________________
પ્રતિપત્તિ-૧ દ્વારા આહાર રૂપે ગ્રહણ કરાય છે? કે બાદર રૂપે અધિક પ્રમાણમાં તેમના દ્વારા આહાર રુપે ગ્રહણ કરાય છે ? હે ગૌતમ! તે દ્રવ્યો અલ્પ પ્રમાણમાં પણ ગ્રહણ કરાય છે અને પ્રભૂત પ્રદેશોપચિત દ્રવ્યો પણ તેમના દ્વારા ગ્રહણ કરાય છે. હે ભદન્ત ! દ્રવ્યો ઊર્ધ્વ પ્રદેશમાં રહેલાં હોય છે? કે અધઃ પ્રદેશમાં રહેલાં હોય છે? કે તિયપ્રદેશમાં રહેલાં હોય છે? હે ગૌતમ! દ્રવ્ય ઊર્ધ્વ પ્રદેશમાં પણ રહેલું હોય છે. અધઃ પ્રદેશમાં પણ રહેલું હોય છે અને તિર્યક પ્રદેશમાં પણ રહેલું હોય છે. તે આહાર શું તેઓ આદિમાં કરે છે કે મધ્યમાં આહાર કરે છે, કે અન્ત આહાર કરે છે? હે ગૌતમ ! પ્રથમ સમયમાં પણ તે દ્રવ્યોને ગ્રહણ કરે છે. મધ્ય સમયમાં પણ ગ્રહણ કરે છે અને અન્તિમ સમયમાં પણ ગ્રહણ કરે છે. હે ભગવન! તે દ્રવ્યો શું સ્વોચિત આહારને યોગ્ય છે, કે સ્વોચિત આહારને યોગ્ય ન હોય? હે ગૌતમ ! તેઓ સ્વોચિત આહારને યોગ્ય દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, હે ભગવન્! આનુપૂર્વીથી આહારણ કરે છે? કે અનાનપૂર્વથી હે ગૌતમ ! તેઓ આનુપૂર્વી અનુસાર જ આહરણ કરે છે, તે દ્રવ્યો શું ત્રણ દિશાઓમાં રહેલાં હોય છે? કે ચાર કે પાંચ કે છે દિશાઓમાં રહેલાં હોય છે? હે ગૌતમ ! જો પ્રતિબંધનો અભાવ રહેતો હોય તો તે સ્થિતિમાં જીવ છ એ દિશાઓમાં રહેલાં દ્રવ્યોને આહાર રૂપે ગ્રહણ કરે છે. ક્યારેક ત્રણ ક્યારેક ચાર અને ક્યારેક પાંચ દિશાઓમાંથી મળતાં દ્રવ્યોને આહાર રૂપે ગ્રહણ કરે છે,
ઘણું કરીને કારણ વિશેષને લઈને તે જીવને વર્ણથી કૃષ્ણ યાવતુ ધોળા વર્ણવાળા પગલોનો આહાર કરે છે. તથા ગંધથી સુગંધવાળા અને દુર્ગધવાળા પુદ્ગલોનો આહાર કરે છે. રસથી તિક્ત યાવતુ અને મધુર રસથી યુક્ત પુદ્ગલોનો આહાર કરે છે. સ્પર્શથી કર્કશ, રૂક્ષસ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે તેમના વર્ણ રૂપે ગુણોને ગંધરૂપ ગુણોને અને સ્પર્શ રૂપે પરિણમવાવીને તેનાથી જુદા બીજા અપૂર્વ- વિલક્ષણવર્ણગુણોને રસગુણોને અને સ્પર્શ ગુણોને તેનામાં ઉત્પન્ન કરીને તેને સ્વશરીરપણાથી પરિણમવવા માટે સઘળા આત્મ પ્રદેશો દ્વારા આહારપણાથી ગ્રહણ કરે છે. હે ભગવનું આ સૂક્ષ્મપૃથ્વીકયિકજીવો સૂક્ષ્મ-પૃથ્વીકાયિકપણાંથી ક્યાંથી મરીને ઉત્પન્ન થાય છે ? તિર્યંગ્યનિકજીવ મરીને સૂક્ષ્મપૃથ્વી કયિકા પણાથી ઉત્પન્ન થાય છે, કર્મભૂમિજ તિર્યંચો જ મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. તથા મનુષ્યોમાંથી મરીને જીવ સૂક્ષ્મપૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં પણ કર્મ ભૂમિના અંતરના અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મ ભૂમિના મનુષ્યોને છોડીને બાકીના દ્વીપના મનુષ્યોમાંથી મારીને ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રનાં વ્યુત્ક્રાંતિ પદમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ.
હે ભગવનું તે સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? હે ગૌતમ ! આ જીવોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ એક અંતર્મુહર્તની કહેલી છે. હે ભગવન્! તે જીવો શું મારણાંતિક સમુઘાતથી સમવહત થઈને મરે છે? કે મારશાન્તિક સમુદ્દઘાત કર્યા વિના મારે છે ? હે ગૌતમ ! તેઓ બંને રીતે મરે છે. તે - ભગવનું તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ ક્યાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તે જીવો મરીને તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન્! જો આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવો મરીને તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય છે, તો શું તેઓ એકેન્દ્રિય તિર્યંન્ચોમાં ઉત્પન્ન થાય છે? અથવા બે ઈન્દ્રિય કે તેઈન્દ્રિય ચૌઈન્દ્રિય અથવા પંચન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org