________________
૫૪૫
પુદ્ગલની અપેક્ષા એ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એક સમયસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગોતમ ! એક સમયસ્થિતિવાળા પુદ્ગલ એક સમયસ્થિતિ વાળા પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે, અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, અને વર્ણાદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે યાવત્ દસસમયસ્થિતિવાળા પુદ્ગલ સંબંધે જાણવું. સંખ્યાત સમયસ્થિતિવાળા સંબંધે એમજ જાણવું. પરંતુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાન વડે દ્વિસ્થાન પતિત છે. અસંખ્યાત સમયસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એક ગુણકાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૈતમ ! એકગુણકાળા પુદ્ગલ એકગુણકાળા પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત, અવગાહવનારૂપે અને સ્થિતિ રૂપે ચતુઃસ્થાનપતતિ, કાળા વર્ણ પર્યાય વડે તુલ્ય, અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા આઠ સ્પર્શપર્યાય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે દસગુણ કાળા પુદ્ગલો સંબંધે જાણવું. સંખ્યાતગુણ કાળા પુદ્ગલો સંબંધે એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન સંખ્યાયગુણ કાળાવર્ણને આશ્રીને દ્વિસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે અસંખ્યાતગુણ કાળા વર્ણને આશ્રીને જાણવું. પરંતુ સ્વસ્થાનની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત હોય છે. એમ અનન્ત ગુણ કાળાપૂગલો સંબંધે જાણવું, પરન્તુ સ્વસ્થાન અનન્ત ગુણ કાળા વર્ણને આશ્રયી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળા વર્ણની વક્તવ્યતા કહી છે તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની પણ વક્તવ્યતા યાવત્ અનન્તગુણ રૂક્ષ પુદ્ગલો સુધી કહેવી.
૨૧
જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધો સંબંન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કંધ જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, કાળાવર્ણપર્યાય વડે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે છસ્થાન પતિત છે. તે માટે કહું છું કે જઘન્યઅવગા હનાવાળા દ્વિપ્રદેશિક પુદ્ગલોના અનન્ત પર્યાયો કહ્યા છે. ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સંબંધે પણ એમજ સમજવું. મધ્યમઅવગાહના વાળા દ્વિપ્રદેશિક સ્કન્ધ નથી. જઘન્યઅવગાહનાવાળા ત્રિપ્રદેશિક પુદ્ગલો સંબંન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જેમ જઘન્યઅવગાહના વાળા દ્વિપ્રદેશિક સ્કન્ધ સંબંધે કહ્યું તેમ જાણવું. ઉત્કૃષ્ટ અગાહ નાવાળા સંબંન્ધે પણ એમજ સમજવું. એ પ્રમાણે મધ્યમઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કંધ સંબંન્ધે કહ્યું તેમ જાણવું. જઘન્યઅવગા હનાવાળા ચતુઃપ્રદેશિક પુદ્ગલો સંબંન્ધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ જઘન્યઅવગાહનાવાળા દ્વિપ્રદેશિક સંબંન્ધે કહ્યું તેમ જઘન્ય અવગાહનાવાળા ચતુઃ પ્રદેશિક સ્કન્ધ સંબંન્ધે પણ કહેવું. જેમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળો પ્રદેશિક સ્કન્ધ કહ્યો તેમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળો ચતુઃપ્રદેશિક સ્કન્ધ પણ કહેવો. એમ મધ્યમ અવગાહનાવાળો ચતુઃપ્રદેશિક સ્કન્ધ પણ જાણવો. ૫૨ન્તુ અવગાહના વડે કદાચ તુલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org