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય? હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org