SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૧૦, સવજીવ-૩ મિશત પૃથકત્વનો છે. નપુંસક વેદની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. શ્રેણીમાં તયા ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. અવેદક બે પ્રકારના કહેવામાં આવેલા. છે. જેમ કે એક સાદિક અપર્યવસિત અને બીજા સાદિક સપર્યવસિત તેમાં સાદિક સપર્યવસિત વેદવાળા જીવ છે, તે જઘન્યથી એક સમય પર્યન્ત અવેદવાળા રહે છે. સ્ત્રીવેદનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું અંતર છે. પુરૂષવેદનું અંતર જઘન્યથી એક સમયનું છે. તથા ઉત્કૃષ્ટથી તેનું અંતર વનસ્પતિકાળ પ્રમાણનું છે. અને દક જીવ બે પ્રકારના હોય છે. એક સાદિ અપર્યવસિત અને બીજા સાદિ સપર્યવસિત અવેદક છે. સાદિ અપર્યવસિતનું અંતર હોતું નથી અને જે સાદિ અપર્યવસિત અવેદક છે. તેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર છે. સૌથી ઓછા પુરૂષવેદ વાળા છે, તેના કરતાં સ્ત્રીવેદ વાળા સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અવેદક જીવ અનંતગણો તેના કરતાં નપુસંક વેદવાળા અનંતગણા છે. આ રીતે પણ સઘળા જીવો ચાર પ્રકારના હોય ચક્ષુદર્શની અચક્ષદર્શની. અવધિદર્શની, અને કેવલદર્શની ચક્ષુદર્શન ચક્ષુદર્શની પણાથી એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે એક હજાર સાગરોપમ પર્યન્ત રહે છે. અચક્ષુદર્શની બે પ્રકારના કહેવામાં આવેલા અનાદિ અપર્યવસિત અચક્ષુદની જીવ અને અનાદિ સપર્યવસિત અચક્ષુદર્શન વાળા જીવ તેમાં જે અનાદિ અપર્યવસિત અચક્ષુદર્શન વાળા જીવ છે. તે કોઈ પણ સમયે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી તથા જે અનાદિ અપર્યવસિત અચક્ષુદર્શન વાળા જીવ છે. તે સિદ્ધિ પ્રાપ્ત કરશે. જે અવધિદર્શન વાળા જીવ છે તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે છાસઠ સાગરોપમનો છે. ચક્ષદર્શન વાળા જે જીવો છે, તેઓનું અંતર જઘન્યથી એક અંત મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણનું અંતર છે. અચક્ષુદર્શનવાળા જીવો બે પ્રકારના હોય છે. એક અનાદિ અપર્યવસિત અચક્ષુ દર્શની અને બીજા અનાદિ સપર્યવસિત અચક્ષુદર્શની આ બન્ને પ્રકારના અચક્ષુદર્શન વાળાઓમાં અંતર હોતું નથી, અવધિ દર્શનવાળાઓનું અંતર જઘન્યથી એક સમયનું છે કેવળ દર્શન વાળાઓને અંતર હોતું નથી. સૌથી ઓછા અવધિ દર્શનવાળા છે. તેના કરતાં ચક્ષુદર્શની અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં કેવલ દર્શની અનંત ગણા વધારે છે. તેના કરતાં અચક્ષુદર્શન વાળા અનંગણા વધારે છે. આ રીતે પણ સઘળા જીવો ચાર પ્રકારના કહે વામાં આવેલા છે. સંયત ૧ અસંયત ૨ સંયતાસંયત ૩ નોસંયતનો અસંયત નો સંયતા સંયત ૪ સંયત જીવ જઘન્યથી એકસમય પર્યન્ત સંતપણાથી રહે છે. ઉત્કૃષ્ટથી તે કંઈક ઓછા પૂર્વ કોટિ પર્યન્ત રહે છે. અસંયતોના પણ ત્રણ ભેદો છે. એક અનાદિ અપર્યવસિત અસંયત, બીજા અનાદિ સંપર્યવસિત અસંયત, અને ત્રીજા સાદિસપર્યવ સિત અસંયત. સંયતા સંયત જઘન્યથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત સંયતાસંમતપણાથી રહે છે. અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા એક પૂર્વકોટિ પર્યન્ત સંયતાસંતપણાથી રહે છે. જે નો સંયતનો અસંતસંયતા સંતરૂપ સિદ્ધ જીવ છે તેઓ સાદિ અપર્યવસિત હોય છે. સંયતનું અને સંયતાસંયતનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ પર્યન્તનું અંતર હોય છે. ha Jait ducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy