________________
શતક-૨૪, ઉદ્દેસો-૧
૪૨૯
મનુષ્ય પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને તે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય તો તે સંબંધે ત્રણે ગમકમાં એ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરની ઉંચાઈ જઘન્યથી અને ઉત્કૃષ્ટ બેથી નવ હાથ સુધીની હોય છે, અને આયુષ જઘન્ય તથા ઉત્કૃષ્ટ વર્ષપૃથક્ક્સ હોય છે. અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. બાકી બધું સામાન્ય ગમકની પેઠે કહેવું. અને સર્વ સંવેધ પણ વિચારીને કહેવો. જો તે મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ- કાળની સ્થિતિવાળો હોય અને તે શર્કરાપ્રભામાં નૈયિક થાય તો તે સંબંધે ત્રણે ગમ- કોમાં આ પ્રમાણે વિશેષતા છે-શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે, અનુબંધ પણ એ જ પ્રમાણે જાણવો. બાકી બધું પ્રથમ ગમકની પેઠે સમજવું. પણ વિશેષ એ કે નૈરયિકની સ્થિતિ અને કાયસંવેધ વિચારીને કહેવો. એ પ્રમાણે યાવત્-છઠ્ઠી નરક પૃથિકી સુધી જાણવું. પણ વિશેષ એ કે નૈરયિકની સ્થિતિ અને કાયસંવેધ વિચારીને કહેવો. એ પ્રમાણે યાવત્-છઠ્ઠી નરક પૃથિવી સુધી જાણવું. પણ વિશેષ એ છે કે ત્રીજી નરકથી માંડી તિર્યંચયોનિકની પેઠે એક એક સંઘયણ ઘટાડવું, અને કાળાદેશ પણ તેમજ કહેવો. પણ વિશેષ એ છે કે અહિં મનુષ્યોની સ્થિતિ કહેવી.
[૮૪૨]હે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય જે સપ્તમ નરક પૃથિવીના નૈયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્ ! કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે જઘન્યથી બાવીશ સાગ રોપમની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નૈયિ-કોમાં ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? બાકીની બધી વક્તવ્યતા શર્કરાપ્રભા પૃથિવીના ગમકની પેઠે જાણવી. પરન્તુ વિશેષ એ છે કે સપ્તમ નરકમાં પ્રથમ સંઘયણવાળા ઉપજે છે, અને સ્ત્રીવેદવાળા નથી ઉપજતાં, બાકી બધું યાવત્-અનુબંધ સુધી પૂર્વવત્ જાણવું. ભવાદેશથી બે ભવ, અને કાળાદેશથી જઘન્ય વર્ષપૃથક્ત્વ અધિક બાવીશ સાગરોપમ તથા ઉત્કૃષ્ટથી પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ-એટલો કાળ યાવત્ ગમનાગમન કરે. જો તે જ મનુષ્ય જઘન્યકાળ કે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા સપ્તમ નરકમાં નૈરિયકપણે ઉત્પન્ન થાય તો તેને પણ એ જ વક્ત વ્યતા કહેવી. પણ વિશેષ એ છે કે સંવેધ વિચારીને કહેવો. જો તે સંશી મનુષ્યો પોતે જઘન્યકાળની સ્થિતિવાળો હોય અને સપ્તમ પૃથિવીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો તેને ત્રણે ગમકોમાં એ જ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બેથી નવ હાથ સુધી તથા સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ વપૃથક્ક્સ હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા સંવેધ ધ્યાન રાખીને કહેવો. જો તે સંશી મનુષ્ય પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય અને સપ્તમ નરક પૃથિવીમાં ઉત્પન્ન થાય તો તેને ત્રણે ગમકમાં એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પરન્તુ વિશેષ એ છે કે શરીરની ઉંચાઈ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષની હોય છે, સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વર્ષની હોય છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. તથા ઉપર કહેલા નવે ગામોમાં નૈરિયકની સ્થિતિ અને સંવેધ વિચારીને કહેવો. યાવત્-નવમાં ગમકમાં કાળની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ-એટલો કાળ સેવે. શતકઃ૨૪-ઉદ્દેસોઃ૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org