________________
શતક-૩૦, ઉદેસો-૧
૪૯૯ અનાકાર ઉપયોગવાળા નૈરયિકો સુધી સમજવું. વિશેષ એ કે, જેને જે હોય તેને તે કહેવું, બાકીનું ન કહેવું.જેમ નૈરયિકો સંબંધે જણાવ્યું તેમ યાવતુ-સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો ક્રિયાવાદી નથી,તેમ વિનયવાદી નથી,કિંતુ અક્રિયાવાદી છે અને અજ્ઞાન વાદી છે. એ પ્રમાણે પૃથિવીકાયિકોને લેશ્યાદિક જે જે પદો સંભવતાં હોય તે તે બધાં પદોમાં એ બે વચલાં સમવસરણો જાણવા. એ રીતે યાવતુ-અનાકાર ઉપયોગવાળા પૃથિવીકાયિકો સુધી જાણવું. એમ યાવતુ-ચઉરિદ્રિય જીવો સંબંધ કહેવું. સર્વ સ્થાન કોમાં એ બે વચ્ચેના જ સમવસરણો જાણવાં. એઓનાં સમ્યકત્વ અને જ્ઞાનમાં પણ એ જ વચલાં સમવસરણો સમજવાં. પંચેદ્રિય તિર્યંચયોનિકો સંબંધે જીવો- ની જેમ જાણવું. વિશેષ એ કે, જેને જે હોય તેને તે કહેવું. જીવો સંબંધે જે હકીકત કહી છે તે બધી તે જ રીતે મનુષ્યો સંબંધે પણ સમજવી. વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમા રોની જેમ જાણવું.
હે ભગવન્! ક્રિયાવાદી જીવો કયું આયુષ બાંધે ? તેઓ નૈરયિક અને તિર્યંચ યોનિકનું આયુષ ન બાંધે પણ મનુષ્ય અને દેવનું આયુષ બાંધે. હે ગૌતમ ! તેઓ ભવનવાસી યાવતું જ્યોતિષિક દેવનું આયુષ બાંધતા નથી, કિંતુ વૈમાનિક દેવનું આયુષ બાંધે છે.અક્રિયાવાદી જીવો નૈરયિકનું યાવતુ-દેવનું આયુષ પણ બાંધે.એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી સંબંધે પણ સમજવું. લેશ્યા-વાળા ક્રિયાવાદી જીવોનૈરયિકનું આયુષ નથી બાંધતા-ઇત્યાદિ જેમ જીવો સંબધે ઉપર જણાવ્યું છે તેમ જ અહીં પણ ચારે સમવસરણોને આશ્રયી કહેવું.કૃષ્ણલેશ્યાવાળા ક્રિયાવાદી જીવો મનુષ્યનું આયુષ બાંધે છે. કૃષ્ણલેશ્યાવાળા અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનય વાદી જીવો અને ચારે પ્રકારના આયુષનો બન્ધ કરે છે. એ જ રીતે નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા સંબંધે પણ જાણવું.
' હે ભગવન ! તેજોવેશ્યાવાળા ક્રિયાવાદી જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! તેઓ મનુષ્ય અને દેવનું આયુષ બાંધે છે. જો તેઓ દેવોનું આયુશ બાંધે તો તે પૂર્વવતુ આયુષનો બન્ધ કરે છે. તેજલેશ્યાવાળા અક્રિયાવાદી જીવો તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુષ બાંધે છે. એ જ રીતે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવો સંબંધે પણ સમજવું. જેમ તેજલેશ્યાવાળા સંબંધે જણાવ્યું તેમ પત્રલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા જીવો સંબંધે પણ સમજવું.લેશ્યરહિત ક્રિયાવાદી જીવોચારે આયુષ બાંધતા નથી. કૃષ્ણપાક્ષિક અક્રિયાવાદી જીવો તેઓ ચારે પ્રકારનાં આયુષો બાંધે છે. એ રીતે કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી વિષે પણ જાણવું. જેમ લેશ્યાવાળા જીવો સંબંધે કહ્યું છે તેમ શુલપાક્ષિક સંબંધે પણ જાણવું. સમ્યગ્દષ્ટિ ક્રિયાવાદી જીવો મનુષ્ય અને દેવનું આયુષ બાંધે છે. મિથ્યાદ્રષ્ટિને કૃષ્ણપાક્ષિકોની જેમ જાણવું. હે ભગવન્! સમ્યમ્મિગ્લાદ્રષ્ટિ અજ્ઞાનવાદી જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! વેશ્યારહિત જીવોની પેઠે જાણવું. એ પ્રમાણે વિનયવાદી સંબંધે પણ સમજવું. જ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીને સમ્યવ્રુષ્ટિની પેઠે સમજવું.
હે ભગવન્! મન:પર્યવજ્ઞાની (ક્રિયાવાદી) જીવો શું નૈરયિકનું આયુષ બાંધેઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તેઓ દેવનું આયુષ બાંધે છે. હે ગૌતમ ! તેઓ વૈમાનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org