SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૯૭ તે આ પ્રમાણે છે. અશોકવનમાં અશોક નામના દેવ નિવાસ કરે સપ્તપર્ણવન માં સપ્તપર્ણ નામના દેવો રહે છે. આમ્રવનમાં ચૂયનામના દેવ રહે છે. એ અશોક વિગેરે વનોમાં રહેવાવાળા અશોક વિગેરે પોતપોતાના પ્રાસાદા વર્તકોના પોતપોતાના સામાનિક દેવોનું પોતપોતાની અગ્રમહિષી દેવીયોનું પોતપોતાની આત્મરક્ષક દેવોનું અધિપતિપણું કરતા થકા ત્યાં સુખ પૂર્વક રહે છે. રમણીય ભૂમિ ભાગના બરોબર વચ્ચેના ભાગમાં એક એક ઘણું મોટું વિશ્રામસ્થાન છે. આ વિશ્રામ સ્થાન લંબાઈ પહોળાઈમાં બાર યોજનના વિસ્તારવાળું તેનો પરિક્ષેપ ઘેરાવો ૩૭૯૫ યોજનથી કંઈક વધારે તથા તેનો વિસ્તાર એક કોસ અને એક હજાર ધનુષ જેટલો છે. સુવર્ણમય છે. સ્ફટિક મણિના જેવો નિર્મળ છે. ચિકાશ યુક્ત છે. ધૂળ વિગેરેના સંસર્ગથી બિલકુલ રહિત છે. પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. આ ઉપકારિકા લયન રૂપ વિશ્રામ સ્થાન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચારે બાજુ ઘેરાયેલ છે. ૬૨ા યોજનની ઉંચાઈ વાળો છે. તથા ૩૧ યોજન અને એક કોસનો છે વિગેરે તમામ વર્ણન પહેલા કહેલ તે રીતે સમજવું [૧૭૫]તે મૂલ પ્રાસાદાવતંસકની ઈશાન કોણમાં વિજયદેવની સુધર્મા નામની સભા કહેવામાં આવેલ છે. એ સભા ૧૨ા યોજનની લાંબી છે. અને દ્રા યોજનની પહોળી તેની ઉંચાઈ નવ યોજનની છે. તેમાં સેંકડો થાંભલાઓ લાગેલા છે. નીચેથી ઉપર સુધી સારી રીતે બનાવેલ વેદિકાથી તે યુક્ત છે. તેના ઉત્તમ તોરણોની ઉપર બહારના દરવાજાની ઉપર શોભા વધારવા માટે એક અતિ રમણીય શાલભંજીકા- છે. આ સભાનો જે ભૂમિભાગ છે, તે અનેક પ્રકાર ના કીંમતિ મણિયોથી સુવર્ણથી અને રત્નોથી જડેલ છે, અને રમણીય છે. એ સભામાં ઈહામૃગ વૃષભ-બળદ તુરંગ-ઘોડાના-મનુષ્ય મકર વગેરે ચિત્રો બનાવવામાં આવેલ છે. તેમાં સ્તંભોની ઉપર વજ્રની વેદિકાઓ બનાવેલ છે. વિદ્યાધરોના જોડલાઓની જેમ હજારો માળાઓથી એ ચારે બાજુથી વીંટળાયેલ છે. તે હજારો રૂપથી યુક્ત છે. જોવાથી એ એવી લાગે છે કે જાણે જોના૨ા ઓના નેત્રોને પકડી રહેલ છે. તેનો સ્પર્શ અત્યંત સુખકારક છે. તેનું રૂપ ઘણું જ મનોહર શિખર સુવર્ણ, મણી અને રત્નોના બનેલ છે. અનેક પ્રકારની પતાકાઓથી અને પાંચ વર્ષોથી યુક્ત ઘંટાઓથી તેના આગળના શિખરો સુશોભિત છે. તેના નીચેનો ભાગ ગાયના છાણથી લીપેલ છે. એની તેની તમામ ભીંતો ચુનાથી ધોળેલ છે. એની ભીંતો ઉપર ગોશીર્ષ ચંદન અને રક્ત ચંદનના લેપોથી મોટા મોટા હાથો-થાપા લગાડેલ છે. ઘણા સુંદર ચંદન કલશો મંગલ ઘટો તેમાં રાખ વામાં આવેલ છે. તે સુધર્મસભાના ઉપરની અંદરની ભીંત પર જે મોટી અને ગોળ ગોળ માળાઓનો સમૂહ લટકાવેલ છે. તે નીચે સુધી જમીન પર લટકી રહેલ છે. ઘણીજ સુશોભિત કાલા ગુરૂ વિગેરે જે સુગંધિત દ્રવ્યો છે બધાજ દ્રવ્યો અહીંયા રાખવામાં આવેલ છે. જુદા જુદા ફેલાયેલા અપ્સરા ઓના સમૂહોથી ખીચોખીચ ભરાયેલ છે. દિવ્ય વાજીંત્રોના મધુર મધુર શબ્દોથી તે પ્રતિધ્વનિત બનેલ છે. તેને જોનારાઓના મનને ઘણોજ આનંદ થાય છે. એ સર્વાત્મના રત્નમય છે. આકાશ અને સ્ફટિકમણિની જેમ તે નિર્મળ છે. યાવત્ પ્રતિરૂપ છે. એ સુધસભાની દિશાઓમાંએક દરવાજો પૂર્વદેશામાં બીજો દરવાજો દક્ષિણ દિશામાં અને ત્રીજો દરવાજો ઉત્તર દિશામાં છે એ દરેક દરવાજા ઉંચાઈમાં બબ્બે યોજનના છે. અને પહોળાઈમાં એક એક યોજનના છે. દરેકનો પ્રવેશ પણ એટલો 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy