________________
૪૭૬
ભગવાઈ- ૨૫/-
I૯૧૩ થાય, સામાનિકપણે ઉત્પન્ન થાય, ત્રાયસ્ત્રિશકદેવપણે ઉત્પન્ન થાય અને લોકપાલપણે ઉત્પન્ન થાય, પણ અહમિદ્રપણે ન ઉત્પન્ન થાય. અને વિરાધના કરીને ભવનપતિ વગેરે કોઈ પણ દેવમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ જાણવો. કષાય કુશીલ સંયમની વિરાધના ન કરી હોય તો તે ઈદ્રપણે, યાવતુ-અહમિંદ્રપણે ઉત્પન્ન થાય. અને સંયમ વિરાધના કરી હોય તો તે ભવનપતિ વગેરે કોઈ પણ દેવમાં ઉત્પન્ન થાય. નિગ્રંથ સંયમની અવિરાધનાને આશ્રયી અહમિંદ્રપણે થાય, સંયમની વિરાધનાને આશ્રયી ભવનવાસી વગેરે કોઈ પણ દેવપણે ઉત્પન્ન થાય. હે ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થતા પુલાકની કેટલા કાળ સુધીની કહી છે? હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમ પૃથકત્વ અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની. બકુશની જઘન્ય બેથી નવ પલ્યોપમ સુધી ની અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ સુધીની સ્થિતિ કહી છે. એ પ્રમાણે પ્રતિસેવના કુશીલ વિષે પણ સમજવું. કષાય- કુશીલની જઘન્ય બેથી નવ પલ્યોપમ સુધીની અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગપરોપમની સ્થિતિ કહી છે. નિગ્રંથનીજઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે.
[૯૧૪] હે ભગવન્! મુલાકને કેટલાં સંયમસ્થાનો કહેલાં છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સંયમસ્થાનો કહ્યાં છે. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રંથને કેટલાં સંયમસ્થાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય એક સંયમસ્થાન કહ્યું છે. એ પ્રમાણે સ્નાતક વિષે પણ જાણવું. હે ભગવન્! એ પૂર્વોક્ત પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકના સંયમ- સ્થાનોમાં ક્યાં કોનાથી યાવતુવિશેષાધિક છે ? હે ગૌતમ ! નિગ્રંથ અને સ્નાતકને સર્વ કરતાં અલ્પ જઘન્ય અનુત્કૃષ્ટ એકજ સંયમસ્થાન છે. તેથી મુલાકને અસંખ્યાતગુણાં સંયમસ્થાનો છે, તેથી બકુશને અસંખ્યાતગુણાં સંયમસ્થાનો છે, તેથી પ્રતિસેવના- કુશીલને અસંખ્યાતગુણાં સંયમ સ્થાનો છે, તેથી કષાયકુશીલને અસંખ્યાતગુણાં સંયમસ્થાનો છે.
[૧૫] હે ભગવન્! પુલાકને કેટલા ચારિત્રપર્યવો હોય? અનન્ત ચારિત્રપર્યવો. એ પ્રમાણે વાવતુ-સ્નાતક સુધી જાણવું. હે ભગવન્! પુલાક સ્વસ્થાનસંનિકર્ષ-પોતાના સજાતીય ચારિત્રપર્યાયોની અપેક્ષાએ શું હીન હોય,તુલ્ય હોયકેઅધિકહોય?હે ગૌતમ ! કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય, અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અનંતભાગ હીન હોય, અસંખ્યભાગ હીન હોય, સંખ્યાતભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય, અસંખ્યાતગુણ હીન હોય અને અનંતગુણ હીન હોય. જે અધિક હોય તો અનંતભાગ અધિક હોય, અસંખ્યભાગ અધિક હોય, સંખ્યાતભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય, અસંખ્યાતગુણ અધિક હોય અને અનંતગુણ અધિક હોય. હે ભગવાપુલાક (પોતાના ચારિત્રપર્યયોવડે) બકુશના પરસ્થાનસંનિકર્ષવિજાતીય ચારિત્રપર્યાયોની અપેક્ષાએ શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? હે ગૌતમ! હીન છે, પણ તુલ્ય કે અધિક નથી, અને તે અનંતગુણ હીન છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલના ચારિત્ર- પ-િ યની અપેક્ષાએ પુલાક અનન્તગુણ હીન છે. પુલાક જેમ સ્વસ્થાન-સજાતીય પર્યાયની અપેક્ષાએ છ સ્થાનપતિત કહ્યો છે તેમ કષાયકુશીલની સાથે પણ છ સ્થાનપતિત જાણવો. બકુશની પેઠે નિગ્રંથની સાથે જાણવું. એમ સ્નાતકની સાથે પણ સમજવું.
હે ભગવન્! બકુશ મુલાકના પરસ્થાન-વિજાતીય ચારિત્રપર્યાયની અપેક્ષાએ શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org