________________
૩૭૯
શતક-૧૮, ઉદેસી-૨ વામાં આવ્યું છે તેવા મુનિસુવ્રત તીર્થકર સમોસયા અને યાવતુ-પર્ષદએ પર્યાપાસના કરી. ત્યારબાદ કાર્તિકશેઠ ભગવંત આવ્યાની વાત સાંભળી હર્ષવાળો અને સંતુષ્ટ થયો-ઈત્યાદિ જેમ અગીયારમાં શતકમાં કહેવામાં આવ્યું છે એવા સુદર્શન શેઠની પેઠે વાંદવા નીકળ્યો અને ભાવતુ-તેણે ભગવંતની પર્યાપાસના કરી વગેરે બધું કહેવું. પછી મુનિસુવ્રત અને કાર્તિક શેઠને ધર્મકથા કહી, યાવતુ-પરિષદુ પાછી ગઈ. યાવતુ-આપ જે પ્રમાણે કહો છો. પરન્તુ હે દેવાનુપ્રિય! એક હજાર આઠ વણિકોને પૂછી મોટા પુત્રને કુટુમ્બનો ભાર સોંપી દેવાનુપ્રિય એવા આપની પાસે પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું. શ્રીમુનિ સુવ્રત ભગવંતે કહ્યું કે, જેમ સુખ થાય તેમ કરો, યાવતુ-પ્રતિબંધ ન કરો. ત્યારબાદ કાર્તિક શેઠ યાવતુ-ત્યાંથી નીકળી જ્યાં હસ્તિનાગપુર નગર છે, યાવતુ-પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું. માટે હે દેવાનુપ્રિયો ! તમે શું કરવા ઈચ્છો છો, શી પ્રવૃત્તિ કરવા ધારો છો, તમારા હૃદયને શું ઈષ્ટ છે, અને તમારું સામર્થ્ય શું છે?” ત્યારબાદ તે એક હજાર આઠ વણિકોએ તે કાતિકશેઠને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! અમે પણ સંસારભયથી ઉદ્વિગ્ન થયા છીએ, જન્મ અને મરણથી ભય પામ્યા છીએ. તો આપની સાથે મુનિસુવ્રત અહંતની પાસે મુંડ થઈને ગૃહત્યાગ કરી અનગારપણું ગ્રહણ કરીશું. ત્યારબાદ તે કાર્તિકશેઠે તે એક હજાર આઠ વણિકોને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! યાવતુપ્રવ્રજ્યા લેવા ઈચ્છતા હો તો તમે તમારે ઘેર જાઓ, અને પુષ્કળ અશનાદિ યાવતુ-તૈયાર કરાવી, મિત્ર જ્ઞાતી વગેરેને બોલાવી લાવતુ-જ્યેષ્ઠ કુટુમ્બનો ભાર સોંપી અને મિત્રાદિક તથા જ્યેષ્ઠ પુત્રને પૂછી હજાર પુરુષો વડે ઉચકી શકાય તેવી શિબિકામાં બેસી, અને માર્ગમાં તમારી પાછળ ચાલતા મિત્ર જ્ઞાતિ યાવતુ-પરિવાર વડે અને જ્યેષ્ઠ પુત્ર વડે અનુસરાયેલા, સર્વઋદ્ધિથી યુક્ત યાવતુ-વાદ્યોના ઘોષપૂર્વક વિલંબ કર્યા સિવાય મારી પાસે આવો. ત્યાર પછી કાર્તિક શેઠના એ કથનને વિનયપૂર્વક સ્વીકારી તે બધા વણિકો પોતપોતાને ઘેર ગયા યાવતુ-સર્વઋદ્ધિયુક્ત વાદ્યના ઘોષપૂર્વક તેઓ તુરત કાર્તિક શેઠની પાસે હાજર થયા.
ત્યારબાદ તે કાર્તિક શેઠે ગંગદત્તની પેઠે પુષ્કળ અશન-ચાવતું તૈયાર કરાવ્યા. થાવતુ-વાઘના ઘોષપૂર્વક ગંગદત્તની પેઠે નીકળ્યો, અને શ્રી મુનિસુવ્રત અહત આ પ્રમાણે બોલ્યો- હે ભગવન્! આ સંસાર ચોતરફ સળગી રહેલો છે, આ સંસાર અત્યન્ત. પ્રજ્વલિત થઈ રહેલો છે, આ સંસાર ચો તરફ અત્યંત પ્રજવલિત થઈ રહેલો છે. માટે આપની પાસે પ્રવજ્યા ગ્રહણ કરવી એ મને શ્રેયરુપ થશે તેથી તે ભગવન્! આ એક હજાર આઠ વણિકો સાથે હું આપની પાસે સ્વયમેવ પ્રવ્રજ્યા લેવાને અને આપે કહેલ ધર્મ સાંભળવાને ઈચ્છું છું. ત્યારપછી શ્રીમુનિસુવ્રત અહિત તે કાર્તિક શેઠને એક હજાર આઠ વણિકો સાથે પ્રવ્રજ્યા આપી અને યાવતુ-ધર્મોપદેશ કર્યો હે દેવાનુપ્રિયો ! આ પ્રમાણે રહેવું-ઈત્યાદિ યાવતુ આ પ્રમાણે સંયમનું પાલન કરવું. ત્યારબાદ તે કાતિકશેઠે એકહજારઆઠવણિકો સાથે મુનિસુવ્રત અહત કહેલા આવા પ્રકારના ધાર્મિક ઉપદે શોનો સારી રીતે સ્વીકારી કર્યો, અને તેણે તેમની આજ્ઞા પ્રમાણે તેવીજ રીતે આચરણ કર્યું, યાવતુ-સંયમનું પાલન કર્યું. ત્યાર બાદ તે કાર્તિકશેઠ એકહજારઆઠ વણિકો સાથે અનગાર થયા, ઈયસિમિતિયુક્ત અને યાવતુ-ગુપ્ત બ્રહ્મચારી- થયા. પછી તે કાતિક અનગારે મુનિસુવ્રતઅહતના તેવા પ્રકારના વિરોની પાસે સામયિકથી આરંભી ચૌદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org