________________
૩૯૮
ભગવાઈ- ૧૯ી-પ૭૬૬ અસુરકુમારો અલ્પ કર્મવાળા, અને અલ્પ આયુષવાળા અસુરકુમારો મહાકર્મવાળા હોય છે. બાકી બધું તેજ પ્રમાણે કહેવું, યાવતું-સ્વનિતકુમારી સુધી જાણવું. જેમ નૈરયિકો કહ્યા તેમ પૃથિવીકાયિકાદિ યાવતુ-મનુષ્યો સુધી કહેવા, અસુરકુમારોની પેઠે વાન વ્યતરો, જ્યોતિષિકો, વૈમાનિકો કહેવા.
[૭૬૭]હે ભગવન્! વેદના કેટલા પ્રકારની? હે ગૌતમ! વેદના બે પ્રકારની નિંદા જ્ઞાનપૂર્વક વેદના અને અનિંદા-અજ્ઞાનપૂર્વક વેદના. હે ભગવન્! શું નૈરયિકો જ્ઞાનપૂર્વક વેદનાને વેદ-કે અજ્ઞાનપૂર્વક ? પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે અહિં કહેવું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે. શતક ૧૯-ઉદ્દેસી પનીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકાદ) | [૭૬૮] હે ભગવન્! દ્વીપ અને સમુદ્રો ક્યાં કહ્યા છે, કેટલા કહ્યા છે, કેવા આકારે કહ્યા છે ? જીવા- ભિગમસૂત્રમાં કહેલ દ્વીપસમુદ્દોદ્દેશક યાવતુ-પરિણામ, જીવનો ઉપપાત અને ભાવતુ-અનંતવાર’ ઘટિત વાક્ય સુધી કહેવો. શતક:૧૯-ઉદેસીદની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ !
(ઉદ્દેશક૭) [૭૬૯]અસુરકુમારોના ભવનાવાસો કેટલા લાખ કહ્યા છે ? ચોસઠ લાખ. તે ભવનાવાસો કેવા છે? હે ગૌતમ ! તે ભવનાવાસો સર્વરત્નમય, સ્વચ્છ, સુંવાળા, યાવતુપ્રતિરુપ-સુન્દર છે અને ત્યાં ઘણાં જીવો અને પુદ્ગલો ઉપજે છે અને વિનાશ પામે છે, તથા ઓવે છે અને ઉપજે છે. તે ભવનો દ્રવ્યાર્થિકપણે શાશ્વત છે અને વર્ણ યાવતુસ્પર્શપયમિોવડે અશાશ્વત છે. એ પ્રમાણે યાવતુ-સ્તનિતકુમારો સુધી જાણવું.
હે ભગવન્! વાનવ્યસ્તરોના ભૂમિની અન્તર્ગત કેટલા લાખ નગરો કહ્યાં છે ? અસંખ્યાતા. તે વાતવ્યન્તરના નગરો કેવાં છે? પૂર્વ પ્રમાણે. જ્યોતિષિકના કેટલા લાખ વિમાનાવાસો કહ્યા છે ? અસંખ્યલાખ. તે વિમાનાવાસો કેવા છે? હે ગૌતમ ! તે વિમાના વાસો બધા સ્ફટિકમય અને સ્વચ્છ છે. બાકી બધું પૂર્વ પ્રમાણે સૌધર્મ કલ્પમાં કેટલા લાખ વિમાનાવાસો કહ્યાં છે ? બત્રીસ લાખ. તે બધા વિમાનાવાસો કેવા છે? હે ગૌતમ ! તે બધા સર્વ રત્નમય અને સ્વચ્છ છે. બાકી બધું પૂર્વ પ્રમાણે યાવતુ-અનુત્તરવિમાન સુધી જાણવું, વિશેષ એ કે જ્યાં જેટલા ભવનો કે વિમાનો હોય ત્યાં તેટલાં કહેવા. | શતક ૧૯-ઉદેસી ૭નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક ૮) [૭૭]હે ભગવન્! જીવનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? પાંચ પ્રકારની. એકેન્દ્રિયજીવનિવૃત્તિ, યાવતુ-પંચેન્દ્રિય- જીવનિવૃત્તિ. એકેન્દ્રિયજીવનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? પાંચ પ્રકારની. પૃથિવીકાયિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ, યાવતું વન સ્પતિકાયિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ. પૃથિવીકાયિક એકેન્દ્રિય જીવનિવૃત્તિ કેટલા પ્રકાર ની કહી છે ? બે પ્રકારની. સૂક્ષ્મ- પૃથિવીકાયિક-એકેન્દ્રય જીવનિવૃત્તિ અને બાદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org