SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૫] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ પન્નવણા-સુત્ત ઉવંગ-૪-ગુર્જરછાયા S : (- પદઃ ૧-પ્રજ્ઞાપના - ) [૧] જેના જરા, મરણ અને ભય નષ્ટ થયા છે એવા સિદ્ધોને ત્રિવિધે- નમસ્કાર કરીને ત્રણ લોકના ગુરુ અને જિનવરોમાં શ્રેષ્ઠ એવા મહા વીરને વંદન કરું છું. [૨] ભવ્ય જનોને મોક્ષનું કારણ અને સામાન્ય કેવલીમાં શ્રેષ્ઠ એવા ભગવંત મહાવીર શ્રતરત્નોના નિધાનભૂત એવી સર્વ ભાવોની પ્રજ્ઞાપના બતાવેલી છે. [૩-૪] વાચકના શ્રેષ્ઠ વંશમાં ત્રેવીસમા, ધીર પુરૂષ, દુર્ધર અને પૂર્વશ્રુતવડે જેની બુદ્ધિ સમૃદ્ધ થયેલી છે એવા જે મુનિએ શ્રુતસાગરથી વીણીને પ્રધાન શ્રતરત્ના શિષ્ય ગણને આપ્યું તે ભગવતુ આર્ય શ્યામાચાર્યને નમસ્કાર હો. [૫] આ પ્રજ્ઞાપના રુપ અધ્યયન ચિત્ર-વિચિત્ર, શ્રતરત્નરુપ અને દષ્ટિવાદના બિન્દુસમાન છે. તેને ભગવાન મહાવીરે જે પ્રકારે વર્ણવ્યું છે તે પ્રકારે હું પણ વર્ણવીશ. [૬૯] ૧ પ્રજ્ઞાપના, ૨ સ્થાન, ૩ બહુવક્તવ્ય, ૪ સ્થિતિ, પ વિશેષ, ૬ વ્યુત્કાન્તિ, ૭ ઉચ્છવાસ, ૮ સંજ્ઞા, ૯ યોનિ, ૧૦ ચરમ, ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પરિણામ, ૧૪ કષાય, ૧૫ ઈન્દ્રિય, ૧૬ પ્રયોગ, ૧૭ વેશ્યા, ૧૮ કાયસ્થિતિ, ૧૯ સમ્યક્ત, ૨૦ અત્તક્રિયા, ૨૧ અવગાહના-૨૨ કિયા, ૨૩ કર્મ, ૨૪ કર્મબન્ધક, ૨૫ કર્મવેદક, ૨૬ વેદબન્ધક, ૨૭ વેદવેદક, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ પત્તા ૩૧ સંયમ, ૩૩ અવધિ, ૩૪ પ્રતિચારણા, ૩પ વેદના અને ૩૬ સમુદુઘાત એ છત્રીસ પદો છે. [૧૦] પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? બે પ્રકારે જીવપ્રજ્ઞાપના અજીવપ્રજ્ઞાપના. [૧૧] અજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે? અજીવપ્રજ્ઞાપના બે પ્રકારે કહી છે. જેમ કે - રુપીઅજીપ્રજ્ઞાપના અને અરુપીઅજીવપ્રજ્ઞાપના. [૧૨] અપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? અરુપીઅજીવપ્રજ્ઞાપના દસ પ્રકારે કહેલી છે. ધમસ્તિકાય, ધમસ્તિકાયનો દેશ અને ધમસ્તિકાયના પ્રદેશો, અધમસ્તિકાય, અધમસ્તિકાયના પ્રદેશો,તથા કાળ. [૧૩] રુપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? પીઅજીપ્રજ્ઞાપના ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે-સ્કન્ધો, સ્કન્ધ-દેશો, સ્કન્ધપ્રદેશો અને પરમાણુપુદ્ગલો. તે પુદ્ગલો સંક્ષેપથી પાંચ પ્રકારના કહ્યા છે. વર્ણપરિણત, ગન્ધપરિણત, રસપરિણત, સ્પર્શપરિણત અને સંસ્થાનપરિણત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy