________________
શતક-૧૮, ઉદેસો-૩
૩૮૧ નિર્ભરતા, ચરમશરીરને છોડતા, ચરમ મરણે મરતા તથા મારણાત્તિક કર્મને વેદતા, મારાત્તિક કર્મને નિર્ભરતા, મારણાન્તિકે મરણ અને મારશાન્તિકશરીરને છોડતા ભાવિતાત્મા અનગારના જે ચરમનિર્જરાના પુદગલો છે તે પુદગલોને સૂક્ષ્મ કહેવામાં આવ્યા છે, અને તે મુદ્દલો સમગ્ર લોકને અવગાહીને રહે છે ? હા, માકંદિકપુત્ર ! ભાવિ તાત્મા અનગારના તે ચરમ નિર્જરાપુદગલો યાવતુ-સમગ્ર લોકને વ્યાપીને રહે છે. હે ભગવન ! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુલોનું પરસ્પર જુદાપણું યાવતુ-નાનાપણું જાણે અને જુએ ? “જેમ પ્રથમ ઈન્દ્રિયોદ્દેશકમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે યાવતુ એમ વૈમાનિકો સુધી કહેવું. તેમાં જેઓ ઉપયોગયુક્ત છે તેઓ તે પુદગલોને જાણે છે, જુએ છે અને ગ્રહણ કરે છે. તે કારણ માટે એ સમગ્ર નિક્ષેપ- કહેવો. હે ભગવન્! નૈરયિકો સંબંધે પ્રશ્ન. તેઓ નિર્જરાપુલોને જાણતા નથી, જોતા નથી, પણ તેનો આહાર કરે છે. એમ યાવતુ-પંચેન્દ્રિતિયંચયોનિક સુધી જાણવું.
હે ભગવન્! મનુષ્યો શું નિર્જરા પુલોને જાણે છે, જુએ છે અને આહારે છે-ગ્રહણ કરે છે, કે જાણતા નથી, જોતા નથી અને ગ્રહણ કરતા નથી? હે ગૌતમ! કેટલાક જાણે છે, જુએ છે અને આહારે છે, અને કેટલાક જાણતા નથી, જોતા નથી પણ તેઓનો આહાર કરે છે. હે ભગવન્! શા માટે? હે ગૌતમ ! મનુષ્ય બે પ્રકારના કહ્યા છે, સંજ્ઞીરુપ- અને અસંજ્ઞીપ તેમાં જે અસંજ્ઞીરુપ છે તે જાણતા નથી, જોતા નથી, પણ તે નિર્જરા પુદગલોનો આહાર કરે છે, અને જે સંજ્ઞીપ છે તે પણ એ પ્રકારના છે, ઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે વિશિષ્ટ જ્ઞાનના ઉપયોગ રહિત છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહાર કરે છે. જે વિશિષ્ટ ઉપયોગવાળા છે તેઓ તેને જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે, તે કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે કેટલાંક જાણતા નથી, જોતા નથી પણ તેનો આહાર કરે છે અને કેટલાંક જાણે છે, જુએ છે અને તેનો આહાર પણ કરે છે,’ વાણવ્યંતર અને જ્યોતિષ્કોની વક્તવ્યતા નૈરયિકો પ્રમાણે સમજવી. હે ભગવનું ! વૈમાનિકો સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! મનુષ્યોની જેમ વૈમાનિકોની વક્તવ્યતા જાણવી. પરન્તુ વિશેષ એ છે કે, વૈમાનિકો બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-માયી મિથ્યાવૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ. તેમાં જે માયીમિથ્યાદ્રષ્ટિદેવ છે તેઓ નિર્જરાપુદગલોને જાણતા નથી, જોતાનથી પણ આહારે છે. તથા જે અમાયી સમ્યગ્દષ્ટિ છે, તે બે પ્રકારના અન્તરોપપત્રક અને પરંપરોપપત્રક. તેમાં જે અનંતરોપપત્રક- છે તે જાણતા નથી, જોતાં નથી, પણ આહારે છે, અને જે પરંપરોપપત્રક છે તે બે પ્રકારના પર્યાપ્તક અને અપર્યાપ્તક. તેમાં જે અપર્યાપ્તક છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહારે છે. જે પર્યાપ્તક છે તે બે પ્રકારનાઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતાં નથી પણ આહારે છે.
[૩૦]હે ભગવન્! બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે માકન્દિકપુત્ર ! બંધ બે પ્રકારનો દ્રવ્ય-બંધ અને ભાવબંધ. દ્રવ્યબંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે માકંદિકપુત્ર ! બે પ્રકારનો પ્રયોગબન્ધ અને વિસ્ત્રસાબન્ધ (સ્વાભાવિકબન્ધ) હે ભગવન્! વિસ્રસા. બંધ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે માકંદિકપત્ર! તે બે પ્રકારનો-સાદિ વિસસાબન્ધ અને અનાદિ વિસસાબબ્ધ. પ્રયોગબન્ધ કેટલા પ્રકારનો કહ્યો છે ? તે બે પ્રકારનો-શિથિલ બન્ધવાળો બન્ધ અને ગાઢબધનવાળો બન્યું. હે ભગવન્! ભાવબન્ધ કેટલા પ્રકારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org