________________
શતક-૩, ઉસો-૭
(ઉદ્દેશક ૭:-) [૧૯૪] રાજગૃહ નગરમાં યાવતુ-પર્ધપાસના કરતા આ પ્રમાણે બોલ્યા કે- હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રને કેટલા લોકપાલો કહ્યા છે? હે ગૌતમ! તેને ચાર લોકોને પાલો કહ્યા છે. તે આ પ્રમાણે - સોમ, યમ, વરણ અને વૈશ્રમણ. હે ભગવન્! એ ચારે લોકપાલોને કેટલાં વિમાનો કહ્યાં છે ? હે ગૌતમ! એઓને ચાર વિમાનો કહ્યાં છે. તે આ પ્રમાણે સંધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયજ્વલ, અને વલ્ગ. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના લોકપાલ સોમ નામના મહારાજાનું સંધ્યાપ્રભ નામનું મોટું વિમાન ક્યાં રહેલું છે?
હે ગૌતમ ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથિવીની બહસમ રમણીય ભૂમિભાગથી ઉંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપો આવે છે. અને ત્યાંથી બહુ યોજન ઉંચે યાવતુ-પાંચ અવતંસકો કહ્યા છે. તે આ પ્રમાણેઃઅશોકાવતંસક, સપ્તપવિતંસક, ચંપકાવતંકે, સૂતાવતંસક અને વચ્ચે સૌધમવતંસક છે. તે સૌધમવિતંસક મહાવિમાનની પૂર્વે સૌધર્મકલ્પ છે, તેમાં અસંખ્ય યોજના દૂર ગયા પછી-અહીં-દેવેંદ્ર, દેવરાજ શકના લોકપાલ સોમ નામના મહારાજાનું સંધ્યપ્રભ નામનું મહા વિમાન કહ્યું છે, તે વિમાનની લંબાઈ અને પહોળાઈ સાડાબાર- લાખ યોજનની છે. તેનો ઘેરાવો ૩૯૫૨૮૪૮ યોજન કરતાં કાંઈક વધારે છે. એ સંબંધે સૂયભિદેવની વિમાન વક્તવ્ય- તાની પેઠે બધી હકીકત કહેવી. અને તે દેવને બદલે સોમદેવ કહેવો. સંધ્યાપ્રભ મહા- વિમાનની બરાબર નીચે અસંખ્ય યોજન આગળ અવગાહ્યા પછી અહીં દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજાની સોમા રાજધાની છે. તે રાજધાનીની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજનની છે. આ રાજધાનીમાં આવેલા કિલ્લા વગેરેનું પ્રમાણ વૈમાનિકોના કિલ્લા વગેરેના પ્રમાણ કરતાં અડધું કહેવું અને એ પ્રમાણે ઘરના પીઠ બંધ સુધી જાણવું. ઘરના પીઠબંધનો આયામ અને વિપ્નભ ૧૬૦૦૦ યોજન છે અને તેનો ઘેરાવો પ૦૫૯૭ યોજન કરતાં કાંઈક વિશેષાધિક છે. પ્રાસાદોની ચાર પરિપાટીઓ કહેવી અને બાકીની નથી.
[૧૯૫] દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજાની આજ્ઞામાં, ઉપપાતમાં, કહેણમાં અને નિર્દેશમાં આ દેવો રહે છે - સોમકાયિકો, સોમદેવકાયિકો, વિદ્યુકુમારો, વાયુકમારીઓ, ચંદ્રો, સૂર્યો, ગ્રહો, નક્ષત્રો, તારારૂપો અને તેવાજ પ્રકારના બીજા પણ બધા દેવો તેની ભક્તિવાળા, તેના પક્ષવાળા અને તેને તાબે રહેનારા છે એ બધા દેવો તેની આજ્ઞામાં ઉપપાતમાં, કહેણમાં અને નિર્દોષમાં રહે છે. જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ પેદા થાય છે - ગ્રહદંડો -મંગલ વિગેરે ત્રણ ચાર ગ્રહો એક શ્રેણીએ તીરછા આવે છે. ગ્રહમસલો-મંગલ વિગેરે ચાર ગ્રહો ઉંચી શ્રેણીમાં આવે તે. ગ્રહગર્જિતો-ગ્રહોને ફરવાની વખતે ગર્જરવ થાય તે, ગ્રહયુદ્ધો-એક નક્ષત્રમાં ઉત્તર દક્ષિણ ગ્રહોનું સમશ્રેણીપણે રહેવું થાય તે. ગૃહશૃંગાટકો-એક નક્ષત્રમાં ગૃહનું સીંઘોડાના આકારે રહેવું તે, ગ્રહપસવ્યો-ગ્રહોનું પ્રતિકુલ ગમન. અભ્રવૃક્ષો-વૃક્ષોના આકારનાં વાદળાં. સંધ્યા, ગાંધર્વનગરો, ઉલ્કાપાતો, દિગ્દાહો-નીચે અંધારું હોવા સાથે ઉપર મોટું નગર બળતું હોય તેવો પ્રકાશ. ગરવો, વિજળીઓ, ધૂળની વૃષ્ટિ, યૂપોકશુલ્કપક્ષના પહેલા ત્રણ દિવસની ચંદ્રની ઝાંખી, ધૂમિકા-પીળાશવાળી ઝાકળ, મહિકાકંઈક ધોળાશવાળી ઝાકળ, રજનો ઉદ્ઘાતદિશામાં ધૂળનો સમૂહ, ચંદ્ર- હણો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org