________________
૬૯
શતક-૩, ઉદેસો-૧ દેવેંદ્રદેવરાજ ઈશાન મોટો ઋદ્ધિવાળો છે. હે ભગવન્! ઇશાનંદ્રની તે દિવ્ય દેવદ્ધિ ક્યાં પેસી ગઈ ? હે ગૌતમ ! તે દિવ્ય દેવદ્ધિ શરીરમાં પેસી ગઈ. હે ભગવન્! તે દિવ્ય દેવદ્ધિ શરીરમાં ગઈ. એમ કહેવાનું શું કારણ ? હે ગૌતમ ! જેમ કોઈ એક કુટાકારશિખરની આકારવાળું ઘર હોય, અને તે બન્ને બાજુથી લિંપેલું હોય, ગુપ્ત હોય, પુત્ર દ્વારવાળું હોય, જેમાં પવન ન પેસે એવું ઉંડું હોય યાવતુ કુટાકારશાળા પેઠે જાણવું.
હે ભગવન્! દેવેંદ્ર દેવરાજ ઈશાનને તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતીઅને દિવ્ય દેવપ્રભાવ કેવી રીતે લબ્ધ કર્યો. કેવી રીતે પ્રાપ્ત કર્યો અને કેવી રીતે સામે આણ્યો ? તથા તે પૂર્વભવમાં કોણ હતો ? તેનું નામ અને ગોત્ર શું હતું? અને તે ક્યા ગામમાં, ક્યા નગરમાં, તથા ક્યા સંનિવેશમાં રહેતો હતો? તથા તેણે શું સાંભળ્યું હતું, શું દીધું હતું, શું ખાધું હતું? શું કર્યું હતું, શું આચર્યું હતું? અને તથા પ્રકારના ક્યા શ્રમણ યા બ્રાહ્મણની પાસે એવું એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળી અવધાર્યું હતું કે જેને લઈને દેવેંદ્ર દેવરાજ ઈશાન તે દિવ્ય દેવઋદ્ધિ યાવતું સામે આણી?
હે ગૌતમ ! તે કાળે તે સમયે આજ જંબૂદ્વીપ નામના દ્વિીપમાં ભારત વર્ષમાં તાપ્રલિપ્તી નામની નગરી હતી. તે તાપ્રલિપ્તી નગરીમાં તામલી ના મનો મૌર્યપુત્ર ગૃહપતિ રહેતો હતો. તે તામલીગૃહપતિ ધનાઢ્ય અને દીપ્તિવાળો હતો, યાવતુ-ઘણા માણસોથી તે ચઢીયાતો હતો. હવે એક દિવસે તે મૌર્યપુત્ર તામલી ગૃહ- પતિને રાત્રીના આગળના અને પાછળના ભાગમાં કુટુંબની ચિંતા કરતાં એવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે પૂર્વે કરેલાં જૂનાં સારી રીતે આચરેલાં, સુપરાક્રમયુક્ત, શુભ અને કલ્યાણરૂપ મારા કર્મોને કલ્યાણ ફળરૂપ પ્રભાવ હજુ સુધી જાગતો છે કે જેથી મારા ગૃહને વિષે હિરણ્ય વધે છે, સુવર્ણ વધે છે, ધન વધે છે, ધાન્યો વધે છે, પુત્રો વધે છે, પશુઓ વધે છે, અને પુષ્કળ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, ચંદ્રકાંત વગેરે પત્થર, પ્રવાળાં, તથા માણેકરૂપ સારવાળું ધન મારે ઘરને ઘણું ઘણું વધે છે. તો શું હું પૂર્વે કરેલાં, સારી રીતે આચરેલાં યાવતુ-જૂનાં કર્મોનો તદ્દન નાશ થાય તો જોઈ રહું-તે નાશની ઉપેક્ષા કરતો રહું પણ જ્યાં સુધી હિરણ્યથી વૃદ્ધિ પામું છું અને મારે ઘરે ઘણું ઘણું વધે છે, તથા જ્યાં સુધી મારા મિત્રો, મારી નાતીલાઓ, મારા પિત્રાઈઓ, મારા મોસાળિ આ કે મારા સાસરીઆ અને મારો નોકરવર્ગ મારો આદર કરે છે, અને સ્વામી તરીકે જાણે છે, મારો સત્કાર કરે છે, મારું સન્માન કરે છે અને મને કલ્યાણરૂપ, મંગલરૂપ અને દેવરૂપ જાણી ચૈત્યની પેઠે વિનયપૂર્વક મારી સેવા કરે છે ત્યાં સુધી મારે મારું કલ્યાણ કરી લેવાની જરૂર છે,આવતી કાલે પ્રકાશવાળી રાત્રી થયા પછી મારે મારી પોતાની મેળે લાકડાનું પાત્ર કરી, પુષ્કળ ખાનપાન એવા મિષ્ટાન અને મશાલા વિગેરે તૈયાર કરાવી, મારા મિત્ર, નાત, પિત્રાઈ, મોસાળઆ કે સાસરીઆ અને મારા નોકરચાકરને નોતરી, તે મિત્ર, નોકરચાકરને પુષ્કળ ખાનપાન એવા મિષ્ટાન અને મશાલા વિગેરેથી જમાડીને કપડાં અત્તર વગેરે સુગંધી વસ્તુ, માળાઓ ઘરેણા વગેરેથી તેનો સત્કાર કરીને, તેઓનું સન્માન કરીને તથા તેજ મિત્ર, જ્ઞાતિ, પિત્રાઈ, મોસાળઆ કે સાસરીઆ અને નોકરચાકરની સમક્ષ મારા મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને તેના ઉપર કુટુંબનો ભાર મૂકીને તે મિત્ર, યાવતું નોકરવર્ગને પૂછીને મારી પોતાની મેળેજ લાકડાંનું પાતરું લઈને, સુંદર મુંડ થઈને પ્રાણામા' નામની દીક્ષાવડે દીક્ષિત થાઉં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org