SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ પન્નવણા - ૨૨-૨૮ એમ આઠે કર્મ પ્રવૃતિઓ કહેવી. એમ એકવચન અને બહુવચનના સોળ દંડકો થાય છે. હે ભગવન્! જીવ જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન્! જીવ નૈરયિકને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને આશ્રયી જેમ જીવને આશ્રયી કહ્યું તેમ કહેવું. હે ભગવન્! જીવ જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવનુ ! જીવ નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન્! જીવ નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય – એ પ્રમાણે જેમ પહેલો દડક કહ્યો તેમ આ બીજો દડક કહેવો. હે ભગવન્! જીવો એક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા પણ હોય, યાવતું કદાચ ક્રિયારહિત પણ હોય. હે ભગવનું! જીવો એક નૈરયિકને આશ્રયી કેટલી કિયાવાળા હોય? હે ગૌતમ! જેમ પ્રથમ દંડક કહ્યો તેમ યાવતુ વૈમાનિકો સુધી કહેવો. હે ભગવન્! જીવો જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયા ક્રિયાવાળા પણ હોય, યાવતુ કદાચિતુ. ક્રિયારહિત પણ હોય. હે ભગવન! જીવો નરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ કદાચ ત્રણ ક્રિયાવાળા, યાવતુ કદાચ કિયારહિત હોય. અસુરકુમારોને આશ્રયી પણ એમ જ સમજવું. જેમ જીવોને આશ્રયી કહ્યું તેમ ઔદારિકશરીરોને આશ્રયી કહેવું. હે ભગવન્! નરયિક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચિતુ ત્રણક્રિયાવાળો અને કદાચ ચારક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો, દાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! નરયિક નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચિત ત્રણક્રિયા વાળો અને કદાચ ચારક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયી સમજવું. પરન્તુ નૈરયિકને નૈરયિકોને અને દેવોને આશ્રયી પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. હે ભગવન્! નૈરયિકો જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! કદાચ ત્રણક્રિયા વાળા, યાવતું પાંચક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને આશ્રયી જાણવું. પરન્તુ નૈરયિક અને દેવને આશ્રયી પાંચમી પ્રાણાતિપાત કિયા નથી. હે ભગવનું ! નૈરયિકો જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! ત્રણ ક્રિયાવાળા અને ચાર ક્રિયાવાળા હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયી જાણવું. પરન્ત ઔદારિક શરીરોને આશ્રયી જેમ જીવોને આશ્રયી કહ્યું તેમ કહેવું. હે ભગવન્! અસુરકુમાર જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! જેમ નૈરયિકને ચાર દંડકો કહ્યા તેમ અસુરકુમારને પણ ચાર દંડકો કહેવા. એમ ઉપયોગ રાખીને વિચાર કરવો. જીવ અને મનુષ્ય ક્રિયારહિત કહેવાય છે. અને બાકીના ક્રિયાર હિત કહેવાતા નથી. બધા ઔદારિક શરીરોને આશ્રયી પાંચક્રિયાવાળા હોય છે. અને નૈરયિકો અને દેવોને આશ્રયી પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy