________________
४८०
ભગવઈ- -દા૨૯ જૂન પૂર્વકોટિ વર્ષ સુધી રહે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કશાયકુશીલ વિષે પણ સમજવું. નિગ્રંથ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી રહે. પુલાકો તેઓ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે. બકુશો તેઓ સર્વ કાળ રહે. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલો સુધી જાણવું. નિગ્રંથો પુલાકોની પેઠે જાણવા, અને સ્નાતકો બકુશોની પેઠે જાણવા.
૯િ૩૦] હે ભગવન્! પુલાકને કેટલા કાળ સુધીનું અંતર હોય? હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું અંતર હોય. કાળથી અનંત અવસર્પિણી-ઉત્સપિ ણીનું, અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અપાઈ પુદ્ગલપરાવર્તનું અંતર હોય છે. એ પ્રમાણે યાવતુ-નિગ્રંથ સુધી જાણવું. સ્નાતકને અંતર નથી. પુલાકોને જઘન્ય એક સમય. અને ઉત્કૃષ્ટ સંખ્યાના વર્ષોનું અંતર હોય. બકુશોને અંતર નથી. એ પ્રમાણે યાવતુ-કષાય કુશીલો સુધી જાણવું. નિગ્રંથોને જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ છ માસનું અંતર હોય. સ્નાતકો બકુશોની પેઠે જાણવા.
[૩૧] હે ભગવન્! મુલાકને કેટલા સમુદૂર્ઘાતો કહ્યા છે ? હે ગૌતમ ! ત્રણ વેદના સમુદ્રઘાત, કષાયસમુદ્દઘાત અને મારણાંતિકસમુદ્યાત. બકુશને પાંચ સમુ દ્વાનો કહ્યા છે, વેદના સમુદ્ધાત અને યાવતુ-તૈજસમુદ્ધાત. એ પ્રમાણે પ્રતિસેવના કુશીલને પણ જાણવું. કષાયકુશીલને છ સમુઘાતો કહ્યા છે. વેદનાસમુદ્દઘાતો અને યાવતુઆહારકસમુદુધાત. નિગ્રંથને એક પણ સમુદ્યાત નથી. સ્નાતકને એક કેવલી સમુદ યાત હોય.
[૯૩૨] હે ભગવન્! પુલાક લોકના સંખ્યાતમા ભાગમાં રહે, અસંખ્યાતમાં ભાગમાં રહે, સંખ્યાતા ભાગોમાં રહે, અસંખ્યાતા ભાગોમાં રહે કે સર્વ લોકમાં રહે? હે ગૌતમ ! સંખ્યાતામા ભાગમાં ન રહે. સંખ્યાતા ભાગોમાં ન રહે, અસંખ્યાતા ભાગોમાં ન રહે અને આખા લોકમાં પણ ન રહે, કિંતુ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે. એ પ્રમાણે યાવતુ-
નિગ્રંથ સુધી સમજવું.સ્નાતક અસંખ્યાતમા ભાગમાં રહે, અસંખ્યાત ભાગોમાં રહે અને સંપૂર્ણ લોકમાં પણ રહે.
[૯૩૩] હે ભગવન્! શું પુલાક લોકના સંખ્યાતમા ભાગને સ્પર્શે કે અસંખ્યાતમા ભાગને સ્પર્શે ? જેમ અવગાહના કહી તેમ સ્પર્શના પણ જાણવી. એ પ્રમાણે યાવતુસ્નાતક સુધી સમજવું.
૯િ૩૪] હે ભગવન્! પુલાક કયા ભાવમાં હોય ? હે ગૌતમ ! ક્ષાયોપથમિક ભાવમાં હોય. એ પ્રમાણે યાવતુ કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રંથ તે ઔપશમિક કે ક્ષાયિક ભાવમાં પણ હોય. સ્નાતક તે ક્ષાયિક ભાવમાં હોય.
૯િ૩૫] હે ભગવન્! એક સમયે કેટલા મુલાકો હોય? હે ગૌતમ! પ્રતિપદ્યમાન પુલાકને આશ્રયી કદાચ હોય અને કદાચ ન હોય. હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય, અને ઉત્કૃષ્ટ શતપથકત્વ હોય. તથા પૂર્વપ્રતિપન્ન ૫લાકોની અપેક્ષાએ કદાચ મુલાકો હોય અને ન હોય. જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય,અને ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ એક સમયેબકુશો પ્રતિપદ્યમાન બકુશોને આશ્રયી કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે અને ત્રણ હોય. તથા ઉત્કૃષ્ટ શતપૃથકત્વ હોય. પૂર્વપ્રતિપન્ન બકુશો જઘન્ય અને ઉત્કૃષ્ટ બે કોડથીનર ક્રોડ સુધી હોય.એક સમયે કષાયકુશીલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org