SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જીવાજીવાભિગમ- ૩/હી.સ. ૨૫૦ [૨૫] હે ભગવન્! સમય ક્ષેત્ર-મનુષ્ય ક્ષેત્રની લંબાઈ અને પહોળાઇ કેટલી છે? તેની પરિધિ કેટલી છે ? હે ગૌતમ! મનુષ્ય ક્ષેત્રની લંબાઈ પહોળાઈ ૪૫ લાખ યોજનની છે. અને આભ્યન્તર પુષ્કરાઈની જેટલી પરિધિ છે એટલી જ તેની પરિધિ છે. મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે. કર્મભૂમક અકર્મભૂમક અને અંતર દ્વીપક આ. કારણથી મનુષ્યક્ષેત્રનું નામ “મનુષ્યક્ષેત્ર’ છે. મનુષ્યોનો જન્મ અને મરણ આજ ક્ષેત્રમાં થાય છે. આ ક્ષેત્રથી બહાર થતો નથી. મનુષ્ય જન્મની અપેક્ષાથી મનુષ્ય ક્ષેત્રની બહાર થયો નથી. થતો નથી અને થશે પણ નહીં જો એ મનુષ્યનું સંહરણ પણ કરી લે તો તે ફરીથી તેને ત્યાંજ પાછો લાવીને મૂકી દે છે. આ રીતે સંહરણની અપેક્ષાથી પણ મનુષ્ય ક્ષેત્રની બહાર કોઈ મનુષ્ય ક્યારેક મર્યા નથી. તેમજ મરતા નથી અને મરશે નહીં તથા જેઓ જંઘાચારી અને વિદ્યાચારી મુનિજન નન્દીશ્વર વિગેરે દ્વીપ પર્યન્ત જાય છે. તેઓ પણ ત્યાં મરણને શરણ પણ થતા નથી. આજ કારણથી માનુષોત્તર પર્વત છે સીમા જેની એવું જ મનુષ્યોનું ક્ષેત્ર છે. એજ મનુષ્ય ક્ષેત્ર છે. [૨પ૧-૨૬૩ મનુષ્ય ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્રમાઓએ પ્રકાશ આપ્યો હતો આપે છે. અને આપતા રહેશે. ૧૩૨ સૂર્યોએ ત્યાં પોતાનો તાપ આપ્યો હતો. આપે છે. અને આપતા રહેશે. ૧૧૬૧૬ મહાગ્રહોએ ત્યાં પોતાની ચાલ ચાલી હતી. ચાલતા રહે છે. અને ચાલતા રહેશે. ૩૬૯૬ નક્ષત્રોએ ત્યાં ચંદ્ર વિગેરેની સાથે યોગ કર્યો હતો કરતા રહે છે. અને કરતા રહેશે. તથા ૮૮૪૦૭૦૦ તારા ગણોની કોટા કોટિ ત્યાં સુશોભિત થઈ હતી. થાય છે. અને ત્યાં શોભિત થશે. આટલા તારાપિંડ તીર્થકરોએ આ મનુષ્ય લોકમાં કહેલ છે. પરંતુ લોકથી બહાર જે અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો છે, તેમાં તારા પિંડ અસંખ્યાત કહેલા છે. આ રીતે તીર્થકરોએ આ મનુષ્ય લોકમાં એટલા તારાગણોનું પરિ માણ કહેલ છે. એ બધા જ્યોતિષ્ક દેવોના વિમાન રૂપ છે. અને તેઓનું સંસ્થાન કદમ્બ ના પુષ્પ જેવું છે. રવિ, રાશિ, ગ્રહ નક્ષત્ર અને ઉપલક્ષણાથી તારા ગણ એ બધા જે આટલી સંખ્યામાં તીર્થકરોએ કહ્યા છે તેનો જેઓ પ્રકૃત મનુષ્યો વિશ્વાસ કરશે નહિં પરંતુ સમ્યક્દષ્ટિ વાળા જીવોને આ ભગવાને જ કહ્યું છે. તેથી આપણે તે કથન પર શ્રદ્ધા કરવી જોઈએ. આ મનુષ્યલોકમાં ચંદ્ર અને સૂર્યના છાસઠ છાસઠ પિટકો છે. એક એક પિટકમાં બે ચંદ્રો અને બે સૂર્યો હોય છે. આ મનુષ્યલોકમાં નક્ષત્રોના છાસઠ પિટકો છે. અને એક એક પિટકમાં છપ્પન છપ્પન નક્ષત્રો છે. આ મનુષ્યલોકમાં મહાગ્રહોના છાસઠ પિટકો છે. અહી એક એક પિટકમાં ૧૭-૧૭૬ મહાગ્રહો હોય છે. આ મનુષ્યલોકમાં ચંદ્ર અને સૂર્યોની ચાર ચાર પંક્તિયો છે. અને એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ચંદ્રો અને સૂર્યો છે. આ મનુષ્યલોકમાં નક્ષત્રોની ૫૬ છપ્પન પંક્તિયો છે. અને એક એક પંક્તિમાં છાસઠ છાસઠ નક્ષત્રો છે. આ મનુષ્યલોકમાં ગ્રહોની ૧૭૬ પંક્તિયો છે. અને દરેક પંક્તિમાં છાસઠ છાસઠ ગ્રહો છે. [૨૬૪-૨૬૯] આ બધા જ્યોતિખંડલ સુમેરૂ પર્વતની ચારે બાજા પ્રદક્ષિણા કરે છે. એનાથી જ કાળ વિભાગ થાય છે. સઘળી દિશાઓ અને વિદિશાઓમાં ફરતા એવા ચંદ્ર વિગેરેની દક્ષિણ દિશામાંજ મેરૂ હોય છે. આ ચંદ્રાદિક ગ્રહોનું મંડળ અનવસ્થિત છે. નક્ષત્રો અને તારાઓના મંડળ અવસ્થિતજ હોય છે. નક્ષત્રો અને તારાઓ પણ પ્રદક્ષિણ વર્તમંડળ થઈનેજ મેરૂની પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર અથવા સૂર્યનું ઉપર અથવા નીચે સંક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy