________________
શતક-૨૫, ઉસો-૭
૪૮૯ બોલવું અને વચનને સ્થિર કરવું. સારી રીતે સમાધિપૂર્વક પ્રશાંત થઈ હાથ પગને સંકોચી કાચબાની પેઠે ગુપ્તક્રિય થઈ આલીન અને પ્રલીન-સ્થિર રહેવું.જે આરામોમાં, ઉદ્યાનોમાં-ઇત્યાદિ સોમિલના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુ-શયા અને સંથારાને લઇને વિહરે તે વિવિક્ત શય્યાસન.
અત્યંતર તપ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! છ પ્રકારનું છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ.
પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું -આલોચનાને યોગ્ય અને યાવતુ-પારાંચિતકને યોગ્ય.
વિનયના સાત પ્રકાર છે. જ્ઞાનનો વિનય, દર્શનનો વિનય. ચારિત્રવિનય, મનરૂપ વિનય, વચનરૂપ વિનય, કાયરૂપ વિનય અને લોકોપચાર વિનય. જ્ઞાનનો વિનય પાંચ પ્રકારનો છે. આભિનિબોધિક વિનય, યાવતુ-કેવલજ્ઞાનનો વિનય. દર્શનનો વિનય બે પ્રકારનો છે. શુશ્રષાવિનય અને અનાશાતનારૂપ વિનય. શુશ્રષાવનિયના કેટલા પ્રકાર છે ? શુશ્રુષા વિનય અનેક પ્રકારનો છે. સત્કાર કરવો, સન્માન કરવું વગેરે-ચૌદમા શતકના ત્રીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે અનાશાતના વિનયના પિસ્તાળીશ ભેદ છે. તે આ પ્રમાણે- અરિહંતોની અનાશાતના, અરિહંતોએ કહેલ ધર્મની અનાશાતના, આચાયની, ઉપાધ્યાયોની, સ્થવિરોની, કુળની, ગણની, સંઘની, ક્રિયાની, સમાનધા મિકની, મતિજ્ઞાનની અને યાવતુ-કેવળ જ્ઞાનની અનાશાતના, અને એજ રીતે અરિ હંતાદિ પંદરની ભક્તિ અને બહુમાન, તથા એઓના ગુણોના કીર્તનવડે તેની કીર્તિ કરવી. એ રીતે અનાશાતના વિનયના પિસ્તાળીશ પ્રકાર છે. ચારિત્રવિનય પાંચ પ્રકાર નો છે. સામાયિકચારિત્રવિનય, અને યાવતુ યથાખ્યાતચારિત્રવિનય. મનવિનયના બે પ્રકારે પ્રશસ્તમનવિનય અપ્રશસ્તમનવિનય. પ્રશસ્ત મનવિનયના સાત પ્રકાર છે. પાપરહિત,ક્રોધાદિઅવધરહિત, કાયિક્યાદિક્રિયામાંઆસક્તિરહિત, શોકાદિ ઉપલેશ રહિત, આશ્રવરહિત, સ્વપરને આયાસ કરવા રહિત, અને જીવોને ભય ન ઉત્પન્ન કરવો. અપ્રશસ્ત મનવિનયના સાત પ્રકાર છે. પાપરૂપ, અવધવાળો, કાયિક્યાદિ ક્રિયા માં આસક્તિસહિત,શોકાદિઉપલેશયુક્ત, આશ્રયસહિત, સ્વ-પરને આયાસ ઉત્પન કરનાર અને જીવોને ભય ઉપજાવનાર. વચનવિનયના બે પ્રકાર છે-પ્રશસ્ત વચનવિનય અને અપ્રશસ્ત વચનવિનય. પ્રશસ્ત વચનવિનયમાં સાત પ્રકાર કહ્યા છે. પાપરહિત, અસાવધ, યાવતુ-જીવોને ભય ન ઉપજાવવો. અપ્રશસ્ત વચનવિનયના સાત પ્રકાર છે. પાપસહિત, સાવદ્ય અને યાવતુ-જીવોને ભય ઉપજાવવો. કાયવિનયમાં બે પ્રકાર છે. પ્રશસ્ત કાયવિનય અને અપ્રશસ્ત કાયવિનય. પ્રશસ્ત કાયવિનયના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે- સાવધાનતાપૂર્વક જવું, સાવધાનપૂર્વક સ્થિતિ કરવી, સાવધાનતાપૂર્વક બેસવું, સાવધાનતાપૂર્વક આળોટવું, સાવધાનતાપૂર્વક ઉલ્લંઘન કરવું, સાવધાનતા પૂર્વક વધારે ઉલ્લંઘન કરવું અને સાવધાનપૂર્વક બધી ઈદ્રિયોની પ્રવૃત્તિ કરવી. અપ્રશ
સ્તકાયરૂપ વિનયના સાત પ્રકાર છે.સાવધાનતા સિવાય જવું, યાવતુ-સાવધાનતા સિવાય બધી ઈદ્રિયોના પ્રવૃત્તિ કરવી. લોકોપચારવિનયના સાત પ્રકાર છે.ગુવાદિ વડિલવર્ગની પાસે રહેવું, તેઓની ઈચ્છા પ્રમાણે વર્તવું, કાર્યની સિદ્ધિ માટે હેતુઓની સવડ કરી આપવી, કરેલા ઉપકારનો બદલો દેવો, રોગીઓની સંભાળ રાખવી, દેશકાલજ્ઞતા-અવસરોચિત પ્રવૃત્તિ કરવી અને સર્વ કાર્યોમાં અનુકૂલપણે વર્તવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org