________________
૭૬
ભગવઈ - ૩/-/૨/૧૭૦ જઈ શકે ? હે ગૌતમ ! હા, જવાનું સમાચ્યું છે. હે ભગવન્! તે અસુરકુમારો પોતાના સ્થાનથી કેટલા ભાગ સુધી તિરછા જઈ શકે ? હે ગૌતમ ! પોતાના સ્થાનથી યાવતુઅસંખ્યય દ્વીપ સમુદ્રો સુધી તિરછા જવાનું તેઓનું માત્ર સામર્થ્ય છે. પણ તેઓ નંદીશ્વરદ્વીપ સુધી તો ગયા છે, જાય છે, અને જશે પણ ખરા. હે ભગવન્! તે અસુરકુમારો નંદીશ્વરદ્વીપ સુધી જાય છે, ગયા છે અને જશે તેનું શું કારણ? હે ગૌતમ! જે આ અરિહંત ભગવંત છે, એઓના જન્મોત્સવમાં દીક્ષા-ઉત્સવમાં, જ્ઞાનોત્પતિમહોત્સવમાં અને પરિનિવણિના ઉત્સવમાં એ અસુરકુમાર દેવો નંદીશ્વપદ્વીપ સુધી જાય છે, ગયા છે અને હે ભગવન્! તે અસુરકુમારોમાં એવું સમાચ્યું છે કે તેઓ, પોતાના સ્થાનથી ઉંચે ગૌતમ ! હા, જઈ શકે છે. હે ભગવન્! તે અસુરકુમારો પોતાના સ્થાનથી કેટલા ભાગ સુધી ઉંચે જઈ શકે છે? હે ગૌતમ! અશ્રુતકલ્પસુધી પરંતુ તેઓ ગયા નથી જશે નહિ અને જાતા પણ નથી. પરંતુ સૌધર્મકલ્પ સુધી જાય છે. ગયા છે અને જશે પણ ખરા.
હે ભગવન્! તે અસુરકુમારો ઉંચે સૌધર્મકલ્પ સુધી જાય છે, ગયા છે અને જશે તેનું શું કારણ? હે ગૌતમ ! તે દેવોને જન્મથીજ વૈરાનુબંધ છે. વૈક્રિયરૂપોને બનાવતા તથા ભોગોને ભોગવતા તે દેવો આત્મરક્ષક દેવોને ત્રાસ ઉપજાવે છે તથા યથોચિત નાના નાના રત્નો લઈને પોતે ઉજ્જડ ગામમાં ચાલ્યા જાય છે. હે ભગવન્! તે દેવો પાસે યથોચિત નાના નાના રત્નો હોય છે ? હે ગૌતમ ! હા, હોય છે. હે ભગવન્! જ્યારે તે અસુરો, વૈમાનિકોનાં રત્નો ઉપાડી જાય ત્યારે વૈમાનિકી તેઓને શું કરે છે? હે ગૌતમ! રત્નો લીધા પછી તે અસુરોને શારીરિક દુઃખ સહન કરવું પડે છે. હે ભગવન્! ઉપર ગયા એવાજ તે અસુરકુમાર દેવો ત્યાં રહેલી અપ્સરાઓ સાથે દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવી શકે ખરા, વિહરી શકે ખરા? હે ગૌતમ ! એ પ્રમાણે કરવાને તે અસુરકુમાર દેવો સમર્થ નથી. કિંતુ તેઓ ત્યાંથી પાછા વળે છે અને અહીં આવે છે. જો કદાચ તે અપ્સરાઓ તેઓનો આદર કરે, તેઓની સ્વામી તરીકે સ્વીકાર કરે તો તે અસુરકુમાર દેવો, તે ત્યાં રહેલી અપ્સરાઓ સાથે દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવી શકે છે, ભોગવતા રહી વિહરી શકે છે. હવે કદાચ તે અપ્સરાઓ તેઓનો આદર ન કરે તથા તેઓને સ્વામી તરીકે ન સ્વીકારે તો તે અસુર- કુમાર દેવો, તે અપ્સરાઓ સાથે દિવ્ય ભોગોને ભોગવી શકતા નથી. હે ગૌતમ! અસુરકુમાર દેવો, સૌધર્મકલ્પસુધી ગયા છે, જાય છે અને જશે તેનું પૂર્વ પ્રમાણે કારણ છે.
[૧૭૧ હે ભગવન્! કેટલો સમય વીત્યા પછી અસુરકુમારદેવો ઉંચે જાય છે તથા સૌધર્મકલ્પસુધી ગયા છે ને જશે ? હે ગૌતમ ! અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વીત્યા પછી લોકોમાં આશ્ચર્ય પમાડનાર એ ભાવ ઉત્પન થાય છે કે, અસુરકુમારદેવો ઉંચે જાય છે અને યાવતુ-સૌધર્મકલ્પસુધી જાય છે. હે ભગવન્! કોનો આશ્રય કરીને તે અસુરકુમાર દેવો યાવતુ-સૌધર્મકલ્પ સુધી જાય છે? હે ગૌતમ ! જેમ કોઈ એક શબર, બબ્બર, ઢંકણે, પહજાતિ, અને પુલિંદ લોકો એક મોટા જંગલનો, ખાડાનો, જલદુર્ગનો કે સ્વદુર્ગનો, ગુફાનો ખાડા અને વૃક્ષોથી ગીચ થએલ ભાગનો અને પર્વતનો આશ્રય કરી એક સારા અને મોટા ઘોડાના લશ્કરને, હાથીના લશ્કરને, યોદ્ધાઓના લશ્કરને, ધનુષ્યના લશ્કરને હંફાવવાની હિંમત કરે છે, એજ પ્રમાણે અસુરકુમાર દેવો પણ અરિહંતોને, અરિહંતના ચૈત્યોને અને ભાવિત આત્મા સાધુઓનો આશ્રય કરી ઉંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org