________________
શતક-૨૪, ઉદેસી-૩ થી ૧૧
૪૩૩ કાળાદેશથી જઘન્ય કાંઈક ન્યૂન ચાર પલ્યોપમ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન પાંચ પલ્યોપમએટલો કાળ યાવતુ-ગમનાગમન કરે, જો તે જીવ પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર જઘન્ય કાળની સ્થિતિવાળા. પેઠે બધું કહેવું. જો તે જીવ પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર જઘન્ય કાળની સ્થિતિવાળા પેઠે બધું કહેવું. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકો. અસુરકુમારોમાં ઉત્પન્ન થતા તિર્યંચયોનિકની પેઠે કહેવા. પણ વિશેષ એ કે અહીં નાગકુમારોની સ્થિતિ અને સંવેધ કહેવો. જો તે નાગકુમારો સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિ- કોથી આવી ઉત્પન્ન થાય તો શું તેઓ પર્યાપ્ત કે અપર્યાપ્ત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તેઓ પર્યાપ્ત સંખ્યાતાવર્ષના આયુષવાળા સંજ્ઞીતિર્યંચયોનિકથી આવી ઉત્પન્નથાય,
હે ભગવન્! પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે નાગકુમારમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપલમની -ઈત્યાદિ જેમ અસુરકુમારોની ઉત્પન્ન થતા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહી છે તેમ અહીં નવે ગમકોમાં કહેવી. પણ વિશેષ એ કે અહીં નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો. જો તેઓ મનુષ્યો આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવીઉત્પન્ન થાય? કે અસંજ્ઞી મનુષ્યોથી આવી સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાયઈત્યાદિ જેમ અસુર- કુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્યોની વક્તવ્યતા કહી છે તેમ કહેવી. યાવતુ- હે ભગવન્! અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્ય જે નાગકુ મારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જઘન્ય દસહજારવર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન બે પલ્યોપમની. એ પ્રમાણે બધું અસંખ્યાત વર્ષના આયુષવાળા તિર્યંચોયનિકોના નાગકુમારોમાં ઉત્પન્ન થવા સંબંધે આદિના ત્રણ ગમકો મુજબ જાણવું. પણ વિશેષ એ કે પ્રથમ અને બીજા ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય કાંઈક અધિક પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું છે. ત્રીજા ગમકમાં શરીરની ઉંચાઈ જઘન્ય કાંઈક ન્યૂન બે ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. બાકી બધું તે પ્રમાણે જાણવું. જો તે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય તો તેને પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય અસંખ્યાતા વર્ષના આયુષ વાળાસંજ્ઞી મનુષ્યની પેઠે બધી હકીકત કહેવી.
જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તે સંબંધે પણ ત્રણે ગમકોમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સંજ્ઞી અસંખ્યાતવર્ષીય મનુષ્યની પેઠે જાણવું. પણ વિશેષ એ કે અહીં નાગકુમારોની સ્થિતિ અને સંવેધ જાણવો. જો તેઓ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી કે અપર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષવાળાથી ? તેઓ પયત સંખ્યાતા વર્ષના આયુષવાળા સંશી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, ભગવન્! પતિ સંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્ય જે નાગ કુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન
28)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org