________________
શતક-૩૫, શતક શતક-૧, ઉસો-૨ થી ૧૨
૫૧૯ (શતક-૩૫-શતક શતકઃ ૨ થી ૧૨ ) [૧૦પ૭ હે ભગવનુ કણલેશ્યાવાળા કતયુગ્મકતયુગ્મરાશિરૂપ એકેન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે ઉપપાત જાણવો. પણ તેમાં આ વિશેષતા છે- તે જીવો કૃષ્ણલેશ્યાવાળા છે તે કૃષ્ણલેશ્યાવાળા. કૃતયુગ્મકતયુગ્મ રૂપ એકેન્દ્રિયો કાળથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી હોય. એમ સ્થિતિ સંબંધે પણ જાણવું. બાકી બધું યાવત તેમજ જાણવું. એ રીતે સોળે યુગ્મો કહેવા. પ્રથમ સમયના કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મકતયુગ્મ એકેન્દ્રિયો જેમ પ્રથમ સમયના ઉદ્દેશક સંબંધે કહ્યું તેમ જાણવું. પરન્તુ આ વિશેષતા છે-તે જીવો કૃષ્ણ લેશ્યાવાળા છે જેમ ઔધિક શતકમાં અગિયાર ઉદ્દેશકો કહ્યા તેમ કણલેશ્યાવાળા શતકમાં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા. પહેલો, ત્રીજો અને પાંચમો સરખા પાઠવાળા છે અને બાકીના આઠ સરખા પાઠવાળા છે. વિશેષ એ કે ચોથા, આઠમા અને દસમા ઉદ્દેશકમાં દેવનો ઉપપાત થતો નથી.
એ રીતે નીલલેશ્યાવાળા તથા કાપોતલેશ્યાવાળા સંબંધે પણ કૃષ્ણલેશ્યાશત કની પેઠે કહેવું.ભવસિદ્ધિક કૃતયુગ્મકૃતયુગ્મ રૂપ એકેન્દ્રિયો જેમ ઔધિક કહ્યું તેમજ જાણવું. પરન્તુ અગિયારે ઉદ્દેશકોમાં- હે ભગવનું ! સર્વ પ્રાણો, યાવતુ-સર્વ સત્ત્વો ભવસિદ્ધિક કૃતયુગ્મકતયુગ્મરૂપ એકેંદ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! એ અર્થ યથાર્થ નથી. બાકી બધું તેમજ જાણવું. કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્મક તયુગ્મપ્રમાણ એકેન્દ્રિયો સંબંધે પણ બીજા કૃષ્ણલેશ્યાશતકની પેઠે શતક કહેવું.એ રીતે નીલલેશ્યાવાળા ભવિસિદ્ધિક એકેદ્રિયો સંબંધે પણ શતક કહેવું. એ રીતે કાપોતા લેશ્યાવાળા ભવ- સિદ્ધિક એકેંદ્રિયો સંબંધે પણ અગિયાર ઉદ્દેશકો સહિત એમજ શતક કહેવું. એ રીતે એ ચાર ભવસિદ્ધિક શતકો જાણવાં. એ ચારે શતકોમાં-“સર્વ પ્રાણો, યાવતુ-પૂર્વે ઉત્પન્ન થયા છે' એ પ્રશ્નના ઉત્તરમાં એ અર્થ સમર્થ નથી એમ કહેવું.એ રીતે જેમ ભવસિદ્ધિકો સંબંધે ચાર શતકો કહ્યા છે તેમ અભવસિદ્ધિકો સંબંધે પણ ચાર શતકો લેશ્વાસહિત કહેવાં. બધા પ્રાણો યાવતુ-સત્ત્વો પૂર્વે ઉત્પન્ન થયા છે ? એ પ્રશ્નના ઉત્તરમાં “એ અર્થ નથી' એમ કહેવું. એ રીતે એ બાર એકેંદ્રિય મહાયુગ્મશતકો છે.
| શતકઃ ૩પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
શતક:૩૬
પર શતકશતકઃ ૧ ક.
- ઉદેશક ૧-૧૧[૧૦૫૮] હે ભગવન્! કૃતયુગ્મકૃતયુગ્મરાશિપ્રમાણ બેઇન્દ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! વ્યુત્ક્રાંતિપદમાં કહ્યા પ્રમાણે તેઓનો ઉત્પાદ જાણવો. પરિમાણ તેઓ એક સમયે સોળ, સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. તેઓનો ઉત્પાદ જેમ ઉત્પલોદ્દેશકમાં કહ્યો છે તેમ જાણવો. તેઓનું શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી બાર યોજન પ્રમાણ હોય છે. એ રીતે જેમ એકેંદ્રિયમહાયુગ્મરાશિ સંબંધે પ્રથમ ઉદ્દેશક કહ્યો તેમ બધું સમજવું. વિશેષ એ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org