________________
શતક-૩૪, શતક શતક-૧, ઉસો-૧
૫૧૩ સમયની વિગ્રહગતિ જાણવી. પશ્ચિમ ચરમાન્તની પેઠે પૂર્વ ચરમાંતને વિષે જાણવું. તેમજ બે ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ જાણવી. પશ્ચિમ ચરમાત્તની પેઠે પૂર્વ ચરમાં તને વિષે જાણવું. તેમજ બે ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ જાણવી. પશ્ચિમ ચરમાં તમાં સમુદુઘાત કરી અને પશ્ચિમ ચરમતમાં ઉત્પન્ન થતા પૃથિવીકાયિકાદિ સંબંધે જેમ સ્વસ્થાનમાં કહ્યું તેમ જાણવું. ઉત્તર ચરમતમાં ઉત્પન્ન થતા જીવોને આશ્રયી એક સમયની વિગ્રહગતિ નથી. બાકી બધું તેમજ જાણવું. પૂર્વ ચરમાંત સંબંધે સ્વસ્થાનની પેઠે સમજવું. દક્ષિણ ચરમતમાં એક સમયની વિગ્રહગતિ નથી અને બાકી બધું તેમજ સમજવું. ઉત્તરમાં સમુદ્ધાતને પ્રાપ્ત થેલા અને ઉત્તરમાં ઉપજતા જીવો સંબંધે સ્વસ્થાનની પેઠે જાણવું. ઉત્તરમાં સમુદુઘાતને પ્રાપ્ત થએલા અને પૂર્વમાં ઉત્પન્ન થતા પૃથિવીકાયિકાદિ સંબંધે પણ એજ રીતે સમજવું. વિશેષ એ કે, એક સમયની વિગ્રહ ગતિ નથી. ઉત્તરમાં સમુદ્ર -ઘાતને પ્રાપ્ત થએલા અને દક્ષિમાં ઉત્પન્ન થતા જીવો સંબંધે સ્વસ્થાનની પેઠે જાણવું. ઉત્તરમાં સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલા અને પશ્ચિમમાં ઉત્પન્ન થતા જીવોને આશ્રયી એક સમયની વિગ્રહગતિ નથી, બાકી બધું તેમજ જાણવું. હે ભગવન્! પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો ક્યાં કહ્યાં છે ? હે ગૌતમ ! તેઓનાં સ્થાન સ્વસ્થાનને અપેક્ષી આઠ પૃથિવીઓમાં છે-ઇત્યાદિ સ્થાનપદમાં, કહ્યા પ્રમાણે જાણવું, હે આયુષ્યનું શ્રમણ ! તેઓ સર્વલોકમાં વ્યાપ્ત છે. હે ભગવન્! અપ- યતિ પૃથિવી કાયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે ? આઠ-જ્ઞાનાવરણીય અને યાવતુ-અંતરાય. એ પ્રમાણે ચારે ભેદો વડે જેમ એકેદ્રિય શતકમાં કહ્યું છે, તેમ યાવતુ-પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધી જાણવું.
હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? હે ગૌતમ ! સાત આઠ -ઈત્યાદિ જેમ એકેંદ્રિયશતકમાં કહ્યું છે જાણવું. અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકો ચૌદ કર્મપ્રકૃતિઓને વેદે છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય ઇત્યાદિ જેમ એકેદ્રિય શતકમાં કહ્યું છે તેમ યાવતુ-પુરુષવેદપ્રતિબન્ધક કર્મપ્રકૃતિક સુધી યાવતુપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધી જાણવું. હે ભગવન્! એકેન્દ્રિય જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? જેમ વ્યુત્ક્રાંતિપદમાં પૃથિ- વિકાયિકોનો ઉપપાત કહ્યો છે તેમ અહીં જાણવો. હે ભગવન્! એકેન્દ્રિય જીવોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? ચાર.- વેદનાસમુદ્ર ઘાત, યાવત વૈક્રિયસમુદ્યાત. હે ગૌતમ ! કેટલાક તુલ્ય સ્થિતિવાળા એકેદ્રિયો પરસ્પર તુલ્ય વિશેષાધિક કર્મબન્ધ કરે છે, કેટલાક તુલ્ય સ્થિતિવાળા ભિન્ન ભિન્ન વિશેષાધિક કર્મબન્ધ કરે છે, કેટલાક ભિન્ન ભિન્ન સ્થિતિ- વાળા તુલ્ય વિશેષાધિક કર્મબન્ધ કરે છે અને કેટલાક ભિન્ન ભિન્ન સ્થિતિવાળા ભિન્ન ભિન્ન વિશેષાધિક કર્મબંધ કરે છે. તેમાં જે સમાન આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે તેઓ તુલ્યસ્થિતિવાળા છે અને તેઓ તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે. જેઓ સમાન આયુષવાળા અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા છે તેઓ તુલ્યસ્થિતિવાળા છે અને જુદું જુદું વિશેષાધિક કર્મ બાંધે છે. જેઓ જુદા જુદા આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા છે તેઓ જુદી જુદી સ્થિતિ વાળા છે અને તુલ્ય વિશેષાધિક કર્મબંધ કરે છે. તથા જેઓ જુદા જુદા આયુષવાળા અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા છે તેઓ ભિન્ન ભિન્ન સ્થિતિવાળા છે અને જુદું જુદું વિશેષાધિક કર્મ કરે છે. [33] Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org