________________
પદ-૧૫, ઉદ્દેસો-૨
૩૧૧
થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી દ્રવ્યે ન્દ્રિયો વર્તમાનકાળે વિદ્યમાન હોય ? હે ગૌતમ ! આઠ હોય. કેટલી પુરસ્કૃત ભવિષ્યકાળે થવાની હોય ? હે ગૌતમ ! આઠ, સોળ, સત્તર, સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્ત દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની હોય છે. હે ભગવન્ ! એક એક અસુરકુમારને કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત દ્રવ્યેન્દ્રિયો હોય. કેટલી બદ્ધાવર્તમાન દ્રવ્યેન્દ્રિયો હોય ? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? સાત, આઠ, નવ, સત્તર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી કહેવું. એમ પૃથિવીકાયિકો, અકાયિકો અને વનસ્પતિકાયિકો પણ જાણવા. પરન્તુ કેટલી બદ્ધ વર્તમાન દ્રવ્યેન્દ્રિયો હોય ? એ પ્રશ્નના ઉત્તરમાં એક સ્પર્શનેન્દ્રિયરૂપ દ્રવ્યે ન્દ્રિય હોય. એ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાયિક સંબન્ધુ કહેવું. પરન્તુ ભવિષ્યમાં થનારી જઘન્યપદે નવ અથવા દસ દ્રવ્યન્દ્રિયો હોય. એ પ્રમાણે બેઇન્દ્રિયોને પણ કહેવું. પરન્તુ બદ્ધ-વર્તમાન દ્રવ્યોન્દ્રિયના પ્રશ્નમાં બે દ્રવ્યોન્દ્રિયો હોય. એમ તેઇન્દ્રિયોને જાણવું. પરન્તુ તેઓને ચાર બદ્ઘ દ્રવ્યેન્દ્રિયો હોય. ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. પરન્તુ તેને છ બદ્ધવિદ્યમાન દ્રવ્યેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવોને અસુર કુમારની પેઠે કહેવું. પરન્તુ મનુષ્યને દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઇને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યોન્નદ્રિયો હોય. સનત્કુમાર, યાવત્ અચ્યુત અને ત્રૈવેયક દેવને નૈયિકની પેઠે જાણવું. હે ભગવન્ ! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને પરાજિત દેવને કેટલી દ્રવ્યોન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? કેટલી બદ્ધ-વર્તમાન દ્રવ્યેન્દ્રિયો હોય ? આઠ હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય ? આઠ, સોળ, ચોવીશ અથવા સંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દૈવને અતીતભૂતકાળે અનન્ત દ્રવ્યોન્દ્રિયો થયેલી હોય. બદ્ધ-વર્તમાન આઠ હોય અને ભવિષ્યમાં થવાની આઠ હોય. હે ભગવન્ ! નૈરિયકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ-વિદ્યમાન હોય ? હે ગૌતમ ! અસંખ્યાતી હોય. અને ભવિષ્યમાં થવાની કેટલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. એ પ્રમાણે ત્રૈવેયક દેવો સુધી જાણવું. પરન્તુ મનુષ્યોને બદ્ઘ દ્રવ્યેન્દ્રિયો કદાચિત્ સંખ્યાતી હોય અને કદાચિત્ અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરા જિત દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અતીત કાળે અનન્ત, બદ્ધ-વર્તમાન અસંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સર્વાર્થસિદ્ધ દેવો સંબંધે પૃચ્છા, હે ગૌતમ ! પૂર્વકાળે થયેલી અનન્ત, વિદ્યમાન સંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે.
હે ભગવન્ ! એક એક નૈયિકને નૈયિકપણામાં કેટલી વ્યેન્દ્રિયો અતીત ભૂતકાળે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી વર્તમાન હોય ? ગૌતમ ! આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? હે ગૌતમ ! કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય જેને થવાની હોય. તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. હે ભગવન્ ! એક એક વૈરિયકને અસુરકુમા૨પણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વ કાળે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય ? હે ગૌતમ ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? હે ગૌતમ ! કોઇને થવાની હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org