________________
૧૨૭
પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર થતું નથી. સવભ્યિન્તર મંડળની આગળ ના મંડળોમાં ત્યાં સુધી તેમનું સંક્રમણ થાય છે, કે જ્યાં સુધી તે સર્વ બાહ્ય મંડળમાં આવી શકતા નથી. ચંદ્ર અને સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહ તેઓની ચાલ વિશેષજ મનુષ્યોના સુખદુઃખના વિધાન રૂપ હોય છે. સર્વ બાહ્ય મંડળથી આભ્યન્તરમંડળમાં પ્રવેશ કરતા સૂર્ય અને ચંદ્રમાઓનું તાપ ક્ષેત્ર દર- રોજ ક્રમશઃ નિયમ પૂર્વક આયામની અપેક્ષાથી વધતું જાય છે. અને જે ક્રમથી તે વધે છે. એજ ક્રમથી સભ્યન્તર મંડળની બહાર નીકળવાવાળા સૂર્ય અને ચંદ્રમાઓનું તાપ- ક્ષેત્ર દર રોજ ક્રમશઃ ઘટતું જાય છે. સૂર્ય વિગેરેના તાપ ક્ષેત્રનો માર્ગ કદંબવૃક્ષના પુષ્પના આકાર જેવો છે. તે મેરૂની દિશામાં સંકોચવાળો અને લવણસમુદ્રની દિશામાં વિસ્તારવાળો છે.
[૨૭૦-૨૭૪] હે ભગવન્! ચંદ્રમા શુકલપક્ષમાં શા કારણથી વધે છે ? અને કૃષ્ણ પક્ષમાં ચંદ્ર શા કારણથી ઘટે છે ? તથા શા કારણથી ચંદ્રમાનો એક પક્ષ કૃષ્ણ હોય છે ? અને એક પક્ષ શુકલ હોય છે. કૃષ્ણ રાહુ વિમાન ચંદ્રમાની સાથે સદા-સર્વકાળ ચંદ્રમાના વિમાનની નીચે ચાર આંગળ દૂર રહીને ચાલે છે, આવી રીતે ચાલતું એવું તે વિમાન શુકલપક્ષમાં ધીરે ધીરે તેને ઢાંકી લે છે. ચંદ્ર વિમાનના બાસઠ ભાગો કરી લેવા જોઈએ તેમાંથી ચંદ્ર વિમાનના બે ઉપરિતમ ભાગ સદા અનીવાર્ય સ્વભાવ હોવાથી તેને છોડી દેવા જોઇએ બાકીના વધેલા સાઈઠ ભાગોને પંદરથી ભાગવા જોઈએ આ રીતે જે ચાર ભાગ આવે છે તે અહીંયા સમુદાયના ઉપચારથી બાસઠ શબ્દથી કહેવામાં આવેલ છે. આ કથન પ્રમાણે ચંદ્ર વિમાનના પંદરમા ભાગને કૃષ્ણપક્ષમાં દરરોજ રાહુ વિમાન પોતાના પંદરમાં ભાગથી ઢાંકી લે છે. અને શુકલ પક્ષમાં એજ ૧૫ ભાગને પોતાના ૧પમાં ભાગથી છોડી દે છે. આ કારણથી હે ગૌતમ! શુકલ પક્ષમાં ચંદ્રમા વધે છે. અને કષ્ણ પક્ષમાં ઘટે છે. અને એ કારણથી કૃષ્ણ પક્ષ અને શુકલપક્ષ થાય છે.
[૨૭પ-૨૮૬] આ મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યોતિષ્કો કહેલા છે. અને તેઓ ચાલે છે. અઢી દ્વીપની બહાર જે પાંચ પ્રકારના
જ્યોતિષી અર્થાત્ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, અને નક્ષત્રો છે, તે બધા ગતિ વિનાના છે. આ જંબૂદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂય છે. લવણસમુદ્રમાં ચાર ચંદ્રો અને ચાર સૂર્યો છે. ધાતકીખંડમાં બાર ચંદ્રમા અને બાર સૂર્યો છે. જેબૂદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂર્યો છે. તેનાથી બમણા લવણસમુદ્રમાં છે. અને લવણ સમુદ્રના ચંદ્રો અને સૂયથી ત્રણગણા ચંદ્ર સૂર્યો ધાતકીખંડમાં છે. ધાતકી ખંડની આગળના સમુદ્ર અને સૂર્યાનું પ્રમાણ-પહેલા દ્વીપ અને સમુદ્રોના ચંદ્ર અને સૂર્યો ના પ્રમાણથી ત્રણ ગણું કરીને કહેવું જોઇએ. અને એ પ્રમાણમાં પહેલા પહેલાના કહેલા દ્વીપો અને સમુદ્રના ચંદ્ર અને સૂર્યનું પ્રમાણ મેળવી દેવું જોઈએ. એ રીતે આગળ આગળના સમુદ્ર અને દ્વીપોના ચંદ્રો અને સૂયનું પ્રમાણ નીકળે છે. જે દ્વીપો અને સમુદ્રોમાં નક્ષત્રો ગ્રહો અને તારાઓના પ્રમાણને જાણવાની ઈચ્છા હોય તો એ દ્વીપ અને સમુદ્રોના ચંદ્ર અને સૂર્યની સાથે તેના એક એક ચંદ્ર સૂર્યના પરિવારનો ગુણાકાર કરવો જોઇએ. જેમકે-લવણ સમુદ્રમાં કેટલા નક્ષત્રો છે ? એ જાણવાની ઈચ્છા થાય તો તે સમજવા લવણ સમુદ્રના ચાર ચંદ્રમાઓની સાથે એક ચંદ્રના પરિવાર રૂપ અઠ્યાવીસ નક્ષત્રોનો ગુણાકાર કરવાથી ૧૧૨ થઈ જાય છે. એજ ૧૧૨ નક્ષત્રો છે. એ રીતનું એનું પ્રમાણ નીકળી આવે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર જે ચંદ્ર અને સૂર્ય છે. તેનું અંતર પચાસ પચાસ હજાર યોજનનું છે. આ અંતર ચંદ્રથી સૂર્યનું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org