________________
૨૬૨
પન્નવણા-પ-૩૨૪ હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે યાવતુ-દશ પ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું. પરન્તુ મધ્યમ અવગાહના સંબંધે પ્રદેશની વૃદ્ધિ કરવી. યાવત્ -દસપ્રદેશિકને સાતપ્રદેશોની વૃદ્ધિ કરવી. જઘન્ય અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશિક પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળી સંખ્યાત પ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થ- રૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે દ્વિસ્થાનપતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે, વર્ણાદિ તથા ચાર સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કરઅવગાહનાવાળા સ્કલ્પસંબધે જાણવું. મધ્યમઅવગાહનાવાળા સ્કન્ધ સંબધે એમ જ જાણવું. વસ્થાન-મધ્યમ અવગાહનાને આશ્રીને દ્વિસ્થાન પતિત છે.
જઘન્યઅવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્ય રૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે ચતુઃસ્થાનપતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વણિિદ તથા ઉપરના ચાર સ્પર્શી વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સ્કન્ધ સંબધે જાણવું. મધ્યમઅવગાહનાવાળા સ્કન્ધ સંબધે પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન-મધ્યમ અવગાહનાને આશ્રીને ચતુઃસ્થાન પતિત છે. જઘન્ય અવગાહનાવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્ય અવ ગાહનાવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહ નાવાળો સ્કન્ધ પણ એમજ જાણવો. પરન્તુ સ્થિતિ વડે તુલ્ય છે. મધ્યમ અવગાહના વાળા અનન્તપ્રદેશિક સ્કન્ધ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! મધ્યમ અવગાહનાવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ મધ્યમ અવગાહનાવાળા અનન્ત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાનપતિત છે. વદિ અને આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિવાળા પરમાણુપુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયિો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો પરમાણુ યુગલ જઘન્યસ્થિતિવાળા પરમાણુપુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે, અવગાહ નારૂપે અને સ્થિતિરૂપે તલ્ય છે. વદિ અને બે સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પરમાણુ સંબધે પણ જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિવડે ચતુઃસ્થાન પતિત હોય છે.
જઘન્યસ્થિતિવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અનન્ત. પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધ જઘન્ય સ્થિતિવાલા ઢિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશન્યૂન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org