________________
શતક-૨૦,
ઉદ્દેસો-૯
૪૧૩
વિદ્યાચરણની ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો કહ્યો છે ? એક ઉત્પાતવડે નંદનવનમાં સમવ સરણ કરે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે, પછી બીજા ઉત્પાતવડે પાંડુકવનમાં સમવસરણ કરે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે, પછી ત્યાંથી પાછો આવી અહિં રહેલાં ચૈત્યોને વાંદે, વળી હે ગૌતમ ! જો તે વિદ્યાચારણ, ગમનાગમન સંબંધી પાપસ્થાપકને આલોચ્યા કે પ્રતિ ક્રમ્યા સિવાય કાળ કરે તો તે આરાધક થતો નથી, અને જો તે,સ્થાનને આલોચી તથા પ્રતિક્રમણ કરે તો તે આરાધક થાય છે.
[૮૦૨]હે ભગવન્ ! જંધાચારણને ‘જંધાચારણ' શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ ! નિરંતર અઠ્ઠમ અક્રમના તપકર્મવડે આત્માને ભાવતા મુનિને બંધાચારણ નામે લબ્ધિ ઉત્પન્ન થાય છે. માટે ‘જંધાચારણ’ એમ કહેવાય છે. હે ભગવન્ ! બંધાચારણની કેવી શીધ્ર ગતિ હોય છે, હે ગૌતમ ! આ જંબુદ્રીપ નામે દ્વીપની રિધિ-ઈત્યાદિ જેમ વિદ્યાચારણ સંબંધે કહ્યું છે તેમ અહિં કહેવું, પણ વિશેષ એ કે, આ જંબુદ્રીપને યાવત્ત્રણ ચપટી વગાડે એટલી વારમાં એકવીશ વાર ફરીને આવે, હે ગૌતમ ! તેવી જંઘા ચારણની શીઘ્ર ગતિ છે,જંઘાચારણની તિર્યંચ્ ગતિનો વિષય કેટલો કહ્યો છે?હે ગૌતમ ! તે બંધાચારણ એક ઉત્પાતવડે રુચકવરદ્વીપમાં સમવસરણ કરે, પછી ત્યાં રહેલા ચૈત્યોને વાંદે, વાંદી ત્યાંથી પાછા વળતાં બીજા ઉત્પાતવડે નંદીશ્વરદ્વીપમાં સમવસરણ કરે, પછી ત્યાંનાં ચૈત્યોને વાંદી,અહિં શીધ્ર આવી અહિંના ચૈત્યોને વાંદે, હે ભગવન્ ! બંધાચારણની ગતિ અને ગતિવિષય ઉંચે કેટલો કહ્યો છે ? હે ગૌતમ ! તે જંઘાચારણ એક ઉત્પાત વડે પાંડુકવનમાં સમવસરણ કરે, પછી ત્યાંના ચૈત્યો વાંદી, ત્યાંથી પાછા વળતાં બીજા ઉત્પાતવડે નંદનવનમાં સમવસરણ કરે, પછી ત્યાંના ચૈત્યો વાંદી ત્યાંથી અહિં આવી, અહિંના ચૈત્યોને વાંદે, વળી જો તે જંધાચારણ તે સ્થાનને આલોચ્યા કે પ્રતિક્રમ્યા સિવાય કાળ કરે તો તે આરાધક થતો નથી. અને તે સ્થાનકને આલોચી કે પ્રતિક્રમી કાળ કરે તો તે આરાધક થાય છે.
શતકઃ૨૦-ઉદ્દેસોઃઃ૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
ઉદ્દેશકઃ૧૦
[૮૦૩]હે ભગવન્ ! શું જીવો સોપક્રમઆયુષવાળા હોયછે કે નિરુપક્રમ આયુષ વાળા બને. નૈયિકો સોપક્રમ આયુષવાળા હોતા નથી પણ નિરુપક્રમઆયુષવાળી હોયછે. એ પ્રમાણે યાવત્-સ્તનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો જીવોની પેઠે બન્ને પ્રકારના જાણવા. એ પ્રમાણે યાવત્-મનુષ્યો સુધી સમજવું. તેમજ વાનવ્યંતર, જ્યોતિ ષિક અને વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવા.
[૮૦૪]હે ભગવન્ ! શું નૈરયિકો આત્મોપક્રમવડે-ઉપક્રમી-ઉત્પન્ન થાયછે, પો પક્રમવર્ડ-પૂર્વભવના આયુષને ઘટાડી ઉત્પન્ન થાયછે, કે નિરુપક્રમવડે-પૂરેપૂરું આયુષ ભોગવીને ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! ત્રણે રીતે. એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી - જાણવું. હે ભગવન્ ! શું નૈરયિકો આત્મોપક્રમવડે ઉદ્ભર્તે-મરે છે, પરોપક્રમવડે ઉદ્ધર્તે છે કે નિરુપક્રમવડે ઉદ્ધર્તે છે ! હે ગૌતમ ! તેઓ નિરુપક્રમવડે ઉદ્ધર્તે છે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી જાણવું, પૃથિવીકાયિકો અને યાવત્-મનુષ્યો ત્રણે-વડે ઉર્તે છે. બાકી બધા નૈરિયકોની પેઠે જાણવા. વિશેષ એ કે જ્યોતિષિકો અને વૈમાનિકો ‘ચ્યવે’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org