________________
શતક-૨, ઉદેસી-૧
૪૩ બહારના ઉચ્છવાસને લે છે ? તથા અંદરના અને બહારના નિઃશ્વાસને મૂકે છે ? હે ગૌતમ ! હા, એ એક ઈદ્રિયવાળા જીવો પણ બહારના અને અંદરના ઉચ્છવાસને લે છે તથા નિઃશ્વાસને મૂકે છે.
[૧૦] હે ભગવન્! તે જીવો કેવા પ્રકારનાં દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે? તથા નિઃશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ ! દ્રવ્યથી અનંત પ્રદેશવાળા દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં રહેલાં દ્રવ્યોને કાળથી કોઈપણ જાતની સ્થિતિવાળાં દ્રવ્યોને, બહારના અને અંદરના નિઃશ્વાસમાં મૂકે છે. હે ભગવન્! તે જીવો ભાવથી વર્ણવાળાં જે દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે તથા મૂકે છે તે દ્રવ્યો શું એક વર્ણવાળાં છે? હે ગૌતમ ! અહીં આહારગમ જાણવો અને તે યાવતુ-પાંચ દિશા તરફથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે. હે ભગવન્નૈરયિકો કેવા પ્રકારનાં દ્રવ્યોને બહારના અને અંદરના શ્વાસમાં લે છે? અને નિઃશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ તે સંબંધે પૂર્વ પ્રમાણેજ જાણવું ને નિયમે છએ દિશામાંથી બહારના અને અંદરના શ્વાસ અને નિઃશ્વાસના અણુઓને મેળવે છે. જીવો અને એકેંદ્રિયો સંબંધે એમ કહેવું કે, તેઓને જો કાંઈ વ્યાઘાત ન હોય તો તેઓ બધી દિશાઓમાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે. અને જો તેઓને કાંઈ અડચણ હોય તો તે છએ દિશામાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવી શકતા નથી, પણ કોઈવાર ત્રણ દિશામાંથી કોઇવાર ચાર દિશામાંથી અને કોઇવાર પાંચ દિશામાંથી શ્વાસ અને નિઃશ્વાસના અણુઓ મેળવે છે અને બાકી બધા જીવો ચોક્કસ છએ દિશામાંથી શ્વાસ તથા નિઃશ્વાસ મેળવે છે. હે ભગવન્! વાયુકાય વાયુકાયોનેજ અંદરના અને બહારના શ્વાસમાં લે છે ? તથા તેઓનેજ અંદરના અને બહારના નિઃશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ! હા તે તેમજ છે.
[૧૦૮] હે ભગવન્! વાયુકાય વાયુકાયમાંજ અનેકવાર મરીને પાછો ત્યાંજ ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે પાછો ત્યાંજ આવે. હે ભગવન્! તે વાયુકાય સ્વજાતિના અથવા પરજાતિના જીવો સાથે અથડાવાથી મરણ પામે ? કે કોઈ સાથે અથડાયા સિવાય મરણ પામે ? હે ગૌતમ! અથડાવાથી મરણ પામે. પણ કોઈ સાતે અથડાયા સિવાય તે મરે નહિં. હે ભગવન્! તે શરીરવાળો થઈને જાય છે કે શરીરવિનાનો થઈને જાય છે તે ગૌતમ ! વાયુકાયને ચાર શરીર કહ્યાં છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ, અને કાર્મણ. તેમાં ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને જાય છે માટે શરીરવિનાનો થઈને જાય છે અને તૈજસ તથા કામણ શરીરને સાથે લઈને જાય છે માટે શરીરવાળો થઈને જાય છે.
[૧૦] હે ભગવન્! જેણે સંસારને નિરોધ્યોનથી, પ્રપંચોને નિરોધ્યા નથી, જેનો સંસાર ક્ષીણ થયો નથી, જેનું સંસાર વેદનીય કર્મક્ષીણ થયું નથી, જેનો સંસાર વ્યછિન્ન નથી, જેનું સંસારવેદની કર્મભુચ્છિન્ન થયું નથી, જે સિદ્ધપ્રયોજન નથી તેવો મૃતાદી અનગાર શું ફરીને પણ તુરત મનુષ્યપણા આદિક ભવને પામે છે ગૌતમ ! પૂર્વ પ્રમાણેના સ્વરૂપવાળો સાધુ ફરીને પણ તુરત મનુષ્યાદિક ભવને પામે.
[૧૧૭] હે ભગવન્! તે નિગ્રંથના જીવને ક્યા શબ્દથી બોલાવાય? હે ગૌતમ ! તે કદાચ પ્રાણ” કહેવાય, કદાચ ભૂત કહેવાય, કદાચ ‘જીવ” કહેવાય કદાચ સત્ત્વ કહેવાય, કદાચ વિજ્ઞ’ કહેવાય, અને કદાચ “વેદ' કહેવાય, તથા કદાચ પ્રાણ' ભૂત’ ‘જીવ’ ‘સત્ત્વ' ‘વિજ્ઞ' અને વેદ પણ કહેવાય. હે ભગવન્! તે પ્રાણ” કહેવાય અને વેદ કહેવાય, તેનું શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org