________________
શતક-૨૬, ઉદેસો-૩ થી ૧૦
૪૯૫ પૃચ્છા.જેમ અનન્તરોપપન સંબંધે ઉદ્દેશક કહ્યો તેમ અનંતરાયપ્તિક સંબંધે કહેવું.
| [૯૮૮]શું પરંપરપર્યાપ્ત નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. જેમ પરંપરોપપન્નક સંબંધે ઉદ્દેશક કહ્યો છે તેમ પરંપરપર્યાપ્ત સંબંધે કહેવું.
[૯૮૯] હે ભગવનું ! શું ચરમ નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઇત્યાદિ પૃચ્છા. પરંપરોપપનકની જેમ ચરમ નૈરયિકાદિ સંબંધે પણ કહેવું.
શતક ૨૬- ઉદ્દેસો-૧૧-) [૯૯૦] હે ભગવન્! શું અચરમ નૈરયિકે પાપકર્મ બાંધ્યું હતું-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે પહેલો અને બીજો-એમ બે ભાંગા બધે સ્થળે યાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવા.અચરમ મનુષ્ય કોઇએ પાપકર્મ બાંધ્યું હતું. બાંધે છે અને બાંધશે, કોઈએ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહિ, કોઈએ બાંધ્યું હતું, નથી બાંધતો અને બાંધશે. વેશ્યાવાળા અચરમ મનુષ્યના પાપકર્મ સંબંધે ઉપર કહ્યા પ્રમાણે છેલ્લા સિવાયના બાકીના ત્રણ) ભાંગા કહેવા. એ રીતે યાવતુ-વૈમાનિકો સુધી સમજવું. દર્શનાવરણીય કર્મ સંબંધે પણ એ રીતે બધું જાણવું. વેદનીય કર્મ સંબંધે બધે સ્થળે પહેલો અને બીજો ભાંગો-એમ બે યાવતુ-વૈમાનિકો સુધી જાણવા. વિશેષ એ કે, મનુષ્યપદમાં લેશ્યા- રહિત,કેવળી અને અયોગી અચરમ મનુષ્ય નથી. હે ભગવન્! શું અચરમ નૈરયિકે મોહનીય કર્મ બાંધ્યું હતું -ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ પાપકર્મ સંબંધે કહ્યું તેમ બધું યાવતુ-વૈમાનિકો સુધી જાણવું.અચરમ નૈરયિકના આયુષ કર્મ સંબંધે પહેલો અને બીજો ભાંગો જાણવો. એ રીતે બધાં પદોમાં પણ જાણવું. નૈરયિકો વિષે પહેલો અને ત્રીજો ભાંગો કહેવો. વિશેષ એ કે, સમ્યકત્વમિથ્યા- ત્વમાં ત્રીજો ભાંગો જાણવો. એ રીતે વાવતુ-સ્તુનિતકુમારો સુધી જાણવું. પૃથિવી- કાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિકોને તેજલેશ્યામાં ત્રીજો ભાંગો કહેવો. બાકી બધાં પદોમાં બધે સ્થળે પહેલો અને ત્રીજો ભાંગો જાણવો. અગ્નિકાયિક અને વાયુ- કાયિકોને બધે સ્થળે પ્રથમ અને તૃતીય ભાંગો કહેવો. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિ-દ્રિયને વિષે પણ એમજ જાણવાં. પણ વિશેષ એ કે સમ્યકત્વ, ઔધિકજ્ઞાન, આભિ-નિબોધિક જ્ઞાન અને શ્રત જ્ઞાન-એ ચારે સ્થાનોમાં ત્રીજો ભાંગો સમજવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને સમ્યુશ્મિ ધ્યાત્વમાં ત્રીજો ભાગો અને બાકીનાં સ્થાનોમાં સર્વત્ર પ્રથમ અને તૃતીય ભાંગો જાણવો. મનુષ્યોને સમ્યશ્મિધ્યાત્વ, અવેદક, અને અકષાયી-એ ત્રણ પદોમાં ત્રીજો ભાંગો જાણવો. વેશ્યારહિત, કેવલજ્ઞાન અને અયોગી સંબંધે પ્રશ્ન ન કરવો. બાકી બધાં પદોમાં સર્વત્ર પ્રથમ અને તૃતીય ભાંગો કહેવો. જેમ નૈરયિકો સંબંધે કહ્યું તેમ વાન વ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિકો સંબંધે પણ જાણવું. જેમ જ્ઞાનાવરણીય કર્મસંબંધે જણાવ્યું તેમ નામ, ગોત્ર અને અંતરાય સંબંધે બધું સમજવું.
શતક ૨૬-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
. (-શતક-૨૭:- ) [૯૯૧] હે ગૌતમ! કોઇક જીવે પાપકર્મ કર્યું હતું, કરે છે અને કરશે. કોઈક જીવે કર્યું હતું, કરે છે અને કરશે નહિ. કોઈક જીવે કર્યું હતું, કરતો નથી અને કરશે. અને કોઈક જીવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org