SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ - ૩/ઠ્ઠી.સ./૨૦૮ [૨૦૮] હે ભગવન્ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ કાં આવેલ છે ? હે ગૌતમ ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમ દિશામાં ૧૨ યોજન પર્યન્તની લવણસમુદ્રમાં જવાથી જે સ્થાન આવે છે. ત્યાં આગળ લવણાધિ પતિ સુસ્થિત દેવનો ગૌતમ નામનો દ્વીપ છે, આ દ્વીપ બાર યોજન લાંબો પહોળો છે. અને કંઈક કમ ૩૭૯૪૨ યોજનનો તેનો પરિક્ષેપ છે. આ જંબુદ્વીપની દિશામાં જંબૂદ્વીપના અંતમાં ૮૮ યોજન અનેએક યોજનના ૯૫ માં ભાગમાં ચાળીસ ભાગ પ્રમાણ પાણીથી ઉપર નીકળેલ છે. તથા લવણ સમુદ્રની દિશામાં લવણસમુદ્રના અંતમાં પાણીથી બે કોસ ઉંચું નીકળેલ છે. બહુસમરમણીય ભૂમિભાગની બરોબર મધ્યભાગમાં લવણસમુદ્રાધિપતિ સુસ્થિત નામના દેવનું એક વિશાળ ક્રીડાવાસ નામનો ભૌમેય વિહાર છે. આ વિહાર ૬૨ા યોજનનો ઉંચો છે. ૩૧ા યોજનનો તેનો વિષ્ફભ છે. એ સેંકડો સ્તંભોની ઉપર ઉભો રહેલ છે. હે ભગવન્! આપ એવું શા કારણથી કહો છો કે આ ગૌતમ દ્વીપ છે. હે ગૌતમ ! એ ગૌતમદ્વીપમાં જે નાની મોટી વાવો વિગેરે છે. તે બધાની પ્રભા ગોમેદ રત્નના જેવી છે. તે તથા ત્યાં ગૌતમ દેવ રહે છે. તે કારણથી. હે ભગવન્ લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની કયાં આવેલ છે ? હે ગૌતમ ! ગૌતમદ્વીપની પશ્ચિમ દિશામાં તિર્યક્ અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને પાર કરીને બીજા લવણ સમુદ્રમાં બાર હજાર યોજન આગળ જવાથી સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની છે. આ રાજધાનીનું વર્ણન ગોસ્તૂપા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. [૨૯]હે ભગવન્ ! જંબુદ્રીપમાં આવેલ બે ચંદ્રમાઓના બે ચંદ્રદ્વીપો કયાં આવેલા છે ? હે ગૌતમ ! જંબુદ્વીપના મેરૂ પર્વતથી પૂર્વદિશામાં લવણ સમદ્રમાં ૧૨૦૦૦ યોજન આગળ જવાથી જંબુદ્રીપને પ્રકાશિત કરવાવાળા બન્ને ચંદ્રમાઓના બે ચંદ્રદ્વીપો છે. આ દ્વીપ જંબૂદ્વીપની દિશામાં ૮૮ યોજન અને એક યોજનના પંચાણુ ભાગો માંથી ૪૦ ચાળીસ ભાગ જેટલો પાણીથી ઉપર નીકળેલ છે. તથા લવણ સમુદ્રની બાજુ બે ગાઉ જેટલો પાણીથી ઉપર નીકળેલ છે, તેની લંબાઈ પહોળાઈ ૧૨૦૦૦ યોજનની છે. બાકીનું તમામ વર્ણન ગૌતમ દ્વીપના વર્ણન પ્રમાણે છે. તથા તેનો પરિક્ષેપ કંઈક ઓછો ૩૭૯૪૮ યોજનનો છે. જે વાવો છે તેમાં અનેક ઉત્પલો વિગેરે ચંદ્રના વર્ણના જેવા છે. ચંદ્રની આભા જેવી આભાવાળા છે, તથા અહીયાં ચંદ્ર દેવ છે તે કારણથી હે ગૌતમ ! આ દ્વીપોનું નામ ચંદ્રદ્વીપ એ પ્રમાણે થયેલ છે. તથા આ દ્વીપો અનાદિ કાલિન છે. હે ભગવન્ જંબુદ્રીપના ચંદ્રમાઓની ચંદ્રા નામની રાજધાનીયો કયાં આવેલ છે ? જંબૂદ્રીપથી પૂર્વમાં તિરછા અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ઓળંગીને આગળ જવાથી ત્યા આવતા બીજા જંબુદ્રીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યોજન પર બે ચંદ્ર દેવોની અલગ અલગ બે ચન્દ્રા નામની રાજધાનીયો છે. તેની લંબાઇ પહોળાઇ ૧૨૦૦૦ યોજનની છે. તથા તેનો પરિક્ષેપ ૩૭૯૪ યોજનથી કંઇક વધારે છે. એ દરેક રાજધાનીયો ચારે બાજુથી એક વિશાળ કોટથી ઘેરાયેલ છે. કોટની ઉંચાઇ ૩૭ યોજનની છે. મૂળમાં ૧૨ યોજનની તેની પહોળાઇ છે, મધ્યમાં તેની પહોળાઇ ા યોજનની છે. હે ભગવન્ જંબૂદ્વીપના બે સૂર્યોના બે સૂર્યદ્વીપો ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! જંબુદ્રીપના મેરૂ પર્વતથી પશ્ચિમમાં લવણ સમુદ્રમાં ૧૨૦૦૦ યોજન આગળ જવાથી સૂર્યદ્વીપ આવે છે. તેની લંબાઇ પહોળાઇ વિગેરે તમામ વર્ણન ચંદ્રદ્વીપના વર્ણન પ્રમાણે જ છે. For Private & Personal Use Only ૧૧૮ Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy