________________
४८
શતક-૨, ઉદેસો-૧ ગૃહસ્થ બળવા દેતો નથી. પણ તે સામાનને લઈને એકાંતે જાય છે કારણ કે તે ગૃહસ્થ એમ વિચારે છે કે, જો થોડો સામાન બચે તો મને તે આગળ પાછળ હિતરૂપ, સુખરૂપ. કુશળરૂપ, અને છેવટે કલ્યાણરૂપ થશે. એ પ્રમાણેજ હે દેવાનુપ્રિય ! મારો પણ આત્મા એક જાતના સામાનરૂપ છે અને તે ઈષ્ટ, કાંત, પ્રિય, સુંદર, મનગમતો, સ્થિરતાવાળો, વિશ્વાસપાત્ર, સંમત, અનુમત, બહુમત, અને ઘરેણાના કંડિયા જેવો છે, માટે તેને ટાઢ, તડકો, ભુખ, તૃષા. ચોર, વાઘ કે સર્પ, ડાંસ, મચ્છર, વાત, પિત શ્લેષ્મ, વગેરે અને સનિપાત વગેરે વગેરે અનેક પ્રકારના રોગો અને જીવલેણ દરદો તથા પરિષહ અને ઉપસર્ગો નુકશાન ન કરે અને જો હું તેને પૂર્વોક્ત વિદ્ગોથી બચાવી લઉં તો તે મારો આત્મા મને પરલોકમાં હિતરૂપ, સુખરૂપ, કુશલરૂપ, અને પરંપરાએ કલ્યાણરૂપ થશે. માટે હે દેવાનુપ્રિય ! હું ઈચ્છું છું કે આપની પાસે હું દીક્ષિત થાઉં. મુંડિત થાઉં, પ્રતિલેખન આદિ ક્રિયાઓને શીખું. સૂત્ર અને તેના અર્થોને જાણું, તથા હું ઈચ્છું છું કે તમે આચારને વિનયને, વિનયના ફળને, ચારિત્રને, પિંડવિશુદ્ધયાદિક કારણને, સંયમ યાત્રાને અને સંયમના નિવહક આહારના નિરૂપણને અર્થાત્ એવા પ્રકારના ધર્મને કહો :
પછી શ્રમણ ભગવંત મહાવીર પોતેજ તે કાત્યાયનગોત્રીય સ્વંદક પરિવ્રાજકને પ્રવ્રજિત કર્યો અને વાવતુ-પોતેજ ધર્મ કહ્યો કે - હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે સુવું, આ પ્રમાણે ખાવું, આ પ્રમાણે બોલવું, અને આ પ્રમાણે ઉઠીને પ્રાણ, ભૂત, જીવ તથા સત્ત્વો વિષે સંયમ- પૂર્વક વર્તવું, તથા આ બાબતમાં જરાપણ આળસ ન રાખવી. પછી તે કાત્યાયનગોત્રીય સ્વંદક મુનિએ તે શ્રમણ ભગવંત મહાવીરનો એ પૂર્વ પ્રમાણેનો ધાર્મિક ઉપદેશ સારી રીતે સ્વીકાર્યો. અને જે પ્રમાણે મહાવીર આજ્ઞા દે છે તે પ્રમાણે તે સ્કંદમુનિ ચાલે છે, રહે છે, બેસે છે, સુવે છે, ખાય છે, બોલે છે, તથા ઉઠીને પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વો તરફ દયાપૂર્વક વર્તે છે તથા એ બાબતમાં જરા પણ આળસ રાખતા નથી. હવે તે કાત્યાયનગોત્રીય સ્કંદક અનગાર થયા, તથા ચાલવામાં સાવધાનતાવાળા, બોલવામાં સાવધાનતાવાળા, ખાનપાન લાવવામાં અને લેવામાં સાવધાનતાવાળા, પોતાના ઉપકરણને તથા પાત્રોને લેવામાં અને મૂકવામાં કાળજીવાળા, વડીનીતિ, લઘુનીતિ કરવામાં મુખ તથા કંઠનો મેલ કાઢવામાં કોઈપણ જાતનો મેલ નાસિકાનો મેલ નાખવામાં સાવધાન, શરીરની ક્રિયામાં સાવધાન, મન, વચન અને કાયાને વશ રાખનાર, સર્વને વશ રાખનાર, ઈદ્રિયને વશ રાખનાર, ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, સરળ, ધન્યથી ક્ષમાથી સહન કરનાર, જીતેંદ્રિય, વ્રત વિગેરેના શોધક, કોઈપણ જાતની આકાંક્ષા વિનાના, ઉતાવળ વિનાના, સંયમ સિવાય બીજે સ્થળે ચિત્તને નહીં રાખનાર, સુંદર સાધુપણામાં લીન, અને દાંત એવા સ્કંદક અનગાર આજ નિગ્રંથ પ્રવચનને આગળ કરી વિહરે છે.
[૧૧૪] હવે પછી શ્રીશ્રમણભગવંત મહાવીર કૃતંગલા નગરીથી છત્રપલાશક નામના ચૈત્યથી બહાર નીકળી જનપદ વિહરે છે. ત્યારબાદ તે સ્કંદક અન- ગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક વિગેરે અગીયાર અંગોને શીખે છે અને શીખીને, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં જઈને, વાંદી, નમી, આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવનું ! જો તમે અનુમતિ આપો તો માસિક ભિક્ષપ્રતિમાને ધારણ કરી વિચરવા ઈચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ થાય તેમ કરો, વિલંબ ન કરો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org