________________
શતક-૩૫, શતક શતક-૧, ઉદેસી-૧
૫૧૭ ક્રિયાવાળા છે, સાત પ્રકારના કર્મના બંધક છે અને આઠ પ્રકારના યાવતુ-લોભકષાય વાળા છે. નપુંસકદવાળા છે. સ્ત્રીવેદબંધક છે, પુરુષવેદબંધક છે અને નપુંસકવેદ બંધક છે. અસંજ્ઞી છે. ઈદ્રિયવાળા છે અને ઈદ્રિયવિનાના છે. તે કહયુમ્રૂતયુગ્મરાશિ રૂપ એકેંદ્રિયો જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીસુધી વનસ્પતિકાયિકના કાળ પર્યન્ત હોય. સંવેધ કહેવાનો નથી. ઉત્પલ ઉદેશકમાં કહ્યા પ્રમાણે આહાર કહેવો. પણ વિશેષ એ કે, તેઓ છએ દિશામાંથી આવેલો આહાર ગ્રહણ કરે છે, અને જે પ્રતિબંધ હોય તો કદાચ ત્રણ ચાર કે પાંચ દિશામાંથી આવેલા આહારને ગ્રહણ કરે છે. તેઓની સ્થિતિ જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની છે. તેઓને આદિના ચાર સમુદૂઘાતો હોય છે. તે બધાય મારણાંતિક સમુદ્રઘાતથી મરે છે અને તે સિવાય પણ મરે છે. ઉત્પલોદ્દેશકમાંકહ્યા પ્રમાણે ઉકર્તના કહેવી. હે ભગવન્! બધા પ્રાણો યાવતુ-બધા સત્ત્વો કૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકેદ્રિયપણે પૂર્વે ઉત્પન્ન થયા છે? હે ગૌતમ! હા, અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે.
હે ભગવન્! કૃતયુગ્મોજ રાશિરૂપ એકેંદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! પૂર્વની પેઠે ઉપપાત કહેવો. હે ભગવન્! તે જીવો એક સમયે ઓગણીશ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું કૃતયુગ્મકતયુગ્મ રાશિપ્ર માણ એકેદ્રિયો સંબંધે જેમ કહ્યું તેમ યાવતુપૂર્વે અનંત-વાર ઉત્પન્ન થયા છે ત્યાં સુધી જાણવું. હે ભગવન્! કતયુગ્મતાપરયુગ્મપ્રમાણ એકેંદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તેઓને ઉપપાત તેમજ જાણવો. તેઓ એક સમયે અઢાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! કૃતયુગ્મ કલ્યો જરાશિપ્રમાણ એકેંદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! તેઓનો ઉપપાત તેમજ જાણવો. તેઓનું પરિમાણ-સત્તર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! સ્ત્રોજ- કૃતયુમરાશિપ્રમાણ એકેદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! ઉપપાત તેમજ જાણવો. તેઓનું પરિમાણ-એક સમયે બાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું.
હે ભગવન! વ્યોજવ્યોજરાશિરૂપ એકેંદ્રિયો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? ઉપપાત પૂર્વની પેઠે જાણવો. પરિમાણ-પ્રતિસમય પંદર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધું તેમજ જાણવું.એ પ્રમાણે એ સોળે મહાયુગ્મોમાં એકજ પ્રકારનો ગમ જાણવો. માત્ર પરિમાણમાં વિશે- ષતા છે-ટ્યોજદ્વાપરયુગ્મમાં પરિમાણ ચૌદ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. ચોકલ્યોજમાં તેર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપર યુગ્મકતયુગ્મમાં આઠ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપર યુગ્મ- વ્યોજમાં અગિયાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપર- યુગ્મ- દ્વાપરયુગ્મમાં દસ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. દ્વાપર યુગ્મ- કલ્યોજમાં નવ, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજ- કૃતયુગ્મમાં ચાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજકૃતયુગ્મમાં ચાર, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ઉત્પન્ન થાય છે. કલ્યોજવ્યોજમાં સાત, સંખ્યાતા, અસંખ્યાતા કે અંત ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org