________________
૪s
ભગવઈ- ૨/-/૧/૧૧૨ પ્રમાણેની વાત કહેતા હતા તેવામાં જ તે કાત્યાયનગોત્રીય સ્કંદપરિવ્રાજક તે ઠેકાણે શ્રીમહાવીર પાસે તુરંત આવ્યા.
પછી ભગવદ્ ગૌતમ કાત્યાયનગોત્રીય કંડક પરિવ્રાજકને પાસે આવેલા જાણીને, તુરતજ આસનથી ઉભા થઈને તે પરિવ્રાજકની સામે ગયા. અને જ્યાં કાત્યાયનગોત્રીય કંડક પરિવ્રાજક હતા ત્યાં આવ્યા. તથા ત્યાં આવીને શ્રી ગૌતમે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું કે- હે સ્કંદન ! તમને સ્વાગત છે, હે સ્કંદક તમને સુસ્વાગત છે, હે સ્કંદ ! તમને અન્વાગત છે, હે સ્કંદક! તમને સ્વાગત અવાગત છે, પછી ગૌતમે તે સ્કંદકને આ પ્રમાણે કહ્યું કે- હે સ્કંદક! શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિJથે તમને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હતું કે, હે માગધ ! લોક અંતવાળો છે કે અંત વિનાનો ? ઈત્યાદિ બધું પૂર્વની પેઠે કહેવું. યાવતુ તેના પ્રશ્નોથી મુંઝાઈ તમો અહીં શીધ્ર આવ્યા.’ હે સ્કંદક એ કહો, એ વાત સાચી કે કેમ? હા, એ વાત સાચી છે. પછી કાત્યાયનગોત્રીય તે દક પરિવ્રાજકે ગૌતમને આ પ્રમાણે કહ્યું કે - હે ગૌતમ! હે ગૌતમ! એ તેવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી પુરુષ કોણ છે, કે જેઓએ મારી ગુપ્તવાત તમને શીધ્ર કહી દીધી ! જેથી તમે મારી ગુપ્ત વાતને જાણો છો. ત્યારપછી ભગવાન્ ગૌતમે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું - હે સ્કંદક ! મારા ધર્મગુરુ, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર ઉત્પન્ન જ્ઞાન દર્શનના ધારક છે અહિત છે, જિન છે, કેવળી છે, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના જાણકારી છે. તથા સર્વજ્ઞ અને સર્વદર્શી છે, જેણે મને તમારી ગુપ્ત વાત શીધ્ર કહી દીધી છે અને હે સ્કંદ ! જેથી હું તેને જાણું છું. પછી કાત્યાયનેગોત્રીય સ્કંદક પરિવ્રાજકે ભગવાનું ગૌતમને આ પ્રમાણે કહ્યું કે -
હે ગૌતમ! તારા ધર્માચાર્ય ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈએ અને તેઓને વંદન કરીએ. નમન કરીએ યાવતુ તેની પર્વપાસના કરીએ. હે દેવાનુપ્રિય! જેમ તમને ઠીક લાગે તેમ કરો. વિલંબ ન કરો. પછી ગૌતમે તે કાત્યાયન- ગોત્રીય સ્કંદક પરિવ્રાજક સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજ્યા છે ત્યાં જવાનો સંકલ્પ કર્યો. તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃત્તભોજી હતા. તે વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું શરીર ઉદાર, શણગારેલા જેવું, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય મંગલરૂપ, અલંકારો વિના શોભતું હતું. સારાં લક્ષણો વ્યંજનો અને ગુણોથી યુક્ત એવું શરીર અત્યંત શોભતું હતું. પછી તે કાત્યાયનગોત્રીય સ્વંદકપરિવ્રાજક, વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું પૂર્વ પ્રકારનું ઉદાર યાવતુ અત્યંત શોભાયમાન શરીર જોઈ હર્ષ પામ્યો, સંતોષ પામ્યો, આનંદયુક્ત ચિત્તવાળો થયો, પ્રીતિયુક્ત મનવાળો થયો, પરમ સૌમનસ્યને પામ્યો તથા હર્ષે કરીને પ્રફુલ્લ ર્દયવાળો થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બીરાજ્યા છે તે તરફ જઇ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષીણા કરી તેઓની પર્યાપાસના કરે છે.
પછી હે અંદક' ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું કે - હે સ્કંદક! શ્રાવસ્તી નગરીમાં રહેતા વૈશાલિક શ્રાવક પિંગલક નામના નિર્ગથે તને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછ્યું હતું કે હે માગધ ! શું લોક અંતવાળો છે કે અંત વિનાનો છે? એ બધું આગળ કહ્યા પ્રમાણે જાણી લેવું યાવતુ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org