________________
૩૯૯
શતક-૧૮, ઉદ્સો-૧૦ અભક્ષ્ય છે. તેમાં જે ધાન્યકુલત્થા છે-ઈત્યાદિ-વક્તવ્યતા ધાન્યસરિસવ પ્રમાણે જાણવી. આપ એક છો કે બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો કે અનેક ભૂત, વર્તમાન અને ભાવી પરિણામને યોગ્ય છો ? હે સોમિલ ! હું એક પણ છું, યાવતુ-અનેક ભૂત, વર્તમાન અને ભાવી પરિણામોને યોગ્ય છું. હું દ્રવ્યરુપે એક છું અને જ્ઞાનરુપે અને દર્શન રુપે બે પ્રકારે પણ છું. પ્રદેશરુપે હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું, ઉપયોગ ની દ્રષ્ટિએ હું અનેક ભૂત વર્તમાન અને ભાવી પરિણામને યોગ્ય છું. અહિં સોમિલ બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યો, ને તે શ્રમણ ભગવંતમહાવીરને વંદન-નમસ્કાર કરે છે-ઈત્યાદિ અંદકની પેઠે કહેવું ! હે દેવાનુપ્રિય ! આપની પાસે જેમ ઘણાં રાજેશ્વર-વગેરે ઈત્યાદિ રાજ,શ્રીય સૂત્રમાં ચિત્રકનું વર્ણન છે તેમ યાવતુ-બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકર કરે છે યાવતું જીવાજીવાદિક તત્વોને જાણતો યાવતુ-વિહરે છે. ગૌતમ બોલ્યા હે ભગવન્! સોમિલબ્રાહ્મણ આપી દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ અનગારપણું લેવા સમર્થ છે-ઈત્યાદિ જેમ શંખ શ્રાવકની વક્તવ્યતા કહી છે તે પ્રમાણે યાવતું “સર્વ દુઃખોનો અંત કરશે ત્યાં સુધી બધી વક્તવ્યતા કહેવી. | શતક:૧૮-ઉદેસો ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ |
શતક:૧૮-ગુર્જરછાયાપૂર્ણ |
(શતક: ૧૯
-: ઉસકઃ૧-૨ઃ[૭૫૮]લેશ્યા, ગર્ભ,પૃથિવી, નારકો, ચરમ, દ્વીપભવન, નિવૃત્તિ, કરણ, અને વાન વ્યત્તર, દશ ઉદ્દેશકો છે.
[૭પ૯ગૌતમ આ પ્રમાણે બોલ્યા હે ભગવન્! વેશ્યાઓ કેટલી કહી છે? હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રનો ચોથો લેશ્યા ઉદ્દેશક અહિં સમગ્ર કહેવો.
[૭૦]હે ભગવન્! લેયાઓ કેટલી કહી છે ? એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના સત્તરમાં પદનો છઠ્ઠો ગદિશક સપૂર્ણ કહેવો. શતક ૧૯-ઉદ્સોઃ ૧-૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક ૩) [૭૬૧]હે ભગવન્! કદાચ બે યાવતુ-ચાર પાંચ પૃથિવીકાયિકો એકઠા થઈને એક સાધારણ શરીર, બાંધ્યા પછી આહાર કરે પછી તે આહારને પરિણમાવે, અને ત્યાર બાદ શરીરનો બંધ કરે? એ અર્થ સમર્થનથી. પૃથિવીકાયિકો પ્રત્યેક-જૂદો જૂદો આહાર કરવાવાળા અને તે આહારનો જૂદા જૂદો પરિણામ કરવાવાળા હોય છે, હે ભગવન્! તે પૃથિવીકાયિક જીવોને કેટલી વેશ્યાઓ કહી છે? ચાર. કૃષ્ણલેશ્યા, યાવતુ તેજોલેશ્યા. તે જીવો સમદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે કે સમ્યુગ્મિથ્યાદ્રષ્ટિ છે ? હે ગૌતમ ! તેઓ સમ્ય દ્રષ્ટિ નથી, મિશ્રદ્રષ્ટિ નથી, પણ તેઓ મિથ્યાષ્ટિ છે.
હે ભગવન્! શું તે (પૃથિવીકાયિક) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે, અને તેઓને અવશ્ય બે અજ્ઞાન હોય છે.મતિઅજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org